રાજકોટના માસ્ક ઉત્પાદકોની રજૂઆત, 'નિકાસની છૂટ નહીં આપો તો યુનિટ બંધ કરવા પડશે'

રાજકોટના માસ્ક ઉત્પાદકોની રજૂઆત, 'નિકાસની છૂટ નહીં આપો તો યુનિટ બંધ કરવા પડશે'
ફાઇલ તસવીર

ભારતમાંથી માસ્કના નિકાસ પર પ્રતિબંધ હોવાથી તેનો આડકતરો ફાયદો ચીનને થઈ રહ્યો હોવાનો નિકાસકારોનો દાવો.

  • Share this:
રાજકોટ : આજરોજ માસ બનાવનાર ઉત્પાદકો (Rajkot Mask Manufacturers) તેમજ માસ્કની નિકાસ કરનારાઓએ સાંસદ મોહન કુંડારિયા (MP Mohan Kundariya)ની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ તમામ લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર પ્રમાણે હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર (Saurashtra)માં માસ્કનું મોટાપાયે ઉત્પાદન થઈ રહ્યું છે. હવે સરકાર વહેલામાં વહેલી તકે માસ્કની નિકાસ પર જે પ્રતિબંધ (Face Mask Export Ban) લાગ્યો છે તે હટાવે. જો સરકાર દ્વારા પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં માસ્કનું ઉત્પાદન કરનાર લોકોએ પોતાના યુનિટો બંધ કરવાની ફરજ પડશે.

આવેદનપત્ર પ્રમાણે ઉત્પાદનકર્તાઓ 1 યુવિટ પાછળ એક કરોડથી લઇ ચાર કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરતા હોય છે. અત્યારે હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પુષ્કળ પ્રમાણમાં માસ્ક બની ચૂક્યા હોવાથી સરકાર દ્વારા માસ્કના નિકાસની છૂટ આપવામાં આવે.ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં માસ્કના નિકાસ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે માત્ર રાજકોટમાં જ માસ્કનું ઉત્પાદન કરનાર 30 થી 40 જેટલા ઉત્પાદકો છે. જેઓ હાલ એક યુનિટ દીઠ એવરેજ રોજના 1 લાખ જેટલા માસ્ક બનાવે છે. કોવિડ 19ની સમસ્યા સામે આવતા આ તમામ ઉત્પાદન યુનિટ શરૂ થયા છે.

વીડિયોમાં જુઓ : મોરબીમાં ભાજપની જીતનો સાંસદનો દાવો

નિકાસ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે જો સરકાર દ્વારા માસ્કના નિકાસની છૂટ આપવામાં આવે તો પ્રતિ મહિને ભારતમાંથી 100 કરોડ રૂપિયાના માસ્કની નિકાસ થઈ શકે તેમ છે. હાલ સરકાર દ્વારા નિકાસ મામલે પ્રતિબંધ છે ત્યારે જુદા જુદા દેશોએ માસ્ક ચાઇનાથી આયાત કરવા પડી રહ્યા છે. આમ ભારત સરકાર દ્વારા જે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેનાથી ક્યાંકને ક્યાંક ચીનને ફાયદો થઈ રહ્યો હોવાનું નિકાસકારો જણાવી રહ્યા છે. બીજી તરફ સાંસદ મોહન કુંડારિયાઆ મામલે કેન્દ્ર સરકારને રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
First published:July 01, 2020, 13:03 pm

टॉप स्टोरीज