Home /News /kutchh-saurastra /

રાજકોટ : ડૉક્ટર હડતાલનો બીજો દિવસ, સરકારને સદબુદ્ધિ આવેતે માટે તબીબોએ રામઘૂન બોલાવી

રાજકોટ : ડૉક્ટર હડતાલનો બીજો દિવસ, સરકારને સદબુદ્ધિ આવેતે માટે તબીબોએ રામઘૂન બોલાવી

રાજકોટમાં તબીબોની હડતાળથી લોકોને હાલાકી

હડતાલ પર રહેલા તબીબોએ જણાવ્યું કે વિવિધ 10 જેટલી માંગણીઓને લઈને સરકાર સાથે અવારનવાર વાટાઘાટો કરવા છતાં કોઈ જ રસ્તો નહીં નીકળવાને કારણે અંતે તબીબોએ હડતાલ પાડવી પડી છે

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : આજે સતત બીજા દિવસે સરકારી મેડિકલ કોલેજનાં(Government Medical College) ડોક્ટર્સની હળતાલ(Doctors Strike)યથાવત. અત્યાર સુધી સરકારે(Government)કોઈ પ્રકારની મચક નહીં આપતાં તબીબો પણ નમતું જોખવાના મુડમાં ન હોય તેવી રીતે કામગીરીથી દૂર રહ્યા હતા. અને મેડિકલ કોલેજમાં કાર્યરત તબીબી પ્રોફેસરો(Medical professors) સાથે સરકારે ‘બનાવટ’ કરી હોવાના આક્ષેપ(Allegation) સાથે રામધૂન બોલાવી વિરોધ પ્રગટ કર્યો હતો. સાથે સરકાર વિરોધી(Government protests) સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જોકે ડૉક્ટર્સની આ હડતાલને(Strike) પગલે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    હડતાલ પર રહેલા તબીબોએ જણાવ્યું કે વિવિધ 10 જેટલી માંગણીઓને લઈને સરકાર સાથે અવારનવાર વાટાઘાટો કરવા છતાં કોઈ જ રસ્તો નહીં નીકળવાને કારણે અંતે તબીબોએ હડતાલ પાડવી પડી છે. સરકારે તબીબોની 10માંથી માત્ર એક માંગણીનો જ ઉકેલ લાવ્યો છે. અને નવ જેટલી માંગણીઓનો ઉકેલ લાવવાની વારંવાર ખાતરી અપાવા છતાં હજુ સુધી તેનો કોઈ જ ઉકેલ નહીં આવતાં તબીબોની ધીરજ ખૂટી રહી છે. ત્યારે સરકારને સદ્બુદ્ધિ મળે તે માટે રામધૂન બોલાવવામાં આવી હતી.

    આ પણ વાંચો: અમદાવાદ : સરકારી નોકરીના નામે કરતા હતા મોટું કૌભાંડ, એક યુવતી સહિત 3 લોકો ઝડપાયા

    રાજ્યના 10,000 જેટલા તબીબો હડતાલ પર ઉતરતાં સિવિલ હોસ્પિટલોમાં ઈમરજન્સી સહિતની સારવાર ખોરવાઈ છે. જોકે સ્થિતિ ન બગડે તે માટે વિવિધ વિભાગોમાં રેસિડેન્ટ તબીબોને દર્દીની સારવાર માટેની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે ઈમરજન્સી સહિતના વિભાગોમાં સ્પેશ્યાલિસ્ટ નહીં બલ્કે રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. જેને પગકે અનેક દર્દીઓના ઓપરેશન પણ ખોરંભે ચડી જતાં તેણે પીડા ભોગવવી પડી રહી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot News, રાજકોટ, રેસિડેન્ટ ડોક્ટર હડતાળ

    આગામી સમાચાર