Home /News /kutchh-saurastra /રાજકોટના આ ખેડૂત સંગીતના સૂરોથી ઊગાડે છે શાકભાજી! છોડને પૂરેપૂરો ઑક્સિજન મળે તે માટે કરે છે યજ્ઞ
રાજકોટના આ ખેડૂત સંગીતના સૂરોથી ઊગાડે છે શાકભાજી! છોડને પૂરેપૂરો ઑક્સિજન મળે તે માટે કરે છે યજ્ઞ
શાકભાજીને આપવામાં આવી રહેલી મ્યુઝિક થેરપી.
Music therapy to grow vegetables: રસિકભાઈનું માનવું છે કે જેમ મનુષ્યના શરીરમાં સેલ રહેલા છે તે જ રીતે શાકભાજીમાં પણ સેલ હોય છે. મ્યુઝિક થેરપીની અસર પ્લાન્ટના સેલ પર જોવા મળી રહી છે.
રાજકોટ: સંગીત (Muslic) એક એવી કળા છે જેની અસર સંગીતકારના પોતાના પર, તેની આજુબાજુની વ્યક્તિઓ અને વાતવરણ પર પણ થાય છે. આ મ્યુઝિક થેરપી (Music therapy)થી શરીરને ઘણા પ્રકારના ફાયદા થાય છે. આ મ્યુઝિક થેરપીનો પ્રયોગ રાજકોટના એક પ્રગતિશીલ ખેડૂતે (Rajkot farmer) શાકભાજી ઊગાડવા માટે કર્યો છે. સિમેન્ટ અને ક્રોંકિટના જંગલો વચ્ચે લીલોતરી ઓછી થઈ રહી છે ત્યારે રાજકોટના ખેડૂત રસિકભાઈ શિંગાળાએ આ થેરપીનો ઉપયોગ કરીને શાકભાજી ઊગાડે છે. રસિકભાઈ શહેરની મધ્યમાં યુનિવર્સિટી રોડ (Rajkot university road) પર આવેલી વાડીમાં કેમિકલ વગરના એટલે કે ઓર્ગેનીક શાકભાજીનું વાવેતર કરે છે. આ સાથે જ શાકભાજી ઊગાડતી વખતે તેઓ મ્યુઝિક થેરપીનો પ્રયોગ કરે છે. તેમનો દાવો છે કે આવું કરવાથી શાકભાજીનો ટેસ્ટ પણ બદલાઈ છે. મ્યુઝિક થેરપીની અસર પ્લાન્ટના સેલ પર જોવા મળી રહી છે.
રસિકભાઇએ ત્રણથી પાંચ અઠવાડિયા સુધી લાઇવ તિબેટીયન મ્યુઝિક વગાડીને પ્લાન્ટ પર તેની શું અસર થાય છે તેનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ કર્યા બાદ તેમણે શાકભાજી ઊગાડતી વખતે મ્યુઝિક થેરપીનો ઉપયોગ કર્યો હતો. આ રીતે રસિકભાઈ રાજકોટની જનતાને અનુરૂપ સ્વાદિષ્ટ શાકભાજી ઊગાડીને સ્વાદની પૂર્તિ કરી રહ્યાં છે.
રસિકભાઇએ આ પ્રયોગને સૌપ્રથમ વખત રાજકોટ શહેરની મધ્યમાં યુનિવર્સિટી રોડ પર શરૂ કર્યો છે. રસિકભાઈનું માનવું છે કે જેમ મનુષ્યના શરીરમાં સેલ રહેલા છે તે જ રીતે શાકભાજીમાં પણ સેલ હોય છે. મ્યુઝિક થેરપીની અસર પ્લાન્ટના સેલ પર જોવા મળી રહી છે. મ્યુઝિક થેરપીથી છોડની ઈમ્યુનિટી વધે છે. રસિકભાઈએ મ્યુઝિક થેરાપી માટે તેમના મિત્ર મ્યુઝિક એક્સપર્ટ પિયુષ રાજ્યગુરુનો સંપર્ક કર્યો હતો અને તેમના પ્લાન્ટને સપ્તાહમાં ત્રણથી પાંચ દિવસ સુધી તિબેટીયન મ્યુઝિક થેરાપી આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં ખૂબ સારી અસર જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ અંગે રસિકભાઈ જણાવ્યું હતું કે, સવારે યજ્ઞ કરવામાં આવે છે. જેથી વાતાવરણ શુદ્ધ બને છે અને શાકભાજીને પૂરેપૂરો ઓક્સિજન મળે છે. યંત્ર દ્વારા ધ્વની ઉત્પન્ન કરવામાં આવે છે. જેનાથી છોડને ફાયદો થાય છે અને ઈમ્યુનિટી વધે છે. અમે 9થી 21 પ્રકારના શાકભાજી ઊગાડીએ છીએ. યજ્ઞ અને યંત્ર દ્વારા છોડ પર મોટી અસર થાય છે. છોડ પર ઘણાં પ્રકારના રોગો હોવા છતાં કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. મ્યુઝિક થેરપી આખો દિવસ આપીએ છીએ. મ્યુઝિકમાં અલગ અલગ મંત્ર હોય છે. અઢી કલાક યજ્ઞ કરીએ છીએ." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 12 વર્ષથી પૌષ્ટિક શાકભાજીનું ઉત્પાદન કરીએ છીએ. દવા કે ખાતર વગર તૈયાર થતાં શાકભાજીનું રાહત દરે વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 12 વર્ષથી રસિકભાઈ દ્વારા દવાના ઉપયોગ કર્યા વગર પૌષ્ટિક શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. દવા અને કેમિકલના ઉપયોગથી જમીન અને શાકભાજીને થતું નુકસાન તો થાય જ છે પરંતુ તેની સાથે સાથે લોકોના શરીરને પણ અલગ-અલગ રોગ થતાં હોય છે. આ બધુ જોઈને તેમને પૌષ્ટિક શાકભાજીના વાવેતર કરવાનો વિચાર આવ્યો હતો અને આજે તેમાં સફળતા પણ મળી છે.