રાજકોટ : ટોસીલીઝૂમેબ કાંડમાં ફસાયેલા ભાજપના ફરાર નેતા પોલીસ સ્ટેશનમાં થયા હાજર

રાજકોટ : ટોસીલીઝૂમેબ કાંડમાં ફસાયેલા ભાજપના ફરાર નેતા પોલીસ સ્ટેશનમાં થયા હાજર
ભાજપ નેતાની તસવીર

કોરોના ગ્રસ્ત દર્દીના સગાને ડોક્ટરની ઓળખ આપી રૂપિયા 45 હજાર પડાવવા માટે સંજય ગોસ્વામી અને તેના સાથીદાર મયુર ગોસાઈએ  કાવતરું રચ્યું હતું.

  • Share this:
રાજકોટઃ રાજકોટ (rajkot) શહેરની સિવિલ હોસ્પિટલમાં (civil hospital) કોરોના સંક્રમિત દર્દીના (corona patient) પરિવારજનો સાથે ઇન્જેક્શનના (Injection fraud) નામે છેતરપિંડી આચરનાર ભાજપના નેતા (BJP leader sanjay goswami) સંજય ગોસ્વામીના આગોતરા જામીન મંજૂર થઈ ચૂક્યા છે. ત્યારે આગોતરા જામીન મંજૂર થતાં સંજય ગોસ્વામી પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં હાજર થયો છે.

કોરોના ગ્રસ્ત દર્દીના સગાને ડોક્ટરની ઓળખ આપી રૂપિયા 45 હજાર પડાવવા માટે સંજય ગોસ્વામી અને તેના સાથીદાર મયુર ગોસાઈએ  કાવતરું રચ્યું હતું. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ગણતરીની જ કલાકોમાં પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા આરોપી મયૂર ગોસાઈની ધરપકડ કરી હતી. જ્યારે કે સંજય ગોસ્વામીને ઝડપી પાડવા માટે એસીપી પ્રમોદ દિયોરાની આગેવાનીમાં પ્રદ્યુમન નગર પોલીસ શોધખોળ કરી રહી હતી. ત્યારે સંજય ગોસ્વામીની આગોતરા જામીન અરજી પર કોર્ટે મોહર મારતા તે આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે નિવેદન નોંધાવવા માટે હાજર થયો હતો.શું હતો સમગ્ર બનાવ
8 એપ્રિલથી 12 એપ્રિલના સમય દરમ્યાન જેન્તીભાઈ ત્રિભુવનભાઈ શિશાંગીયાની ભાણેજ ઉર્મિલાબેન કોરોના સંક્રમિત થયા હતા. જેથી તેની સારવાર રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલમાં ચાલી રહી હતી. આ સમયે મયુર હસમુખભાઈ ગોસાઈ નામના વ્યક્તિએ ફોન કરી કોરોના પોઝિટિવ દર્દીને તાત્કાલિક અસરથી ટોસિલીઝૂમેબ નામનું ઇન્જેકશન આપવું પડશે તેવી વાત કરી હતી.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

આ પણ વાંચોઃ-દિલ્હીની 'ડ્રગ ક્વીન'નો આવ્યો ભયંકર અંજામ, ચોથા પતિએ ગોળીઓથી વીંધી નાંખી

જ્યારે કે ફોન ઉપર ડૉક્ટર તરીકે સંજય બચુભાઈ ગોસ્વામીએ પોતાની ઓળખ આપી દર્દીને તાત્કાલિક ઇન્જેકશન આપવું પડશે તેવી વાત કરી હતી. ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. જેથી કોરોના પોઝિટિવ દર્દીના સગા જેન્તીભાઈએ ઇન્જેક્શન બાબતે તપાસ કરી હતી પરંતુ ઇન્જેક્શન મળ્યું ન હતું. તેમણે મયુર ગોસાઈને ફોન કરી ઇન્જેક્શન નહીં મળેલ તેવી વાત કહી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

ત્યારબાદ મયુર ગોસાઈએ ફરિયાદીને જણાવ્યું હતું કે, ઇન્જેક્શન ડૉક્ટર બહારથી મંગાવી દર્દીને આપી દેશે તો ચાલશે? ત્યારે જેન્તીભાઈ વિશ્વાસમાં આવી જતા તેમણે હા પાડી હતી. ત્યારબાદ મયુર ગોસાઈ અને સંજય ગોસ્વામી દર્દી ઊર્મિલા બેનને ઇન્જેક્શન આપી દીધેલ છે. જે ઇન્જેક્શનના 45,000 તથા અનુકૂળતાએ બીજી રકમ આપવાનું જેન્તીભાઈને જણાવ્યું હતું.સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા આઈપીસીની કલમ 406, 420, 170 120b મુજબ ભાજપના આગેવાન અને ડોક્ટર તરીકેની ઓળખ આપનાર સંજયગીરી ગોસ્વામી તેમજ મયુર હસમુખભાઈ ગોસાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
Published by:ankit patel
First published:April 29, 2021, 21:12 pm