ગોંડલમાં ચડ્ડી-બનિયાનધારી ચોરોનો આતંક, સુરક્ષા કર્મચારીઓના ઘરમા જ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ

ગોંડલમાં ચડ્ડી-બનિયાનધારી ચોરોનો આતંક, સુરક્ષા કર્મચારીઓના ઘરમા જ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
CCTVમાંથી લીધેલી તસવીર

સુરક્ષા કર્મચારીઓના ઘર અસુરક્ષિત બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો છે.

  • Share this:
ગોંડલ (Gondal) કોટડાસાંગાણી રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતા નિવૃત પીએસઆઇના (PSI) પુત્રના ઘર અને એસ.આર.પી મેનના ઘરને ચાર ચડ્ડી-બનિયાનધારી શખ્સોએ નિશાન બનાવી ઘરફોડ ચોરી (loot) કરી છે. આ સુરક્ષા કર્મચારીઓના ઘર અસુરક્ષિત બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં (CCTV camera) કેદ થવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કોટડાસાંગાણી રોડ પર આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા રાજવીર એન્ટરપ્રાઇઝ વાળા રાજભા ગોહિલ કે જેઓ નિવૃત પી.એસ.આઇ જયદેવસિંહ ગોહિલના પુત્ર છે. તેઓના અને તેની પાસે આવેલા કર્મચારી રાજેન્દ્રસિંહ ગોહિલના ઘરમાં ચાર ચડ્ડી-બનિયાનધારી શખ્સોએ ત્રાટકી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.એસઆરપીમાં ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ગોહિલ તેઓના વતનના ગામ પરિવાર સાથે ગયા છે. જેથી બંધ મકાનની તસ્કરો દ્વારા રેકી કરવામાં આવી હતી પ્રથમ રાજભા ગોહિલના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. બાદમાં ત્યાંથી એસઆરપી કર્મચારીના મકાનમાં ત્રાટકી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના અંગે સીટી પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ ઘરમાંથી કેટલા મુદ્દામાલની ચોરી થવા પામી છે તે હકીકત બહાર આવશે.

રૂદન કરતું ગામ! ઉનાના એક ગામના 29 માછીમારો છે પાકિસ્તાની જેલમાં બંધ, માતા, બાળકો, પત્ની જોઇ રહ્યાં રાહ

મહત્વનું છે કે, જે રીતે ગોંડલમાં છેલ્લા થોડા સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે રઘુવીર સોસાયટીમાં થયેલી ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. જેનાથી પોલીસને ચોરીનો ભેદ ઉકેવામાં જલ્દી સફળતા મળે તેવી પણ શકયતા સેવાઇ રહી છે.  બીજી તરફ પોલિસ રાતના સમયે વધુ પેટ્રોલિંગ કરે તેવી પણ લોક માંગણી ઉઠી છે.

મૌની અમાસ પર કરો આ આ પાંચ કામ, ધનની ક્યારેય નહીં રહે ખોટ અને દુઃખમાંથી મળશે મુક્તિઉલ્લેખનીય છે કે, એસઆરપીમાં ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ગોહિલ તેઓના વતનના ગામ પરિવાર સાથે ગયેલા હોય બંધ મકાનની તસ્કરો દ્વારા રેકી કરવામાં આવી હતી. પ્રથમ રાજભા ગોહિલના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા બાદમાં ત્યાંથી એસઆરપી કર્મચારીના મકાનમાં ત્રાટકી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના અંગે સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:February 11, 2021, 11:21 am

ટૉપ ન્યૂઝ