Home /News /kutchh-saurastra /

રાજકોટ: એક વર્ષની દીકરી નવ્યાની માનતા ઉતારવા પરિવાર જતો હતો ચોટીલા, અકસ્માતમાં માસૂમ અને કાકાનું નિધન

રાજકોટ: એક વર્ષની દીકરી નવ્યાની માનતા ઉતારવા પરિવાર જતો હતો ચોટીલા, અકસ્માતમાં માસૂમ અને કાકાનું નિધન

મૃતક યુવક અને એક વર્ષની માસૂમ.

પોલીસની પૂછપરછમાં મૃતક નવ્યાના પિતાએ જણાવ્યું હતું કે, "મારે સંતાનમાં એક જ દીકરી હતી. આ દીકરીની માનતા પૂરી કરવા માટે પરિવારના સભ્યો ચોટીલા ચામુંડ માતાને ત્યાં જતા હતા." 

રાજકોટ: રાજકોટની ભાગોળે અકસ્માતનાં બે જેટલા બનાવો સામે આવ્યા છે. બંને અકસ્માતમાં એક વર્ષની માસૂમ દીકરી સહિત ત્રણ જેટલી વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટની રાવકી નદી (Ravki river)માં કાર તણાતા નિવૃત્ત બેંક કર્મચારી (Retired bank employee)નું મોત નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે. જે બનાવમાં બે જેટલી મહિલાઓને બચાવી લેવામાં આવી છે. બીજી તરફ રાજકોટ અમદાવાદ હાઇવે પર હિટ એન્ડ રન (Hit and run)ની વધુ એક ઘટના સામે આવી છે. હિટ એન્ડ રનની ઘટનામાં દીકરીની માનતા પૂરી કરવા જતાં રાજકોટના મિયાત્રા પરિવાર (Rajkot Miyatra family) પર જાણે તે દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.

મળતી માહિતી મુજબ મંગળવારના રોજ રાજકોટ શહેરના આજી ડેમ સર્કલ (Aji dam circle) નજીક મહેતા યાત્રા પરિવારના ચાર જેટલા સભ્યો સાંજના છ વાગ્યા આસપાસ પગપાળા ચોટીલા (Chotila) જવા નીકળ્યા હતા. રાત્રે અંદાજિત 1:30 વાગ્યા આસપાસ રાજકોટ-અમદાવાદ હાઇવે (Rajkot-Ahmedabad highway) પર આવેલા કુચીયાદળ ગામની નજીક અજાણ્યા વાહન ચાલકે મિયાત્રા પરિવારના સભ્યોને ટક્કર મારતા એક વર્ષની માસૂમ દીકરી નવ્યા (Navya Miyatra) અને તેના કાકા રવિભાઈ મિયાત્રા (Ravi Miyatra)નું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટ: નદીમાં કાર તણાતા ગામ લોકોએ દિલધડક રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરી બે મહિલાને બચાવી લીધી, લાઇવ દ્રશ્યો કેદ થયા 

નવ્યાના માતા-પિતાને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલાની જાણ થતા પોલીસ કાફલો પણ સિવિલ હૉસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

પોલીસની પૂછપરછમાં મૃતક નવ્યાના પિતાએ જણાવ્યું હતું કે, "મારે સંતાનમાં એક જ દીકરી હતી. આ દીકરીની માનતા પૂરી કરવા માટે પરિવારના સભ્યો ચોટીલા ચામુંડ માતાને ત્યાં જતા હતા."

આ પણ વાંચો: ફક્ત 15 હજારના રોકાણ સાથે શરૂ કરો બિઝનેસ, થશે મોટી કમાણી- જાણો વિગત

સિવિલ હૉસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં દીકરીની માતાને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી છે, જ્યારે તેના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. હાલ દીકરીના પિતાની તબિયત સ્વસ્થ હોવાનું પણ જાણવા મળ્યું રહ્યું છે. પરંતુ ઘરની લાડલી દુનિયા છોડી જતા મિયાત્રા પરિવારમાં હાલ ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.


આ પણ વાંચો: કાળજુ કંપી જાય તેવો અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં ત્રણનાં મોત, એકનું માથું જ ધડથી અલગ થઈ ગયું


પરિવારમાં એક વર્ષ પહેલા દીકીરનો જન્મ થયો હતો. દીકરી મોટી થઈ ગઈ હોવાથી પરિવાર માતા ચામુંડાની માનતા ઉતારવા ચોટીલા ખાતે પગપાળા જઈ રહ્યો હતો. પરંતુ મિયાત્રા પરિવારને એવી જાણ ન્હોતી કે તેઓની માનતા ક્યારે પૂરી નહીં થાય!
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Chotila, અકસ્માત, ગુનો, પોલીસ, રાજકોટ, હિટ એન્ડ રન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन