રાજકોટ : હોમગાર્ડના જવાનને ચાલુ વાહને પિચકારી મારવી પડી ભારે, બબાલનો LIVE Video વાયરલ

રાજકોટ : હોમગાર્ડના જવાનને ચાલુ વાહને પિચકારી મારવી પડી ભારે, બબાલનો LIVE Video વાયરલ
પબ્લિકે હોમગાર્ડ જવાનને જાહેરમાં ગેરવર્તન કરવા બદલ ખખડાવ્યો હતો

'મોટા ભાઈ Sorry, હું સ્વીકારું છું મારી ભૂલ છે... સાંભળો પૈસાની કોઈ વાત નથી, લુખ્ખા સમજે છે અમને? આ ખાખીની ઇજ્જ કરીએ છીએ એટલેય..' રાહદારીઓનો રોષ

  • Share this:
રાજકોટ શહેરમાં (Rajkot) ફરી એક વખત હોમગાર્ડનો જવાન (Home Guard Jawan) વિવાદમાં (Controversy) સપડાયો છે. ચાલુ વાહને પિચકારી મારતા કાર ચાલક સાથે માથાકૂટ થયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ફરજ પર હાજર પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકનાર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ કોસ્મોપ્લેક્સ સિનેમાથી થોડેક દૂર હોમગાર્ડના જવાનોને ચાલુ વાહને પિચકારી મારતા પિચકારી નજીકમાં આવી રહેલી કાર પણ ઉડી હતી.  આ ઘટનામાં હોમ ગાર્ડ જવાન સાથે લોકોની મગજમારીનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

જોકે આ વાતને હોમગાર્ડના જવાનોને ગંભીરતાથી ન લેતા તે પોતાની મસ્તીમાં આગળ નીકળી ગયો હતો. બીજી તરફ કાર ચાલકે તેનો પીછો કરી તેને કટારીયા ચોકડી નજીક આંતરી લીધો હતો. તેમજ ચાલુ વાહને પિચકારી મારવાથી મારી કાર બગડી હોવાનું કહ્યું તેમજ કારનો અકસ્માત થતાં રહી ગઈ હોવાનું જણાવી જાહેરમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો.આ પણ વાંચો : સુરત : રત્નકલાકારની પત્ની સાથે દુષ્કર્મ, Video વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણત્યારે જાહેરમાં આ પ્રકારની બબાલ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કટારિયા ચોકડી પાસે ફરજ પર હાજર રહેલા કેટલાક પોલીસ જવાનો પણ દોડી આવ્યા હતા. ત્યારે પોલીસ જવાનોએ મધ્યસ્થી કરતા આખરે મામલો થાળે પડ્યો હતો. પરંતુ હોમગાર્ડ જવાન તેમજ કારચાલકો વચ્ચે થયેલ બબાલનો કોઈએ વીડિયો શૂટ કરી લેતા હાલ તે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ પણ વાંચો :  રાજકોટ : વેપારી ઘરાકીમાં વ્યસ્ત હતા, ગઠિયો ઝોલામાં મોબાઇલ નાખી છૂમંતર, ચોરી CCTV Videoમાં કેદ

ઉલ્લેખનીય છે કે આગળ પણ બે જેટલા જીઆરડી જવાનો વિવાદમાં સપડાયા હતા. થોડા મહિનાઓ પૂર્વે રાજકોટ ગ્રાધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસે હની ટ્રેપ (Honey Trap Case) મામલે એક મહિલા ASIની ધરપકડ કરી હતી. જે મામલે પોલીસે અગાઉ બે જી.આર.ડી જવાન અને એક દંપતી (Husband-Wife) સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. તમામ લોકોએ મોરબીના ફરસાણના એક વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. આ મામલે પોલીસે બાદમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI તૃષાબેન પટેલ (ASI Trushaben Patel) નામના પોલીસકર્મીની ધરપકડ કરી હતી.
Published by:Jay Mishra
First published:March 06, 2021, 10:49 am

ટૉપ ન્યૂઝ