Home /News /kutchh-saurastra /રાજકોટ : હેડ કોન્સ્ટેબલના પરિવારજનોએ નર્સિંગ સ્ટાફને સીધો લાફો મારી દીધો, સમગ્ર ઘટના CCTV માં કેદ

રાજકોટ : હેડ કોન્સ્ટેબલના પરિવારજનોએ નર્સિંગ સ્ટાફને સીધો લાફો મારી દીધો, સમગ્ર ઘટના CCTV માં કેદ

રાજકોટમાં હોસ્પિટલ સ્ટાફ પર હુમલાનો મામલો

રાજકોટ (Rajkot) માં પોલીસ (Police) કોન્સ્ટેબલના પરિવારજનોએ હોસ્પિટલ (Hospital) ના સ્ટાફ પર હુમલો કરી દીધો, કેમ પરિવારજનો ઉશ્કેરાઈ ગયા? જુઓ શું છે પુરો મામલો?

રાજકોટ : રાજકોટ (Rajkot) શહેરમાં વધુ એક વખત ચોંકાવનારો અજીબો ગરીબો કિસ્સો સામે આવ્યો છે. શહેરની વધુ એક ખાનગી હોસ્પિટલમાં (Hospital) નર્સિંગ સ્ટાફને માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે બિ ડિવિઝન પોલીસ (Rajkot Police) દ્વારા જમાદારના બે પરિવારજન વિરૂદ્ધ ગુનો નોંધી તેમના વિરુધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મારામારીની ઘટના સીસીટીવીમાં (CCTV Video) કેદ થવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા પ્રકાશ ભાઈ ગાંડુભાઈ વાંકે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેમને સારવાર અર્થે રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઝેરી દવા પી જનાર પ્રકાશભાઈ વાંકને હોસ્પિટલે પહોંચાડવામાં આવે તે પૂર્વે જ હોસ્પિટલમાં કોલ કરવામાં આવ્યો હતો. જેના કારણે તમામ ઈમરજન્સી સ્ટાફ પણ ખડેપગે હાજર હતો. ફરજ પર હાજર રહેલા તબીબી સ્ટાફ દ્વારા ઇકમો સિસ્ટમ ના માધ્યમથી દર્દીની સારવાર પણ ચાલુ કરવામાં આવી હતી.



જોકે બાદમાં દર્દીના સગાઓ દ્વારા દર્દીને લેન્ડમાર્ક હોસ્પિટલમાં ખસેડવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. દર્દીના પરિવારજનો દ્વારા ગોકુળ હોસ્પિટલ ખાતે 108 ને પણ બોલાવવામાં આવી હતી. સમગ્ર બાબતે દર્દીના પરિવારજનો દ્વારા ગોકુલ હોસ્પિટલ ના સ્ટાફને 108 માં બેસવા બાબતે જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઅમદાવાદ : પેટ્રોલના ભાવ વધારાથી કંટાળી તમે e vehicle ખરીદવાનું વિચાર્યું છે? ધ્યાન રાખજો નહીં તો...

જોકે ફરજ પર હાજર રહેલા તબીબો દ્વારા હોસ્પિટલના પ્રોટોકોલ પ્રમાણે નર્સિંગ સ્ટાફને બહાર મોકલવા બાબતે મનાઈ ફરમાવવામાં આવી હતી. જેના કારણે દર્દીના પરિવારજનો ઉશ્કેરાઈ જઈ હાર્દિકભાઈ લહેરુંને માર માર્યો હતો. તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. ત્યારે સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા આઈપીસીની કલમ 323, 504, 506(2) અંતર્ગત બે અજાણ્યા શખસો વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
Published by:kiran mehta
First published:

Tags: Rajkot CCTV, Rajkot Crime, Rajkot News, Rajkot police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો