યુપીથી ઝડપાયેલા ISISના એજન્ટનું રાજકોટ કનેકશન,અલ્તાફ હવાલા રેકેટ ચલાવતો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 4, 2017, 2:50 PM IST
યુપીથી ઝડપાયેલા ISISના એજન્ટનું રાજકોટ કનેકશન,અલ્તાફ હવાલા રેકેટ ચલાવતો
આતંકી સંગઠન ISIS એજન્ટનું રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. યુપીના ફેઝાબાદથી ઝડપાયેલો એજન્ટ અલ્તાફ હનીફ કુરેશી ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં રાજકોટ નજીકના ધોરાજીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 4, 2017, 2:50 PM IST
આતંકી સંગઠન ISIS એજન્ટનું રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. યુપીના ફેઝાબાદથી ઝડપાયેલો એજન્ટ અલ્તાફ હનીફ કુરેશી ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં રાજકોટ નજીકના ધોરાજીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

altaf kuresi

ગઈકાલે યુપીના ફૈઝાબાદમાંથી અલ્તાફ કુરૈશીની ધરપકડ કરાઈ હતી.અલ્તાફ કુરૈશી હવાલા રેકેટ ચલાવતો હતો. મુળ તે રાજકોટના ધોરાજીનો રહેવાસી છે.એટીએસે અલતાફને 70 લાખ રોકડ સાથે ઝડપી પાડ્યો છે. અલતાફ હવાલા મારફત આઇએસઆઇએસને પૈસા પહોંચડવાનું કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો કે અલ્તાફનો પરિવાર આ સ્વીકારવા તૈયાર નથી. પરિવાર ધોરાજીના બહારપુર વિસ્તારમાં રહે છે.તેના પિતાનું નામ હનિફભાઇ છે. આજે જ્યારે મીડિયાએ તેમની પાસે જાણવા પ્રયાસ કર્યો તો તેમનું કહેવું હતું. દીકરાને ફસાવવા પ્રયાસ કરાય છે.અમે હિન્દુસ્તાની છીએ અને માતૃભૂમિ પણ હિન્દુસ્તાન જ છે.

નોધનીય છે કે,યુપી એટીએસએ 24 કલાકમાં ત્રણ આઇએસઆઇએસ એજન્ટની ધરપકડ કરી છે.

First published: May 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर