રાજકોટ : તોડ કરવા ગયેલા નકલી પત્રકારો ઝડપાયા, સ્પા સંચાલકને ડરાવવા માટે કર્યું હતું facebook Live

રાજકોટ : તોડ કરવા ગયેલા નકલી પત્રકારો ઝડપાયા, સ્પા સંચાલકને ડરાવવા માટે કર્યું હતું facebook Live
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન

થોડા સમય બાદ પોતાનો કેમેરો બંધ કરી મને કહ્યું હતું કે આ બધું પતાવું હોય તો દોઢ લાખ રૂપિયા થશે. ત્યારે મેં કહ્યું હતું કે મારી પાસે આટલી રકમ નથી. પરંતુ હું તમને પચાસ ટકા રકમ આપી શકું તેમ છું.

  • Share this:
રાજકોટ: શહેરમાં નકલી પત્રકાર બનીને તોડ કરવા નીકળેલા પાંચ જેટલા આરોપીઓની ગાંધીગ્રામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ સ્પા કરાવ્યા બાદ સ્પામાં ચેઇન ચોરી થયાનો આક્ષેપ લગાવવી રૂપિયા દોઢ લાખની માગણી કરી હતી.

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મીડિયા જગતમાં કેટલાક તોડબાજ પત્રકારો તો કેટલાક નકલી પત્રકારો ની હારમાળા જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા અરીવા વેલનેસ સ્પા એન્ડ હેલ્થ કેરમાં જયરાજ તેમજ રવિ નામના વ્યક્તિ સ્પા કરાવવા માટે ગયા હતા. સ્પાના સંચાલક દ્વારા જયરાજને રૂમ નંબર 1માં જ્યારે કે રવિને રૂમ નંબર 5માં સ્પા કરાવવા માટે મોકલ્યો હતો. ગાંધીગ્રામ પોલીસ ને આપેલ ફરિયાદ મુજબ સંચાલક સંજયભાઈ ટીકારામ ભાઈ સોની નામના વ્યકિતએ જણાવ્યું હતું કે, રૂમ નંબર 1માં સ્પા માટે સોનલ ને મોકલી હતી. જ્યારે કે રૂમ નંબર 5માં સ્પા માટે પ્રિયા ને મોકલી આપી હતી.સ્પા પૂર્ણ થયા બાદ બને યુવાનો કાઉન્ટર પર આવ્યા હતા. ત્યાર બાદ જયરાજે મને આવીને કહ્યું હતું કે, હું સ્પા કરાવતો હતો તે સમયે મારો ચેઈન ચોરી થઈ ગયેલ છે. જે બાબતે હું મારા હાઉસ સ્કિપર સાથે તેને લઈ રૂમમાં પણ ગયો હતો. પરંતુ કોઈ પણ પ્રકાર નો ચેઈન મળેલ ન હતો. ત્યાર બાદ રવિ અને જયરાજ અમારા સ્પા માંથી જતા રહ્યા હતાં. ત્યાર બાદ તેઓ કેટલાક મીડિયા ના માણસો સાથે અમારા સ્પામાં પરત આવ્યા હતા. ત્યાર બાદ તેઓએ વિડીયો શૂટ પણ કર્યું હતું. તેમજ અમોને કહ્યું હતું કે, તમારું સ્પા લીગલ ચાલે છે કે ઈ લીગલ. તેમજ તમારી પાસે સ્પા ચલાવવા માટેના પૂરતા પ્રમાણમાં કાગળિયા છે કે કેમ?

આ પણ વાંચોઃ-OMG! રૂ.163 એક કિલો ઘોંઘા ખરીદી લાવી ગરીબ મહિલા, રાતો રાત બની ગઈ કરોડપતિ, જાણો શું છે આખી કહાની

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

ત્યારબાદ તેઓએ થોડા સમય બાદ પોતાનો કેમેરો બંધ કરી મને કહ્યું હતું કે આ બધું પતાવું હોય તો દોઢ લાખ રૂપિયા થશે. ત્યારે મેં કહ્યું હતું કે મારી પાસે આટલી રકમ નથી. પરંતુ હું તમને પચાસ ટકા રકમ આપી શકું તેમ છું. પરંતુ તેના માટે તમારે મને દસ દિવસનો સમય આપવો પડશે. ત્યારે આ કામના આરોપીઓ એ મને કહ્યું હતું કે રકમ તો તમારે અત્યારે જ આપવી પડશે નહીં તો અમે તમારા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરશે અને તમને ખોટા કેસમાં ફીટ કરી દેશું. આ સમયગાળા દરમિયાન મારા હાઉસસ્કીપિંગના માણસે ગાંધીગ્રામ પોલીસમાં ફોન કર્યો હતો. ત્યારે સમયસર ગાંધીગ્રામ પોલીસ આવી જતા તમામ આરોપીઓ રંગેહાથે ઝડપાયા હતા.

આ પણ વાંચોઃ-ભાવનગરઃ રૂ.5,000ની ઉઘરાણી મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, સારવારમાં મોત, માથાભારે લાલો અને ભઈલો કાઠી સામે હત્યાનો ગુનો દાખલ

આ પણ વાંચોઃ-સુરતઃ કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર

સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ડીસીપી કક્ષાના અધિકારી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મિડિયાનું કામ સમાજને અરીસો બતાવવાનું છે પરંતુ કેટલાક તત્વો મીડિયા ના નામે તોડ કરતા હોવાની રાવ મળી રહી છે. ત્યારે એન. એન. ન્યુઝ ના પ્રતિનિધિ તરીકે પોતાની ઓળખ આપનારા આરોપીઓને ગાંધીગ્રામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ ખુમાનસિંહ વાળા અને તેની ટીમ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

આરોપીઓનો હાલ RTPCR ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. આરોપીઓનો ટેસ્ટ નેગીટીવ આવતા તેમની ધરપકડ કરવામાં આવશે. તેમજ આરોપીઓની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે. આરોપીઓની પૂછપરછમાં તેઓએ અગાઉ કેટલી કેટલી જગ્યાએ લોકો પાસેથી બળજબરીપૂર્વક નાણાં પડાવ્યા છે તે અંગેની તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.ત્યારે લોકોને પણ અપીલ છે કે આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ મીડિયાના નામે કે અન્ય સંસ્થાના નામે જો આપ પાસેથી બળજબરી પૂર્વક નાણાં પડાવવાની કોશિશ કરે તો આપ તાત્કાલિક અસર થી રાજકોટ પોલીસ નો સંપર્ક સાધો.
Published by:ankit patel
First published:April 05, 2021, 22:48 pm

ટૉપ ન્યૂઝ