રાજકોટ: પરિણીતાએ જણાવી આપવીતી, લગ્નની પ્રથમ રાત્રિએ જ થયો કડવો અનુભવ

રાજકોટ: પરિણીતાએ જણાવી આપવીતી, લગ્નની પ્રથમ રાત્રિએ જ થયો કડવો અનુભવ
પ્રતીકાત્મક તસવીર

રાત્રે લગ્ન કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે જેઠે પુત્રવધૂ અને તેના પતિને રસ્તામાં જ ઉતારી મૂક્યા, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

  • Share this:
રાજકોટ: આપણા દેશમાં દહેજ વિરોધી કાયદો બનાવવામાં આવ્યો છે. પરંતુ આજે પણ દેશમાં હજારો અને લાખોની સંખ્યામાં મહિલાઓ પર સાસરીયા પક્ષ દ્વારા દહેજના કારણે જ શારીરિક-માનસિક (Physical-mental harrasment) ત્રાસ ગુજારવામાં આવે છે. રાજકોટમાં લવ વિથ અરેન્જ લગ્ન (Love with arrange marriage) કરનારી એક યુવતીએ મહિલા પોલીસ સ્ટેશન (Mahila police station)માં પોતાના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ જે આપવીતી કહી તે જાણીને ભલભલા હચમચી જાય. યુવતીની ફરિયાદ પ્રમાણે લગ્નની પ્રથમ રાત્રિએ જ તેણીને કડવો અનુભવ થયો હતો.

રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં બીએસસી નર્સિંગ કરેલી પરિણીતાએ પોતાના પતિ પોતાના સાસુ પોતાના જેઠાણી તેમજ પોતાના મામાજી સસરા વિરૂદ્ધ આઈપીસીની કલમ 498 (ક), 323, 504, 114 તથા દહેજ પ્રતિબંધક ધારા 3 અને 4 હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ સમગ્ર મામલે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.આ પણ વાંચો: ગઢડા: ગુંડાગીરી કરનાર DySP સામે તપાસના આદેશ, સ્વામીનો કોલર પકડીને કાઢ્યા હતા બહાર

વર-વધૂ અને માતાને રસ્તા પર ઉતારી મૂક્યા

મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હીનાબેન અંકિતભાઈ જોશીએ જણાવ્યું હતું કે, "23 નવેમ્બર, 2019ના રોજ મારા લગ્ન કેશોદના રહેવાસી શાંતાબેન ડાયાલાલ જોશીના દીકરા અંકિત સાથે થયા હતા. હું અને અંકિત એકબીજાના પ્રેમમાં હતા જેના કારણે અમારા લગ્ન લવ વિથ એરેન્જ કરવામાં આવ્યા હતા. અમારા લગ્નના ફેરા રાત્રિના હોય જેથી વિદાય પણ મને રાત્રિના સમયે જ આપવામાં આવી હતી. વિદાય બાદ હું સાસરે જતી હતી તે સમયે કાર મારા જેઠ ભાગ્યેશભાઈ ચલાવતા હતા. આ સમયે અચાનક મારા જેઠ તથા સાસુ બંને એકબીજા સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જે ઝઘડામાં મારા જેઠ ભાગ્યેશભાઈ ગાડી ફૂલ સ્પીડથી ચલાવવા લાગ્યા હતા જે બાબતે સૌ પ્રથમ મેં મારા પતિને કહ્યું હતું કે મોટાભાઈને કહો કે ગાડી ધીમી ચલાવે. મારા પતિએ મને કહ્યું હતું કે હું મોટાભાઈને કંઈ ન કહી શકું, તારે જે કંઈ પણ કહેવું હોય તો તું તેમને કહે. ત્યારે ગાડી ધીમી ચલાવવા બાબતે મે મારા સાસુને કહ્યું હતું. જે બાદ મારા સાસુએ મારા જેઠ ભાગ્યેશ ભાઈને કહેતા મારા જેઠ ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાઇને તેઓએ મને, મારા પતિ તેમજ મારા સાસુને ગોંડલ બાયપાસ પાસે ઉતારી મૂક્યા હતા. જે બાદમાં જાનૈયાઓને લઇને આવતી બસમાં અમે કેશોદ પહોંચ્યા હતા."

આ પણ વાંચો: અમદાવાદના ધનાઢ્યા પરિવારનો કિસ્સો, 'પતિ સ્વાયપિંગ (પત્નીની અદલાબદલી) માટે દબાણ કરે છે'

લગ્નની પ્રથમ રાત્રિએ જ થયો કડવો અનુભવ

"આમ લગ્નની પ્રથમ રાત્રિએ જ મને મારા સાસરિયાઓનો કડવો અનુભવ થયેલો હતો. જે બાદ ઘરનું બધું કામ મારા સાસુએ મને સોંપી દીધું હતું. ઘરમાં કેવા રિવાજ છે તેની પણ મને ખબર ન હતી. કોઈ પણ વસ્તુ અંગે સાસુને પૂછતી હતી તો તેઓ સરખો જવાબ આપતા ન હતા. સાથે જ મને વારંવાર સંભળાવતા હતા કે, તારા મમ્મીએ તને કંઈ શીખવાડયું નથી. સાથે જ મને અવારનવાર ગાળો આપી હેરાન પરેશાન કરતા હતા."

'જેઠ દારૂ પીને ઘરે આવતા હતા'

"લગ્નના 11 દિવસ પછી મારા પતિએ મને કહ્યું હતું કે સવારે સાડા ચાર વાગ્યે ઊઠીને તારે આપણા બંનેનું ટિફિન બનાવી નાખવાનું તથા મારા મમ્મીનું ટિફિન પણ બનાવી નાખવાનું. અમે બંને પતિ-પત્ની કેશોદથી જૂનાગઢ અપડાઉન કરતા હતા. ત્યારે ક્યારેક સવારે મારાથી ઊઠવામાં મોડું થઈ જતું ત્યારે મારાથી જમાવનું બનતું નહ તું. સાંજે જ્યારે અમે બંને પતિ-પત્ની ઘરે આવતા ત્યારે મારા સાસુ મારી સાથે ઝઘડો કરી કહેતા કે તારાથી મારા માટે રોટલી કેમ ન બની? સાથે જ મને મારા પતિ સાથે બહાર જવા પણ દેતા ન હતા. હું રાત્રે સૂતી હોય ત્યારે બારણું ખખડાવીને ઉઠાડી ઘરનું કામ પણ કરવાનું કહેતા હતા.મારા જેઠાણી અમારી સાથે રહેતા ન હતા પરંતુ તેઓ સવાર-સાંજ અમારા ઘરે આવી મારા સાસુને મારા વિરુદ્ધ ભડકાવતા હતા. મારા જેઠ તો અમારા ઘરે દારૂ પીને આવતા હતા અને મને ધમકાવતા હતા. 'તું આડીઅવળી થતી નહીં, મારે ભરવાડ આહીરનું ગ્રુપ છે' એમ કહે તા હતા."

આ પણ વાંચો: અમદાવાદ: કુખ્યાત પ્રદીપ ઉર્ફે માયા ડોનની તેના જ બનેવીએ કરી ઘાતકી હત્યા

'શારીરિક ત્રાસ આપ્યો '

"હું જ્યાં સુધી મારા સાસરી પક્ષને ત્યાં રહી ત્યાં સુધી મને મારા પતિ, મારા સાસુ, મારા જેઠ, મારા જેઠાણી તેમજ મારા મામાજી સસરા દ્વારા અનેક વખત શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે. મારી સાથે મારકૂટ કરવામાં આવી છે. તો સાથે જ અવારનવાર મને ધમકીઓ પણ આપવામાં આવતી હતી. કરિયાવર બાબતે પણ અનેક વખત મ્હેંણા ટોંણા મારવામાં આવ્યા છે."

'સસરા પણ અલગ અલગ રહે છે'

હીનાબહેન પોલીસને જણાવ્યું હતું કે, "મારા સાસુ શાંતાબેનને બે પુત્ર છે. જે બે પુત્રો પૈકી એક ભાઈ પોતાની પાછળ માતાનું નામ લખાવે છે, જ્યારે એક ભાઈ પોતાની પાછળ પિતાનું નામ લખાવે છે. મારા પતિ અંકિત પોતાની પાછળ પોતાના પિતા રાજેશનું નામ અને અટક વ્યાસ રાખવાના બદલે માતા શાંતાબેન અને તેના મોસાળ પક્ષની અટક લખાવે છે. જ્યારે અંકિતનો મોટોભાઈ પોતાની પાછળ પોતાના પિતાનું નામ રાજેશ અને અટક વ્યાસ લખાવે છે. હીનાએ કરેલા આક્ષેપ મુજબ સસરાએ પણ બીજા લગ્ન કર્યા છે. જેથી તેઓ અલગ રહે છે. સાસુ શાંતાબેન પણ પતિના બદલે તેમના પિતા ડાયાલાલ અને પિયરની અટક જોશી લખાવે છે.
Published by:Vinod Zankhaliya
First published:December 14, 2020, 11:06 am

ટૉપ ન્યૂઝ