Home /News /kutchh-saurastra /રાજકોટઃ મનપાનાં જનરલ બોર્ડમાં શાસક-વિપક્ષ વચ્ચે જંગ, પ્રજાનાં પ્રશ્નોને બદલે 5 રાજ્યોનાં પરિણામ મામલે બોલાચાલી

રાજકોટઃ મનપાનાં જનરલ બોર્ડમાં શાસક-વિપક્ષ વચ્ચે જંગ, પ્રજાનાં પ્રશ્નોને બદલે 5 રાજ્યોનાં પરિણામ મામલે બોલાચાલી

આ

આ બેઠક અંગે મેયર પ્રદીપ ડવે કહ્યું હતું કે, આજની બેઠકમાં વિપક્ષનાં સ્માર્ટ સિટી અને પાર્કિંગ બાબતના પ્રશ્નોનાં જવાબો અપાયા હતા. કુલ 8 દરખાસ્તો મંજુર કરવામાં આવી છે. સાથે ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે હાલ વિવિધ ઓવરબ્રીજનાં કામ ચાલી રહ્યા છે,

આ બેઠક અંગે મેયર પ્રદીપ ડવે કહ્યું હતું કે, આજની બેઠકમાં વિપક્ષનાં સ્માર્ટ સિટી અને પાર્કિંગ બાબતના પ્રશ્નોનાં જવાબો અપાયા હતા. કુલ 8 દરખાસ્તો મંજુર કરવામાં આવી છે. સાથે ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે હાલ વિવિધ ઓવરબ્રીજનાં કામ ચાલી રહ્યા છે,

વધુ જુઓ ...

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : મહાનગરપાલિકા ની જનરલ બોર્ડ મળી હતી જેમાં વિવિધ મુદ્દોઓ ને લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. પ્રશ્નોત્તરી દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જુબાની જંગ પણ જોવા મળી હતી. જનરલ બોર્ડમાં પૂર્વ વિપક્ષ ના નેતા વશરામ સાગઠીયાએ કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સમાં નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને રાહત આપવાની માંગ કરી હતી. સાથે સવાલ કર્યો હતો કે ઇમ્પેક્ટ ફીમાં મનપાએ ₹ 45 કરોડ થી વધુ કમાણી કરી છે જેમાં થી માત્ર ₹ 5 કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે. વિપક્ષના રાહત ની દરખાસ્ત ને સાશક પક્ષ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી હતી.


    બેઠક અંગે મેયર પ્રદીપ ડવે કહ્યું હતું કે, આજની બેઠકમાં વિપક્ષનાં સ્માર્ટ સિટી અને પાર્કિંગ બાબતના પ્રશ્નોનાં જવાબો અપાયા હતા. કુલ 8 દરખાસ્તો મંજુર કરવામાં આવી છે. સાથે ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે હાલ વિવિધ ઓવરબ્રીજનાં કામ ચાલી રહ્યા છે, જે ચાલુવર્ષ દરમિયાન પુરા કરવામાં આવશે. તો સાથે લોકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે. જો કે ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા પે એન્ડ પાર્કિંગ ફ્રી કરવા બાબતે મિટિંગમાં કોઈ ચર્ચા થઈ નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું છે. તેમજ ઈંપેક્ટ ફી દ્વારા થયેલી આવક પ્રજાના વિકાસ માટે ખર્ચ કરવામાં આવી હોવાનો બચાવ કર્યો હતો.



    " isDesktop="true" id="1190504" >

    આ પણ વાંચો: આ અમદાવાદીનું 'ધબકતુ' હૃદય 6 મિનિટમાં એરપોર્ટ પહોંચ્યું, 6 વ્યક્તિઓને મળ્યું નવજીવન

    બીજીતરફ કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામ સાગઠિયાએ ભાજપનાં શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા. અને ભાજપની સરકાર નાના લોકોનું હિત વિચારતી નહીં હોવાથી કોંગ્રેસની નાના વેપારીઓનો વેરો માફ કરવાની દરખાસ્ત અંગે કોઈ નિર્ણય લીધો નહીં હોવાનું જણાવ્યું હતું. તેમજ ઈંપેક્ટ ફીની કરોડોની રકમ અંગે બેઠકમાં મનપાનાં શાસકો કોઈ જવાબ આપી શક્યા નહી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. એટલું નહીં ભાજપનાં શાસકો પોતાને મળેલી સત્તાનાં મદમાં નાના લોકોનું હિત ભૂલ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Between, Fight, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन