રંગીલા રાજકોટમાં ગુંડારાજ, મોલમાં યુવતીની છેડતી કરી પરિવારને માર માર્યો, CCTV ફૂટેજથી ખળભળાટ

News18 Gujarati
Updated: November 22, 2019, 1:13 PM IST
રંગીલા રાજકોટમાં ગુંડારાજ, મોલમાં યુવતીની છેડતી કરી પરિવારને માર માર્યો, CCTV ફૂટેજથી ખળભળાટ
તસવીર સૌજન્ય CCTV/ક્રિસ્ટલ મોલ

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ જોવા આવેલી યુવતીની કેટલાક શખ્સોએ છેડતી કરી, પરિવારે પ્રતિકાર કર્યો તો માર માર્યો, ઘટનાના CCTV સામે આવ્યા. આરોપીઓએ સામે એટ્રોસિટીની અરજી દાખલ કરવા અરજી કરી

  • Share this:
રાજકોટ : રાજકોટના (Rajkot) ક્રિસ્ટલ મોલમાં (crystal Mall) છેડતીની ઘટના સામે આવી છે. ગુરૂવારના રોજ એક તરુણી (Girl) પોતાના પરિવાર સાથે મુવી જોવા ક્રિસ્ટલ મોલમાં પહોંચી હતી ત્યારે કેટલાક શખ્સો દ્વારા તેની છેડતી (abused) કરવામાં આવી હતી જે બાદ તરુણીના પિતાએ (Father) પ્રતિકાર કરતા છેડતી કરનારા શખ્સો (Men) દ્વારા તરુણીના પિતાને તેમજ ભાઇને (Brother) માર મારવામાં (Beaten) આવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઈ છે. તરુણીના પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન નો કાફલો શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે ધસી ગયો હતો ત્યારે તરુણીના પરિવારજનો દ્વારા છેડતી તેમજ માર મારવા મામલે પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે.

બીજી તરફ જે શખ્સો વિરુદ્ધ આ તમામ આરોપ લાગેલા છે શખ્સોએ (Accused) પણ તરુણીના પરિવારજનો વિરુદ્ધ એટ્રોસિટી (Atrocities) દાખલ કરવા બાબતે યુનિવર્સિટી પોલીસમાં અરજી કરી છે. ક્રિસ્ટલ મોલમાં બનેલ બનાવ અંગે બંને પક્ષો તરફથી સામસામી (Cross Complain) અરજી કરવામાં આવી છે ત્યારે હાલ પોલીસે (Police) બંને પક્ષોની અરજી સ્વીકારી પોલીસ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાવાનું નિશ્ચિત! નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે?

20 જેટલા અસામાજીક તત્વોની 'દાદાગીરી'

રાજકોટમાં છડેચોક યુવતીની છેડતી બાદ કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો સર્જાયા છે. મુખ્યમંત્રી રૂપાણીના રાજકોટમાં અવારનવાર મહિલાઓની છેડતી થતી રહે છે. CCTV ફૂટેજમાં 20 જેટલા લુખ્ખાતત્વોના સંગીન આતંકથી રંગીલુ શહેર હચમચી ઉઠ્યું છે. 'સૌરાષ્ટ્રના પેરિસ'ની છાપ ધરાવતું રાજકોટ હવે 'ક્રાઇમ કેપિટલ' બની રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
માર મારવાનો આરોપ જે શખ્સો પર છે તેમણે પર સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપી છે.


આ પણ વાંચો : INDvsBan Preview: ઈડન ગાર્ડન્સ પર ઈતિહાસ રચાશે, ભારતીય ક્રિકેટનો 'ગુલાબી' અધ્યાય લખવા 'વિરાટ સેના' ઉતરશે

કાયદો વ્યવસ્થા કથળી 11 કલાક બાદ પણ પોલીસ ફરિયાદ નહીં

છેલ્લા એક અઠવાડિયામાં હત્યા, મારામારી, અને આતંકની બે ઘટનાઓ સામે આવી છે. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં મારામારી થઈ હતી. ગત રાત્રે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો મોટી સંખ્યામાં ઘસી આવ્યો હતો. યુવતીના પરિવારનો આક્ષેપ હતો કે યુવતીની છેડતી કરી હતી. ઘટનાના 11 કલાક બાદ પણ છેડતીની ફરિયાદ દાખલ નથી થઈ ત્યારે પોલીસનો સંપર્ક કરતા પોલીસે જણાવ્યું હતું કે સી.સી.ટી. ફૂટેજથી છેડતી સાબિત થતી નથી.

આ પણ વાંચો :   નવસારીમાં ગેસ ગળતર, પીવાના પાણીમાં ગેસ ભળતાં 30થી વધુ લોકોના શ્વાસ રૂંઘાયા

રાજકોટ શહેરમાં જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.


અન્ય એક ઘટનામાં દારૂના નથામાં યુવકે હથિયાર સાથે હંગામો કર્યો

રાજકોટ શહેરમાં પોલીસ જાણે 'ચોપડે' જ કાર્યરત હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. નવાગામની રંગીલા સોસાયટીમાં સંજય ટકા નામનો એક શખ્સ હથિયાર લઈને ઘસી આવ્યો હતો અને તેણે છરી સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
First published: November 22, 2019, 10:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading