રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?
પિતા-પુત્ર પુત્રીએ ઝેરી દવા પીધી

કમલેશભાઈ પાસેથી મળેલી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, 2.22 કરોડ જેટલી રકમ દિનેશ અને ભાવિન લઈને જતા રહ્યા છે.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેરના (Rajkot) શાસ્ત્રીનગર અજમેરાની સામે શિવમ પાર્ક શેરી નંબર 2માં રહેતા કર્મકાંડનો વ્યવસાય કરતાં કમલેશભાઈ લાબડીયા તેમજ તેના બે સંતાનોએ ઝેરી દવા પી (poison) લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ (civil hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન કમલેશભાઈ લાબડીયાના પુત્ર અંકિતભાઈ લાબડીયાનું મૃત્યુ નિપજયું છે. જ્યારે કે કમલેશભાઈ લાબડીયા અને તેમની પુત્રી કૃપાલીબેન લાબડીયાની હાલ સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.

સારવાર દરમિયાન કમલેશભાઈના પુત્ર અંકિત લાબડીયાનું મૃત્યુ નિપજતા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ અરવિંદભાઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ત્યારબાદ અંકિતની લાશને પોસ્ટ મોર્ટમ મળશે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પીએસઆઇ અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, હાલ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે. તે પૂર્ણ થયા બાદ પરિવારજનોના નિવેદન પણ નોંધવામાં આવશે. તો સાથે જ ભાનમાં આવ્યા બાદ કમલેશભાઈ અને કૃપાલી બેન નું નિવેદન પણ નોંધવામાં આવશે. ત્યારબાદ જરૂર જણાશે તો જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવશે.ઉલ્લેખનીય છે કે મીડિયા સાથેની વાતચીતમાં કમલેશભાઈ લાબડીયાના પત્ની જયશ્રી બેન લાબડીયાએ જણાવ્યું હતું કે, મારા પતિએ અમને ત્રણેયને કહ્યું હતું કે આ દવા પી લો જેનાથી કોરોના નહીં થાય. સૌપ્રથમ દવા મારા પતિએ પીધી હતી ત્યારબાદ દીકરા અને દીકરી એ પીધી હતી. દવા પીધા બાદ ત્રણેય ને ઉલટી થવા માંડતા મેં દવા પીવાનો ટાળ્યું હતું. મેં મારા પતિને કહ્યું હતું કે મને કોરોના થવો હોય તો ભલે થાય, હું વાત દવા નહીં પીવ.

આ પણ વાંચોઃ-માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

આમ જે પ્રકારે મીડિયા સાથેની વાતચીતમાં જયશ્રી બેને જણાવ્યું હતું કે તેમના પુત્ર અને પુત્રીને પતિએ કોરોના નહિ થઈ તેમ કહી દવા પીવાનો આગ્રહ કર્યો હતો. તે મુજબ મૃતક પુત્ર અંકીત ના પિતા કે જેવો હાલ સારવાર હેઠળ છે તેવા કમલેશભાઈ વિરુદ્ધ પોલીસ ગુનો દાખલ કરી શકે તેમ છે. ત્યારે પોલીસને જયશ્રીબેન તેમજ તેમની પુત્રી કૃપાલી કયા પ્રકારનું નિવેદન આપે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

શું છે સમગ્ર મામલો
કમલેશભાઈ પાસેથી મળેલી સુસાઇડ નોટમાં કમલેશભાઈ લખ્યું હતું કે, 2.22 કરોડ જેટલી રકમ દિનેશ અને ભાવિન લઈને જતા રહ્યા છે. સમગ્ર મામલે જયશ્રી બેન અને કાનજીભાઈ એ મીડિયા અને પોલીસ સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એડવોકેટ આર.ડી.વોરાના એક સંબંધીને અમે અમારૂ મકાન વેચ્યું હતું.  જે મકાનનો સોદો રૂપિયા 1.20 કરોડનો થયો હતો જે બાબતના અમને 20 લાખ આપી દેવામાં આવ્યા હતા. બાદમાં અમારા દ્વારા એક કરોડની માગણી કરવામાં આવતા આર ડી વોરાએ પોલીસમાં અમારા વિરુદ્ધ અરજી કરી અમને હેરાન ગતિ કરતા હતા.ત્યારે સમગ્ર મામલે એસીપી કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ તાલુકા પોલીસ દ્વારા દવા પીવા મામલે તેમજ મકાન ના પૈસા બાબતે જે આક્ષેપ કમલેશભાઈ ના પત્ની અને ભાઇ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમાં કેટલી તથ્યતા છે તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.  આ કેસમાં કોની કોની વિરુદ્ધ કઈ કલમ હેઠળ ક્યા ક્યા પ્રકારના ગુના નોંધાયા છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:ankit patel
First published:May 03, 2021, 20:10 pm

ટૉપ ન્યૂઝ