Home /News /kutchh-saurastra /

રાજકોટ : 'મે ભી માધુરી દિક્ષિત બનના ચાહતી હૂં', ફિલ્મોમાં કામ કરવા ઘરેથી 500 રૂપિયા લઈ નીકળી ગઈ હતી દીકરી, અંતે સુખદ મિલન થયું

રાજકોટ : 'મે ભી માધુરી દિક્ષિત બનના ચાહતી હૂં', ફિલ્મોમાં કામ કરવા ઘરેથી 500 રૂપિયા લઈ નીકળી ગઈ હતી દીકરી, અંતે સુખદ મિલન થયું

પરિવાર સાથે ખુશહાલીની પળોમાં દીકરી ક્રિષ્ના

બુક લેવાનું કહી ઘરેથી નીકળી ગઈ હતી દીકરી, અંધેરી સ્ટેશનથી 25 કિલોમીટર પગપાળા ચાલીને ફિલ્મ સિટી પહોંચી હતી, જોકે, અંતે પરિવાર સાથે સુ:ખદ મિલન થયું. માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

રાજકોટ (Rajkot) શહેરમાં રહેતી 16 વર્ષની ક્રિષ્ના (Krishna) ફિલ્મમાં કામ કરવા માટે ઘરેથી કહ્યા વગર મુંબઈ (Mumbai) પહોંચી હતી. બીજી તરફ મુંબઈ ફિલ્મ સિટી (Film City) સ્ટુડિયોના મેનેજર અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતન રામાણીની મદદથી દીકરી ઘરે હેમ ખેમ પાછી પહોંચતા પરિવારમાં હાલ ખુશીનો માહોલ છવાયો છે.  વર્ષ 2003માં ભારતીય સિનેમા જગતમાં " મે ભી માધુરી દીક્ષિત બનના ચાહતી હું " નામની ફિલ્મ આવી હતી. ત્યારે આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે રાજપાલ યાદવ તેમજ લીડ એક્ટ્રેસ તરીકે અંતરા માલીની હતા. આ પિક્ચરમાં કયા પ્રકારે અંતરા માલીની પોતે માધુરી દિક્ષિતની જેમ એક્ટ્રેસ બનવા માંગે છે તેના પર આધારીત છે. ત્યારે આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાં.

રાજકોટ શહેરમાં ક્રિષ્ના રામાણી નામની દીકરી મુંબઈ ફિલ્મોમાં કામ કરવા માટે નીકળી ગઈ હતી. હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ત્યારે ક્રિષ્ના પોતે બુક લેવાનું કહી ઘરેથી નીકળી ગઈ હતી. મુંબઈ ફિલ્મોમાં કામ કરવાના સપના સાથે ક્રિષ્ના માત્ર પાંચસો રૂપિયા લઇ પોતાના ઘરે થી મુંબઈ જવા નીકળી હતી. ત્યારે સૌપ્રથમ તે બસમાં બેસીને ચોટીલા અમદાવાદ થઈ સુરત પહોંચી હતી.

આ પણ વાંચો :  રાજકોટ : 'બનેવી અમારા પ્રસંગમાંથી બહેનને પાછો લઈ ગયો એટલે માથાકુટ થઈ,' સાળાઓએ મળી બનેવીની કરી હત્યા

ક્રિષ્ના જ્યારે સુરત પહોંચી ત્યારે તેની પાસે માત્ર છ રૂપિયા બાકી બચ્યા હતા. ત્યારે તેણે પોતાની સોનાની બુટી વેચી મુંબઈ પહોંચવાનો જુગાડ કર્યો હતો. પૈસા નો જુગાડ થતા ક્રિષ્ના મુંબઈ જવાની જગ્યાએ માલેગાંવ પહોંચી હતી. ત્યાંથી તે કલ્યાણ અને કલ્યાણથી અંધેરી આવી પહોંચી હતી. અંધેરી બસ સ્ટેશનમાં ક્રિશ્નાએ આખી રાત બાકડા પર સૂઈને વિતાવી હતી. સવાર પડતા ત્યાંથી તે પગપાળા 25 થી 30 કિલોમીટર ચાલીને મુંબઈના ફિલ્મ સિટી પહોંચી હતી. મુંબઈ ફિલ્મ સિટી ના સંચાલકોને મળીને તેણે ફિલ્મ અને સિરિયલમાં સ્ટંટના રોલી માગણી કરી હતી.

