Home /News /kutchh-saurastra /

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ ચોથા માળેથી ઝંપલાવી કર્યો આપઘાત

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ ચોથા માળેથી ઝંપલાવી કર્યો આપઘાત

કોરોના સંક્રમિત દર્દીએ આપઘાત કરતા પ્રદ્યુમન નગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

કોરોના સંક્રમિત દર્દીએ આપઘાત કરતા પ્રદ્યુમન નગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિત દર્દીએ ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. કોરોના સંક્રમિત દર્દીએ આપઘાત કરતા પ્રદ્યુમન નગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ત્યારબાદ ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સમરસ હોસ્ટેલ ખાતે તેમજ હોમ આઇસોલેટ હોઈ તેવા દર્દીઓએ આપઘાત કર્યા હોવાના ચાર જેટલા બનાવો સામે આવી ચુકયા છે.

પોલીસ તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક જાગાભાઈ મોહનભાઈ ભલગામડિયા કુવાડવાના સાયપર ગામના વતની હતા. કોરોના સંક્રમિત થતા તેઓ 29મી એપ્રિલના રોજ દાખલ થયા હતા. આજરોજ સવારે લોબીમાં તેઓએ ઓચિંતી દોટ મૂકી હતી. ત્યારે તેમને બચાવવા માટે બે કર્મચારીઓ તેમની પાછળ પણ દોડ્યા હતા. તો સાથે જ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ તેમના પરિવારજનોને બતાવવામાં આવ્યા છે. મૃતકે હજુ સોમવારના રોજ સાંજના સમયે પોતાના નાના ભાઈ સાથે વીડિયો કોલિંગમાં વાત કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે એમ ત્રણેય સંતાનો પિતાએ આત્મહત્યા કરતા છત્ર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

ત્યારે બીજી તરફ રાજકોટ જેલમાં બે જેટલા દર્દીઓને ક્વોરનટાઇન કરતા હોવાથી બે કેદીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની જિલ્લા જેલમાં ઇમરાન ઉર્ફે માઈકલ અનવર પઠાણ અને કિસન સુરેશ વાંજા નામના કેદીઓએ કાંચ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. બંને કેદીએ કાંચ ખાધા હોવાના કારણે તેમને સારવાર અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલની અંદર આવેલા પ્રિઝનર વૉર્ડ ખાતે રાખવામાં આવેલા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઇમરાન તેની પત્ની સાથે એક વર્ષ પૂર્વે નાર્કોટિક્સના ગુનામાં ઝડપાયો હતો. જે બાદ તે જેલમાં હતો. જ્યારે અન્ય કાંચ ખાનાર કેદી કિસન મેટોડા જીઆઇડીસીમાં થયેલ હત્યાના ગુનામાં બે વર્ષથી જેલમાં છે.

99 Not out: જિંદગી ઇન, કોરોના આઉટ, 'ફક્ત 4 દિવસમાં જ 99 વર્ષીય સામુબાએ કોરોનાને હરાવ્યો'

રવિવારના રોજ બંને રૂટિન તપાસ માટે જિલ્લા જેલમાં ફરજ પર હાજર તબીબ પાસે ગયા હતા. દરમિયાન બંનેને સામાન્ય તકલીફ હોવાના કારણે તબીબ દ્વારા કવોરન્ટાઈન થઈ જવાની વાત કરી હતી. જે વાતથી લાગી આવતા બંને એ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું નિવેદનમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં પ્રિઝનર વોર્ડ ખાતે સારવાર લઈ રહેલ દર્દી નાસી છૂટ્યાનો બનાવ સામે આવ્યો હતો. નાસી છુટેલ આરોપી લખન વિરૂદ્ધ વર્ષ 2015માં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. તેમાં જે તે સમયે તે જેલમાં પણ ધકેલાયો હતો. પરંતુ કોર્ટની મુદતે લખન હાજર નહીં થતો હોવાથી કોર્ટે તેની સામે ધરપકડ વૉરંટ કાઢ્યું હતું. જે અંતર્ગત પોલીસે તેની ધરપકડ કરી તેને ફરીથી જેલ હવાલે કર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Covid hospital, આત્મહત્યા, ગુજરાત, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन