રાજકોટ: જિલ્લા ગાર્ડનમાં 8 વિદેશી પક્ષીઓના મોતથી રહીશોમાં બર્ડ ફ્લૂનો ફફડાટ, તપાસ માટે મોકલાયા

રાજકોટ: જિલ્લા ગાર્ડનમાં 8 વિદેશી પક્ષીઓના મોતથી રહીશોમાં બર્ડ ફ્લૂનો ફફડાટ, તપાસ માટે મોકલાયા
રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમ દ્વારા રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી.

રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમ દ્વારા રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી.

  • Share this:
દેશમાં કોરોના રસી (Corona vaccine) આવ્યા બાદ કોરોના વાયરસની (Coronavirus) મહામારીના આંક ઘટી રહ્યાં છે ત્યારે બર્ડ ફ્લૂએ માથુ ઉંચક્યું છે. રાજકોટ (Rajkot) સહિત સમગ્ર ગુજરાતભરમાં (Gujarat) હાલ બર્ડ ફ્લુનો (Bird Flu) ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના જિલ્લા ગાર્ડનમાં છ જેટલા રોજી સ્ટાર્લિંગ (rosy starling) નામના પક્ષીઓના મોત નિપજ્યાનું સામે આવ્યું છે. જીલ્લા ગાર્ડનમાં સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકોએ કુલ છ જેટલા પક્ષીઓના મોત નિપજ્યા હોવાની જાણ રાજકોટ શહેર પોલીસના (Rajkot City Police) કંટ્રોલરૂમમાં કરી હતી. ત્યારે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમ દ્વારા રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી.

ત્યારે ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે પક્ષીઓના મૃતદેહ મામલે પંચનામાની કાર્યવાહી કરી હતી. તો સાથે જ વેટરનીટી ડૉક્ટરની હાજરીમાં પક્ષીઓના મૃતદેહનું પીએમ કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે પક્ષીઓના પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ પક્ષીઓના મોત કયા કારણે થયા હતા તે આ સામે આવી શકશે.





રાજ્યમાં આજથી જાણો ક્યાં સુધી પડશે કડકડતી ઠંડી, ચાર ડિગ્રી સુધી ગગડશે પારો

બીજી તરફ સતત બીજા દિવસે પક્ષીઓના મોત થતાં જીલ્લા ગાર્ડન માં મોર્નિંગ વોક કરવા આવનાર લોકો તેમજ આસપાસના રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે પીએમ રિપોર્ટમાં પક્ષીઓના મોતનું કારણ બર્ડ ફ્લૂના કારણે થયું હોવાનું સામે આવે છે કે પછી અન્ય કોઈ કારણ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. ત્યારે હાલ તો જીલ્લા ગાર્ડન ની આજુબાજુ રહેતા રહીશો જીવ અઘ્ધર તાલે થઈ ચૂક્યા છે.

લો બોલો! દિયોદરમાં પતિની જાણ બહાર જ પત્નીએ લીધા છૂટાછેડા, અન્ય સાથે કર્યા લગ્ન, આવો હતો માસ્ટર પ્લાન



ઉલ્લેખનીય છે કે, 25 દિવસ પૂર્વે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શિવરાજ ગઢ ગામે આઠ જેટલી ટીટોડીના મોત નિપજ્યા હતા. જે મામલે પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ટીટોડીના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. તો બે જેટલા ટીટોડીના સેમ્પલ ભોપાલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જોકે ઘટનાને 25 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો હોવા છતાં તંત્ર દ્વારા ટીટોડીના મોતનું સાચું કારણ જણાવવામાં નથી આવ્યુ.
Published by:Kaushal Pancholi
First published:January 24, 2021, 12:03 pm

ટૉપ ન્યૂઝ