રાજકોટઃ એન્જિનિયરને છરીના ઘા મારી લૂંટી લેવાયો, 24 કલાકમાં ચોરી, ચિલ ઝડપ અને લૂંટની ચાર ચાર ઘટનાઓ

રાજકોટઃ એન્જિનિયરને છરીના ઘા મારી લૂંટી લેવાયો,  24 કલાકમાં ચોરી, ચિલ ઝડપ અને લૂંટની ચાર ચાર ઘટનાઓ
ઘાયલ યુવકની તસવીર

ગોંડલ ચોકડીની આગળ નાલા પાસે ચાર જેટલા શખ્સોએ શરીરનો કાચી મોબાઇલ ફોન તેમજ રોકડ ભરેલા પાકીટની લૂંટ ચલાવી હતી.

  • Share this:
રાજકોટઃ શહેરમાં ચોરીના ત્રણ (theft)બનાવો બન્યા બાદ વધુ એક લૂંટની (loots) ઘટના સામે આવી છે. દિલીપભાઈ જગદીશભાઈ મોડાસીયા નામનો વ્યક્તિ નોકરી (job) પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારે રેલવેના પાટા (railway track) ઓળંગતી વખતે ચારથી પાંચ જેટલા શખ્સોએ તેને છરીનો ઘા મારી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક અસરથી સારવાર માટે સિવિલ હોસ્પિટલે (civil hosptial) ખસેડવામાં આવ્યો છે.

ત્યારે ભોગ બનનાર વ્યક્તિના મોટાભાઈ અશ્વિનભાઈ મોડાસાએ જણાવ્યું હતું કે, મારો ભાઈ મોરબી માં આવેલી એ ટુ ઝેડ એન્જિનીયરિંગ કંપનીમાં કામ કરે છે. કામકાજ માટે તેને રોજ રાજકોટ થી મોરબી જવા અપડાઉન કરવું પડે છે. ગઈ કાલે સાંજના આઠ વાગ્યે બસમાં બેસી મોરબી થી પરત ફરી રહ્યો હતો.આ સમયે ગોંડલ ચોકડીની આગળ નાલા પાસે ચાર જેટલા શખ્સોએ શરીરનો કાચી મોબાઇલ ફોન તેમજ રોકડ ભરેલા પાકીટની લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ વી. જે ચાવડા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વો: પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પ્રેમીએ છરી વડે કરી પતિની હત્યા

ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ રાજકોટ શહેરમાં જુદી-જુદી ત્રણ જગ્યાએ ચોરી તેમજ ચીલ ઝડપના બનાવ સામે આવ્યા હતા. ત્રણેય ઘટના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ત્રણેય ઘટના સીસીટીવીમાં કેદ થતા સીસીટીવીના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

ત્રણેય ઘટના અંગે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. જોકે હજુ સુધી એક પણ ગુનામાં જાણવા મળ્યા મુજબ પોલીસ આરોપીઓ સુધી નથી પહોંચી શકી. એક પણ ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ નથી બતાવી.ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક લૂંટનો બનાવ બનતા શહેર પોલીસની કામગીરી અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ પોલીસ દ્વારા દારૂ-જુગાર ના કેસ સતત કરવામાં આવી રહ્યા છે. એનડીપીએસ ના કેસ પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ બીજી તરફ ચોરી તેમજ લૂંટના કેસ ઉપર અંકુશ આવે તે પણ જરૂરી છે.
Published by:ankit patel
First published:March 25, 2021, 22:07 pm

ટૉપ ન્યૂઝ