રાજકોટના ભાજપના ઉમેદવાર સવિતાબેન માત્ર આઠ મતે જીત્યા, કૉંગ્રેસના સવિતાબેન હાર્યા

રાજકોટના ભાજપના ઉમેદવાર સવિતાબેન માત્ર આઠ મતે જીત્યા, કૉંગ્રેસના સવિતાબેન હાર્યા
વિજેતા ઉમેદવાર

કૉંગ્રેના હરીફ ઉમેદવારનું નામ પણ સવિતા બેન છે, જેમની સવિતા બેન સામે જ હાર થઇ છે.

 • Share this:
   હરિન માત્રાવાડિયા, રાજકોટ : હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમા (Gujarat Local Body Polls Result) ત્રણેય મોરચે એટલે નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં બીજેપી આગળ ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં એક રસપ્રદ વાત સામે આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતની બેડલા સીટ પર ભાજપના ઉમેદવારની માત્ર આઠ મતે વિજય થયો છે. ત્યારે કૉંગ્રેના હરીફ ઉમેદવારનું નામ પણ સવિતા બેન છે, જેમની સવિતા બેન સામે જ હાર થઇ છે.

  અન્ય બેઠકોની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની આણંદપર બેઠક પર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ પર કૉંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા છે. ત્યારે કૉંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. કાર્યકર્તાઓ રાજકોટ શહેરની વિરાણી હાઈસ્કૂલ ખાતે પરિણામ જાહેર થતા જ ઢોલના તાલે કાર્યકરોએ પૈસા ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જેમાં કોરોનાની ગાઇડલાઇનના તો લીરેલીરા ઉડ્યા હતા.  લોઢવા બેઠક પર ઉમેદવારનો એક મતે વિજય

  રાજકોટનાં ભાજપના મહિલા ઉમેદવાર આઠ મતથી જીત્યા છે ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવારનો માત્ર એક મતથી વિજય થયો છે. જેનાથી ભાજપનાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરનો માત્ર એક જ મતે વિજય થયો છે.

  જેની સામે કૉંગ્રેસના ઉમેદવારનો માત્ર એક જ વોટથી પરાજય થતાં કાર્યકર્તાઓ નિરાશ થયા છે.
  Published by:Kaushal Pancholi
  First published:March 02, 2021, 11:50 am

  ટૉપ ન્યૂઝ