રાજકોટ : હોમગાર્ડ જવાન સાથે ઝઘડો ભારે પડ્યો! ચાર શખ્સો સામે ફરિયાદ, બબાલનો LIVE VIDEO થયો હતો વાયરલ

રાજકોટ : હોમગાર્ડ જવાન સાથે ઝઘડો ભારે પડ્યો! ચાર શખ્સો સામે ફરિયાદ, બબાલનો LIVE VIDEO થયો હતો વાયરલ
પબ્લિકે હોમગાર્ડ જવાનને જાહેરમાં ગેરવર્તન કરવા બદલ ખખડાવ્યો હતો આ બદલ ચાર શખ્સો સામે ફરિયાદ થઈ

રાજકોટમાં જાહેરમાં હોમગાર્ડના શખ્શો સાથે માથાકૂટ થયા બાદ પોલીસે હોમગાર્ડ જવાનનો વાંક જાણ્યા વગર ઝઘડો કરનારા શખ્સો સામે કાર્યવાહી કરી

  • Share this:
રાજકોટ શહેરમાં (Rajkot) ફરી એક વખત હોમગાર્ડનો જવાન (Home Guard Jawan) વિવાદમાં (Controversy) સપડાયો છે. ચાલુ વાહને પિચકારી મારતા કાર ચાલક સાથે માથાકૂટ થયા હોવાની ઘટના સામે આવી  હતી. હોમગાર્ડના જવાનોને ચાલુ વાહને પિચકારી મારતા પિચકારી નજીકમાં આવી રહેલી કાર પણ ઉડી હતી.  આ ઘટનામાં હોમ ગાર્ડ જવાન સાથે લોકોની મગજમારીનો વીડિયો વાયરલ (Viral Video) થયો હતો. આ મામલે ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ચાર અજાણ્યા સખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વીડિયો અને નંબર પ્લેટ ને આધારે પોલીસે તમામ લોકો ને શોધી કાઢ્યા છે અને તેમની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પણ હાથ ધરી છે. મહત્વનું છે કે આ શખ્સો રાત્રિના સમયે ટ્રાફિક હોમગાર્ડ સામે ઝગડો કરી રહ્યા હતા અને આ ઝઘડો કરતો વીડિયો પણ વાયરલ થયો હતો જેની ગંભીર નોંધ લેવામાં આવી છે. હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો એવી છે કે ગત તારીખ  05/03/2021 ના  રોજ અમુક ઈસમો જાહેરમાં બોલાચાલી ઝઘડો કરતા હોવાની ઘટના સામે આવી હતી જે અન્વયે વાયરલ થયેલ વિડીયો અનુસંધાને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ સગરામભાઈ ખાંભલા પો.કોન્સ. ટ્રાફિક શાખા વાળાએ ફરિયાદ આપી હતી.

આ પણ વાંચો : રાજકોટ : હોમગાર્ડના જવાનને ચાલુ વાહને પિચકારી મારવી પડી ભારે, બબાલનો LIVE Video વાયરલ

આ ફરિયાદ અંતર્યગત  રાજકોટ તાલુકા પો.સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ-160 મુજબ ગુનો રજી. કરી આરોપી સામે ધોરણસર કાર્યવાહી કરેલ છે. આરોપીઓ  પરેશ નારણભાઈ લાંબરીયા, સંજય નારણભાઈ લાંબરીયા, ભરત ભાનુભાઈ ડાભી. દિપ રમેશભાઈ ઝાલાઆ કામગીરી પોલીસ ઇન્સ. જે.વી.ધોળા, પો.સ.ઈ. એન.ડી. ડામોર તથા પો.સ.ઈ. વી.એન.મોરવાડીયા તથા પો.કો. મનિષભાઈ તથા પો.કો. ધર્મરાજસિંહ તથા પો.કો. હર્ષરાજસિંહ તથા પો.કો. વિજયગિરિ સહિતે કરી હતી.

આ પણ વાંચો :    રાજકોટ : 'યહા સિર્ફ રાજદીપ કન્સ્ટ્ર્કશન કા રાજ ચલચતા હે, દોબારા મત આના,' રોડ બનાવતી કંપનીના માણસો પર હુમલો

આમ ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે જેવો ઘાટ રાજકોટ પોલીસમાં સર્જાયો છે. પોલીસે આ મામલે પોતાના જવાનનનો શું વાંક હતો તે જાણ્યા વગર રોષે ભરાયેલા પ્રજા સામે કાર્યવાહી કરી છે. ચોક્કસથી આ ચાર શખ્સોએે જાહેરમાં કરેલું વર્તન યોગ્ય નહોતું પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ સામેના વ્યક્તિનો શું વાંક હતો તેની તપાસ કરવામાં આવી નથી.
Published by:Jay Mishra
First published:March 07, 2021, 14:26 pm