રાજકોટ : ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી અઢી લાખની ખંડણી માગવી પડી ભારે, ચાર મહિલા સહિત છ ઝડપાયા 

રાજકોટ : ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી અઢી લાખની ખંડણી માગવી પડી ભારે, ચાર મહિલા સહિત છ ઝડપાયા 
આરોપીઓની તસવીર

એક સ્ત્રી છેલ્લા દસેક દિવસથી એનકેન પ્રકારે અવારનવાર ફોન કરીને અંગત કામ હોય ફ્રેન્ડશીપ કરવી છે એમ કહી મળવા બોલાવતી હતી.

  • Share this:
રાજકોટઃ રાજકોટ આજીડેમ પોલીસ (Rajkot Aajidam police) દ્વારા ફરી એક વખત હનીટ્રેપના (honey trap) કિસ્સામાં છ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. નેકનામના ખેડૂત સાથે નવ દિવસ વાતો કર્યા બાદ હનીટ્રેપમાં ફસાવતી ટોળકીએ ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા અઢી લાખની ખંડણીની માગણી કરવામાં આવી હોવાનું પોલીસ (police) તપાસમાં ખુલવા પામ્યું છે.

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં વધુ એક વખત હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. મોરબી જિલ્લાના ટંકારા ના નેકનામ ગામમાં રહેતા વ્યવસાયે ખેતી કામ કરી ગુજરાન ચલાવતા નીતિનભાઈ દેત્રોજા ની ફરિયાદ પરથી રાજકોટ શહેરના ચુનારાવાડ ની જાનકી કુંભાર, ઉર્વેશ ગજેરા, જીલુબેન, ગીતાબેન ગોસ્વામી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.સમગ્ર મામલે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે ચાવડાએ જણાવ્યું હતું કે, નીતિનભાઈ દેત્રોજા નામની વ્યક્તિએ આજીડેમ પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે, એક સ્ત્રી છેલ્લા દસેક દિવસથી એનકેન પ્રકારે અવારનવાર ફોન કરીને અંગત કામ હોય ફ્રેન્ડશીપ કરવી છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

આ પણ વાંચોઃ-દિલ્હીની 'ડ્રગ ક્વીન'નો આવ્યો ભયંકર અંજામ, ચોથા પતિએ ગોળીઓથી વીંધી નાંખી

એમ કહી મળવા બોલાવતી હતી. જેથી નીતિનભાઈ દેત્રોજા 28 એપ્રિલના રોજ રાજકોટ આવતા હોય આરોપીઓએ તેમણે સૌપ્રથમ રતનપર ગામ પાસે આવેલા રામ મંદિર પાસે મળવા બોલાવ્યા હતા. ત્યારબાદ નીતિનભાઈ દેત્રોજા ને જાનકી તરીકે ઓળખ આપનાર સ્ત્રી હડાળા ગામના પાટિયા નજીક એક રૂમ ખાતે લઇ ગઇ હતી. ત્યાં જોતજોતામાં અન્ય આરોપીઓ આવી ગયા હતા. જે લોકોએ ફરિયાદીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ ફરિયાદી નીતિનભાઈ દેત્રોજા ને કહ્યું હતું કે તમે આ બહેન સાથે ખરાબ કામ કરવા આવ્યા છો જેથી તમને પોલીસ સ્ટેશને લઈ જવાના છે.

ત્યારબાદ નીતિનભાઈ દેત્રોજા ને ધમકાવી પોલીસ કેસમાં ફીટ કરી દેવા છે તેમ કહી નીતિનભાઈ દેત્રોજા ને મોટર સાયકલ માં બેસાડી તેમને રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલ માંડાડુંગરની ગોળાઈ પર આવેલા મોગલમાંના મઢ પાસે લઈ ગયા હતા. ત્યાં અન્ય સ્ત્રી હાજર હોય એમ બધા ત્યાં મંદિરની બાજુમાં આવેલા રૂમમાં નીતિનભાઈ દેત્રોજા અને ગેરકાયદેસર રીતે ગોંધી તેમનો ફોન આધાર કાર્ડ બળજબરીપૂર્વક પડાવી લે રૂપિયા અઢી લાખની ખંડણીની માગણી કરી હતી. આરોપીઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે જેવો તેવો રૂપિયા આજે જ નહીં આપે તો પોલીસ સ્ટેશન ખાતે જઇ તેમના વિરુદ્ધ બળાત્કારની ખોટી ફરિયાદ કરી તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

નીતિનભાઈ દેત્રોજા એ આરોપીઓને થોડો સમય આપવાનું કહેતા આરોપીઓએ નીતિનભાઈ દેત્રોજ અને ડરાવી-ધમકાવી રૂપિયાની વ્યવસ્થા કરવા માટે મોકલેલ અને ત્યારબાદ તેઓ સીધા આજીડેમ પોલીસ સ્ટેશને પહોંચી જતા. પીએસઆઇ એમ એમ ઝાલા અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી જઈ તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા.ત્યારબાદ સમગ્ર મામલે આજીડેમ પોલીસ મથક ખાતે તમામ આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 387, 120(b), 419, 342, 323, 504, 114 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીના ગુનાહિત ઇતિહાસ ની વાત કરવામાં આવે તો, ઉર્વેશ રમેશભાઈ ગજેરા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં બે જેટલા ગુના દાખલ થઇ ચુક્યા છે જે ગુનામાં તેમજ દુષ્કર્મનો ગુનો દાખલ થઇ ચૂક્યો છે. જ્યારે કે ગીતાબેન ગોસ્વામી વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થઈ ચૂક્યો છે. જ્યારે કે જીલુબેન વિરુદ્ધ પ્રોહીબીશન ની કલમ હેઠળ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ચૂક્યો છે.
Published by:ankit patel
First published:April 29, 2021, 18:18 pm

ટૉપ ન્યૂઝ