રાજકોટ : એમ્બ્યુલન્સના વેઇટિંગ એરિયામાં જન્મદિવસની ઉજવણી, Video થયો Viral

રાજકોટ : એમ્બ્યુલન્સના વેઇટિંગ એરિયામાં જન્મદિવસની ઉજવણી, Video થયો Viral
રાજકોટમાં જન્મદિનની શરમજનક ઉજવણી

રાજકોટ સિવિલ હોસ્પિટલની કોવીડ હૉસ્પિટલ છે ત્યાંથી જે 108ને અન્ય ખાનગી  વાહનમાં કોરોનાના દર્દી અવર-જવર કરે છે તે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જ આ વીડિયો બનાવવાનુ માલૂમ પડી રહ્યું

  • Share this:
રાજકોટ : એક તરફ કોરોનાની મહામારી (Coronavirus) ચાલી રહી છે ત્યારે બીજી તરફ રાજકોટમાંથી (Rajkot) એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે આ વીડિયોમાં અમુક લોકો કોઈ વ્યક્તિનો જન્મદિવસ મનાવી (Birthday Celebration) રહ્યા છે કોઈ નો જન્મ દિવસ મનાવવો કે કોઈ ખરાબ નથી પરંતુ આજે વીડિયો બનાવ્યો છે તે જગ્યા સૌથી સંવેદનશીલ છે એટલે કે રાજકોટ સિવિલ હોસ્પિટલની કોવીડ હૉસ્પિટલ છે ત્યાંથી જે 108ને અન્ય ખાનગી  વાહનમાં કોરોનાના દર્દી અવર-જવર કરે છે તે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જ આ વીડિયો બનાવવાનુ માલૂમ પડી રહ્યું છે. કારના બોનેટ પર બેસીને એક ગ્રુપે મ્યુઝિક સાથે જન્મદિવસ ઉજવતા વીડિયો સોશિયલ (Birthday Viral Video) મીડિયામાં વાયરલ થયો છ.

વીડિયોનાં બેકગ્રાઉન્ડમાં અન્ય ગાડીઓ પણ દેખાઇ રહી છે અને સિવિલ ની કોરોના હોસ્પિટલ પણ દેખાઇ રહી છે. ત્યારે વીડિયો પરથી તે અનુમાન લગાવી શકાય છે કે આ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વીડિયો બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકોએ માસ્ક પહેરેલું છે તેથી અત્યારનો વીડિયો હોવાનું પણ આપણે અનુમાન લગાવી શકાય છે. સૌથી મહત્વની વાત એ છે કે ચૌધરી હાઇસ્કુલમાં કોરોના હોસ્પિટલમાં દાખલ થનારા અને સારવાર લેવા આવનારા દર્દીઓની અવરજવર થતી હોય છે.આ પણ વાંચો : સુરત : સરથાણામાં અસામાજિક તત્વો વચ્ચે ધીંગાણું, મારામારીનો CCTV વીડિયો થયો Viralજ્યારે વેટિંગ હોય છે ત્યારે ત્રણથી ચાર કલાક દર્દીઓ 108માં કે અન્ય વાહનોમાં સારવાર લેતા હોય છે ત્યારે તેઓ પણ આ જ ગ્રાઉન્ડમાં તેમનું રાખવામાં આવ્યું છે એટલે કે સ્પેશિયલ કોરોનાના દર્દીઓ માટેનું વેઇટિંગ અને અવરજવર માટેનો ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જગ્યા આપવામાં આવી છે અને આ જ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં બર્થ ડે પાર્ટીનો વીડિયો છે.

આ પણ વાંચો : રાજકોટ :'અમારી આંખો સામે 40 ગ્રામજનો તરફડીને મર્યા, નેતાઓ-અમલદારોએ અમને નોધારા છોડી દીધાં કોઈ મદદ ન મળી'

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે રાજકોટ માટે બિલકુલ શરમજનક કૃત્ય માની શકાય. બીજી તરફ કારમાં પણ જોરશોરથી વોલ્યુમ કરી અને જન્મ દિવસનું ગીત વગાડો તો પણ વીડિયોમાં નજરે પડી રહ્યો છે વિડીયોમાં જે રીતે એક વ્યક્તિ બોલી રહ્યો છે કે કોઈ માનવ સેવા સંસ્થા સાથે જોડાયેલા વ્યક્તિનો જન્મ દિવસ છે ત્યારે આ વિડીયો હાલ જોરશોરથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
Published by:Jay Mishra
First published:April 24, 2021, 17:47 pm

ટૉપ ન્યૂઝ