રાજકોટ : Daughters dayની ઉજવણી બની ફિક્કી, બજારમાં કોરોનાના કારણે ખરીદી નહીંવત


Updated: September 27, 2020, 10:56 AM IST
રાજકોટ : Daughters dayની ઉજવણી બની ફિક્કી, બજારમાં કોરોનાના કારણે ખરીદી નહીંવત
ડોટર્સ ડે અંતર્ગત રાજકોટની ગિફ્ટ આર્ટિકલ્સની દુકાનમાં આ વખતે ખરીદીનો રંગ ફિક્કો દેખાઇ રહ્યો છે.

ડોટર્સ ડે અંતર્ગત રાજકોટની ગિફ્ટ આર્ટિકલ્સની દુકાનમાં આ વખતે ખરીદીનો રંગ ફિક્કો દેખાઇ રહ્યો છે.

  • Share this:
આજે 27મી સપ્ટેમ્બર એટલે કે ડોટર્સ ડે (Daughters Day) . આજે રાજકોટ (Rajkot) સહિત સમગ્ર ભારત ડોટર્સ ડેની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ડોટર્સ ડે અંતર્ગત રાજકોટની ગિફ્ટ આર્ટિકલ્સની દુકાનમાં આ વખતે ખરીદીનો રંગ ફિક્કો દેખાઇ રહ્યો છે.

આપણા ભારતમાં એક સમય હતો કે જ્યારે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ પ્રવર્તમાન હતો પરંતુ સમયાંતરે તે કુરિવાજ આપણા સમાજમાંથી દૂર થયો છે. પરંતુ આજે પણ ભારતના શહેર કે ગામડામાં હજુ પણ કેટલાક લોકોના માનસમાં દીકરી કરતા દીકરાને ચડિયાતો માનવામાં આવે છે. તો બીજી તરફ આપણા સમાજમાં મોટાભાગના લોકો દીકરીને વહાલનો દરિયો ગણતા થઈ ગયા છે. ત્યારે આજે રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં 27 સપ્ટેમ્બર એટલે કે ડોટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બજારોમાં અવનવી ગિફ્ટ વેરાયટી ની ખરીદી કરવામાં આવી રહી છે.આ વર્ષે શું આવી છી ગિફ્ટ માં અવનવી વેરાયટી

ડોટર્સ ડે મગ
ડોટર્સ ડે શિલ્ડડોટર્સ ડે કાર્ડ
ડોટર્સ ડે કિચેન
ડોટર્સ ડે બ્રેસ્લેટ
ડોટર્સ ડે ડોલ
ડોટર્સ ડે વોચ
ડોટર્સ ડે ટેડી બિયર
ડોટર્સ ડે સ્પેશિયલ ચોકલેટ

ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં ગિફ્ટ આર્ટિકલ્સ શોપના માલિક હસનૈનભાઈએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ગિફ્ટનું વેચાણ ઓછુ જોવા મળી રહ્યું છે. ડોટર્સ ડે અંતર્ગત ગિફ્ટ દીકરીના માતા-પિતા કે તેનો ભાઈ ખરીદતા હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે મોટી વયના માતા-પિતા હાલ બજારમાં ખરીદી અર્થે નથી નીકળી રહ્યા. જેના કારણે ચાલુ વર્ષે ડોટર્સ ડે અંતર્ગત ગિફ્ટ ઓછી વેચાઇ રહી છે. બીજી તરફ કેટલાક માતા પિતા પોતાની પુત્રી માટે ગિફ્ટ આર્ટિકલ્સની દુકનોમાંથી ગિફ્ટની ખરીદી કરી પણ રહ્યા છે.

આ પણ જુઓ - 

આજે જ્યારે રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં ડોટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ન્યૂઝ18ગુજરાતી  પોતાના તમામ દર્શકોને પણ ડોટર્સ ડે ની શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને પણ daughter's day અંતર્ગત પોતાની દીકરી સાથેનો ફોટો ટ્વીટ કરી પોતાનો દરેક દિવસ દીકરીને સમર્પિત હોવાનું લખ્યું છે.

આ પણ વાંચો - કોસ્ટગાર્ડનું સૌથી ઝડપી રેસ્ક્યૂ, ઓખાના દરિયામાં જહાજ ડૂબ્યું, 12 ખલાસીઓને બચાવાયા
Published by: Kaushal Pancholi
First published: September 27, 2020, 10:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading