રાજકોટ: હેવાનિયતની હદ વટાવતો બનાવ, આધેડે ચાર વર્ષની માસૂમને રમાડવાના બહાને કર્યાં અડપલાં

રાજકોટ: હેવાનિયતની હદ વટાવતો બનાવ, આધેડે ચાર વર્ષની માસૂમને રમાડવાના બહાને કર્યાં અડપલાં
પ્રતીકાત્મક તસવીર.

ચાર વર્ષની બાળકીને રમાડવાના બહાને અગાસી પર લઈ જઈ શારીરિક અડપલાં કરનાર લાલજી ગોરધન ગાધેર વિરુદ્ધ ગુનો નોંધાયો.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરમાં ફરી એક વખત ચાર વર્ષની માસૂમ બાળકીને રમાડવાના બહાને અગાસી પર લઈ જઈ આધેડે અડપલાં (Molestation) કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદ (Police complaint)ના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે પરફેક્ટ શો રૂમની પાછળ આવેલા શિવાલય ચોકની બાજુમાં રેલનગર જસાણી એપાર્ટમેન્ટ (Jasani apartment)માં રહેતા લાલજી ગોરધન ગાધેર નામના શખ્સે સાડા ચાર વર્ષની બાળકીને રમવાના બહાને અગાસી પર લઈ જઈ શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથક (Mahila police station)માં નોંધાતા ચકચાર મચી જવા પામ્યો છે.

સમગ્ર મામલે મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ કે જીજલ વાણી સહિતના સ્ટાફે સાડા ચાર વર્ષની બાળકીને રમાડવાના બહાને અગાસી પર લઈ જઈ શારીરિક અડપલાં કરનાર લાલજી ગોરધન ગાધેર વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે.આ પણ વાંચો: અમદાવાદ: નાઇટ કર્ફ્યૂનો ગેરફાયદો ઉઠાવી ટીઆરબી જવાન બની ગયો નકલી પોલીસઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જ પ્રકારનો માસૂમ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુંજકા ગામે કિશોર કેશુભાઈ તાવડે નામના શખ્સે આઠ વર્ષની બાળાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો: સુરત: કોરોનાકાળમાં કામ ન મળતા 26 વર્ષના યુવકનો આપઘાત, પત્ની અને બે બાળકો નોધારા

આ પણ વાંચો: પ્રેમમાં અંધ બનેલા પિતરાઈ ભાઈ-બહેને હદ વટાવી, બંનેના લગ્ન થાય તે પહેલા કર્યું આવું કામ

સમગ્ર મામલે પોલીસે આઇપીસીની કલમ 363, 376 તેમજ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ પણ કરી હતી. બાળકીએ પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે, "મેદાનમાં લઈ જઈ તેણે મને કહ્યું હતું કે તું અહીં સુઈ જા અને હું કહું તેમ કર. તેમ કહી મને સુવડાવી દીધી હતી. ત્યારબાદ તેને મારા કપડાં અને તેનું પેન્ટ કાઢી નાખ્યું હતું. તેણે મારી સાથે ખરાબ કરતા મને દુઃખાવો થવા માંડતા મારા મોઢામાંથી રાડ નીકળી ગઈ હતી. જેના કારણે તેને મારૂ મોઢું પોતાના હાથથી દાબી દીધું હતું. થોડીકવાર પછી તેને મને કપડાં પહેરાવી દીધા હતા અને મને ઘરે જવાનું કહ્યું હતું."
Published by:Vinod Zankhaliya
First published:May 10, 2021, 10:13 am

ટૉપ ન્યૂઝ