ત્યારે સ્ટુડિયો મેનેજરે બે ત્રણ માસ બાદ કામ આપવાની ખાતરી આપી હતી. બીજી તરફ સ્ટુડિયો મેનેજરને પણ પ્રથમ દ્રષ્ટિએ દીકરી ઘરે થી કોઈને કીધા વગર નીકળી હોય તેવું જણાવ્યું હતું. જે અંતર્ગત સ્ટુડિયો મેનેજરે પોતાના સુરત સ્થિત મિત્રને ગુજરાતથી આ પ્રકારે 16વર્ષીય દીકરી મુંબઈ આવી હોવાની વાત જણાવી હતી. બીજી તરફ સુરત સ્થિત મિત્ર એ પણ ક્રિષ્ના ગુમ થઈ હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા મારફત જોઈ હતી. ત્યારે સુરત સ્થિત મિત્રે ક્રિષ્ના ના પરિવારનો સંપર્ક સાધતા ક્રિષ્ના હેમખેમ પોતાના પરિવાર પાસે હાલ આવી પહોંચી છે.

આ પણ વાંચો : સુરત : Web Seriesના નામે પોર્ન ફિલ્મ બનાવવાના 'એડલ્ટ' ખેલનો પર્દાફાશ, મુંબઈ પોલીસે કરી ધરપકડ

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ચેતન રામાણીએ જણાવ્યું હતું કે, ક્રિષ્ના મારા પરિવારની જ દીકરી છે. ત્યારે સ્વાભાવિક છે નાની ઉંમરમાં દીકરી ગુમ થઈ હોય ત્યારે પરિવારને ચિંતા રહેતી હોય છે. સમગ્ર મામલે મેં રાજકોટ શહેર પોલીસ કમિશનર તેમજ ડીસીપી મનોહરસિંહ જાડેજાને દીકરી ને શોધી આપવા માટે વિનંતી કરી હતી. Dcp મનોહરસિંહ જાડેજા નુ ખૂબ સારો સપોર્ટ આ કેસમાં મળ્યો છે.

ક્રિષ્ના માટે મૂકવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ


'દીકરીઓ ધારે તો પોતાના ગોલ સુધી પહોંચવા કંઈપણ કરી શકે'

બીજી તરફ મેં ગામે ગામ 10 થી 15 વ્યક્તિઓને અમદાવાદ, સુરત, ચોટીલા કામે લગાડ્યા હતા. મવડી ચોકડીથી લઈ સુરતમાં પણ મિત્રો ની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા હતા. તો બીજી તરફ ક્રિષ્ના જ્યારે રાજકોટ આવી પહોંચી ત્યારે તેણે જણાવ્યું હતું કે ફિલ્મમાં કામ કરવું હતું એટલે કોઈને કહ્યા વગર મુંબઇ જતી રહી હતી. પરંતુ જે પ્રકારે હું મુંબઈ પહોંચી હતી તે પ્રકારે કોઈ દીકરીએ પરિવારજનોને જાણ કર્યા વગર મુંબઈ ફિલ્મોમાં કામ કરવા ન જવું જોઈએ. તો સાથોસાથ ક્રિશ્નાએ મહત્વની વાત જણાવતા કહ્યું હતું કે દીકરીઓ ધારે તો પોતાના ગોલ સુધી પહોંચવા કંઈપણ કરી શકે તેમ છે. ત્યારે મેં સાબિત કરી બતાવ્યું છે કે હું મારા લક્ષ્યને સિદ્ધ કરવા માટે કઈપણ કરી શકું છું.
Published by:Jay Mishra
First published:

Tags: Breaking News, Latest News, અભિનેત્રી, ગુજરાતી ન્યૂઝ, બોલીવુડ, મુંબઇ, રાજકોટ

આગામી સમાચાર