રાજકોટઃ સિવિલમાં પૈસા લઈને દાખલ કરાવનારા લાલચું યુવકો ઝડપાયા, રૂ. 9000ની લાંચ માંગવામાં આવતી

રાજકોટઃ સિવિલમાં પૈસા લઈને દાખલ કરાવનારા લાલચું યુવકો ઝડપાયા, રૂ. 9000ની લાંચ માંગવામાં આવતી
પકડાયેલા આરોપીઓની તસવીર

હાલ સોશિયલ મીડિયામાં ત્રણ જેટલા વીડિયો વાયરલ થયા છે. જે વાયરલ વીડિયોમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે રૂપિયા 9000ની લાંચ માંગવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરના (Rajkot city) સિવિલ હોસ્પિટલમાં (civil hospital) દર્દીને તાત્કાલિક ભરતી કરવા બાબતે લાંચ (bribe) સ્વીકારવામાં આવતી હોય તે પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (social media viral video) થયો હતો. જે મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ (rajkot crime branch) દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને જામનગરના રહેવાસી એવા જગદીશ સોલંકી અને હિતેશ મહીડાને જામનગરથી ઝડપી પાડવામાં આવ્યા છે.

સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, જગદીશ સોલંકી સિવિલ હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો જ્યારે કે હિતેશ મહિડા સિવિલ હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવતો હોવાનું ખૂલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાયરલ વીડિયો મામલે તપાસ કરતા બંને યુવાનો જામનગરનો હોવાનું ખુલ્યું હતું ત્યારે બંને આરોપીઓને જામનગર થી ઝડપી પાડવામાં આવ્યા છે.ત્યારે હાલ બંને આરોપીઓને પ્રદ્યુમન નગર પોલીસ મથકે લઇ જવામાં આવ્યા છે જે તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોનું માનીએ તો પોલીસ હાલ કઈ કલમ હેઠળ ગુનો નોંધવો તે અંગે પણ ચર્ચા વિચારણા કરી રહી છે. ત્યારે ગુનો નોંધાયા બાદ બન્ને આરોપીઓના કોરોના અંગેના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે. તો સાથેજ બને યુવકોનો કયા પ્રકાર નો રોલ હતો? કોના કહેવાથી તેઓ આ પ્રકારે પૈસા ની માંગણી કરતા હતા? પૈસા મેળવ્યા બાદ તેઓ કઈ રીતે કોની મદદથી સિવિલ હોસ્પિટલ માં દર્દી ને એડમિટ કરાવી આપતા હતા તે સહિત ની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

આ પણ વાંચોઃ-ગાંધીનગરઃ હૃદયદ્રાવક ઘટના! કોરોનાના કારણે સવારે પતિ અને સાંજે પત્નીનું મોત, એક જ દિવસે પરિવારે બે સ્વજન ગુમાવ્યા

શું હતો સમગ્ર મામલો 
માત્ર એક સપ્તાહમાં બીજી વખત રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. એક તરફ થી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ની બાજુમાં આવેલ ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. બીજી તરફ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં વધુ એક કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં ત્રણ જેટલા વીડિયો વાયરલ થયા છે. જે વાયરલ વીડિયોમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે રૂપિયા 9000ની લાંચ માંગવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. એક તરફથી લોકો કલાકો સુધી વેઇટિંગમાં ઊભા રહી પોતાના આત્મીય જનને સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવા માટે રાહ જોતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

બીજી તરફ કેટલાક લાલચી વૃત્તિવાળા લોકો હાલ આ કોરોના મહામારીના કપરા કાળમાં પૈસા કમાવાની લાહ્યમાં દર્દીના સગા પાસેથી પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે. વિડિયો માં પૈસા માંગનાર યુવક કહી રહ્યો છે કે, ચૌધરી ગ્રાઉન્ડમાં આવીને કોલ કરજો અડધી કલાકમાં દર્દીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી આપીશ. બીજા એક વીડિયોમાં એજ યુવાન દર્દીના સગાવહાલા પાસેથી ATM સેન્ટરની અંદર 7 હજાર રૂપિયા લેતો હોય તે પ્રકાર નો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે કે એક ત્રીજા વીડિયો માં એજ યુવાન પોતાના GJ-10-DG-5394 નંબર ના ટુ વ્હીલ પર બેઠો હોવાનું સામે આવ્યું છે.ત્યારે લાંચિયા યુવક સહિત કેટલા લોકો આ કૌભાંડમાં સામેલ છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. શું સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સહિતના લોકો આ કૌભાંડ ની અંદર સામેલ છે કે કેમ તે પોલીસ તપાસ ની અંદર જ સામે આવશે.
Published by:ankit patel
First published:April 21, 2021, 23:21 pm

ટૉપ ન્યૂઝ