રાજકોટ:'તારા ઘરે કોઈ ન હોય ત્યારે કોલ કરજે, હું તારો ફ્રેન્ડ બોલુ છું,' સામાજિક કાર્યકરને કરાઇ બીભત્સ માંગણી

રાજકોટ:'તારા ઘરે કોઈ ન હોય ત્યારે કોલ કરજે, હું તારો ફ્રેન્ડ બોલુ છું,' સામાજિક કાર્યકરને કરાઇ બીભત્સ માંગણી
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેર સાયબર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મેસેજ કરનાર શખ્સ વિરુદ્ધ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

  • Share this:
રાજકોટની મહિલા સામાજિક કાર્યકરને અજાણ્યા નંબર પરથી બિભત્સ મેસેજ આવ્યો હતો કે, " ઘરે કોઈ ન હોય ત્યારે કોલ કરજે હું તારો ફ્રેન્ડ છું ". જાનકી ( નામ બદલાવવામાં આવેલ છે ) નામની મહિલા સામાજિક કાર્યકરે સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે કિસ્સામાં ત્રણ જુદા-જુદા મોબાઇલ નંબરના માધ્યમથી રાજકોટની મહિલા સામાજિક કાર્યકરને સોશિયલ મીડિયા પર બીભત્સ માગણી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.

જાનકી નામની મહિલા સામાજિક કાર્યકર રાજકોટ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ કરે છે. જેના કારણે તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. જેમાં તેને પોતાના મોબાઈલ નંબર પણ લખ્યા હોય. તે મોબાઈલ નંબર ઉપર 23 દિવસ પહેલા ત્રાહિત  નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો.



કોરોનાની સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુનાવણી: 'ગુજરાત સરકારે આંકડા ઘટાડવા માટે ટેસ્ટિંગ ઘટાડ્યું'

સાત દિવસ બાદ ફરી અજાણ્યા નંબર પરથી બિભત્સ મેસેજ આવવાનું શરૂ થયું હતું. જે નંબર મહિલા સામાજિક કાર્યકરે બ્લોક કરી દેતા મોબાઈલ નંબર ઉપરથી ટેક્સ્ટ મેસેજ આવવા લાગ્યા હતા. જે મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, તારા ઘરે કોઈ ન હોય ત્યારે કોલ કરજે મને, હું તારો ફ્રેન્ડ છું.

ગત ૧૫મી એપ્રિલના રોજ રાત્રે ફરી એક વખત વીડિયો કોલ અને બિભત્સ મેસેજ આવતા તે નંબર પણ બ્લોક કરી મહિલા સામાજિક કાર્યકરે સાયબર સેલના પોલીસ ઇન્સ્પેક્ટર વી. જે. ફર્નાન્ડિઝને ફરિયાદ કરી હતી.

99 Not out: જિંદગી ઇન, કોરોના આઉટ, 'ફક્ત 4 દિવસમાં જ 99 વર્ષીય સામુબાએ કોરોનાને હરાવ્યો'

પોલીસ તપાસમાં રાજકોટ જિલ્લામાં કાઉન્સીલર તરીકે કામ કરતી મહિલા કર્મચારીઓને પણ આ નંબરો પરથી બીભત્સ માગણી કરતા હોવાના મેસેજ મોકલ્યાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેરના સાયબર સેલ પોલીસ સ્ટેશન ખાતે મહિલા સામાજિક કાર્યકરની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની શોધખોળ કરતાં તે નંબરનુ લોકેશન બોટાદમાં મળી આવ્યું હતું.



રાજકોટ શહેર સાયબર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મેસેજ કરનાર શખ્સ વિરુદ્ધ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ ભૂપતસિંહ માગણી કરનાર શખ્સ બોટાદ પોલીસના સકંજામાં હોય ત્યાં ની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તે શખ્સ નો કબજો રાજકોટ સાયબર પોલીસ લેશે.
Published by:Kaushal Pancholi
First published:May 04, 2021, 14:22 pm

ટૉપ ન્યૂઝ