રાજકોટ: કુવાડવા પાસે બ્રિજ પરથી ટેમ્પો નીચે ખાબક્યો, 4ના મોત, 13 ઘાયલ

News18 Gujarati
Updated: June 10, 2018, 7:20 PM IST
રાજકોટ: કુવાડવા પાસે બ્રિજ પરથી ટેમ્પો નીચે ખાબક્યો, 4ના મોત, 13 ઘાયલ

  • Share this:
રાજ્યમાં રોજ બરોજ રોડ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં કેટલાએ લોકોના મોત નિપજે છે. આવી જ વધુ એક ઘટના રાજકોટ પાસેના કુવાડવા ગામ પાસેથી સામે આવી છે. જેમાં એક ટેમ્પો બ્રિજ પરથી નીચે ખાબક્યો છે. જેમાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે. 13ને ગંભીર ઈજા પહોંચી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ પાસે આવેલ કુવાડવા રોડ પર આવેલ રામપર બેટીના બ્રિજ પરથી ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, તે સમયે ડ્રાઈવરે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો બ્રિજ પરથી નીચે ખાબક્યો છે. આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે 13 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને બે લોકોની શોધખોળ હજુ ચાલુ છે.

આ અકસ્માતમાં ભોગ બનનાર લોકો ઉત્તર ગુજરાતના પાટણના રહેવાસી હોવાની માહિતી મળી રહી છે, આ લોકો ચોટીલા દર્શન કરવા જઈ રહ્યા હતા, તે સમયે આ અકસ્માતની ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. ટેમ્પામાં લગભગ 19 લોકો સવાર હતા. 13 ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ફોટોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ટેમ્પો બ્રિજ પરથી નીચેથી ખાબક્યો છે. ઈજાગ્રસ્ત લોકો દર્દથી ચીસો પાડી રહ્યા છે. રાહદારીઓ અને પોલીસની ટીમ ઈજાગ્રસ્તોને બહાર કાઢી બચાવ કામગીરી કરતા જોવા મળી રહ્યા છે.

આ અકસ્માત બાદ 108ની ચાર એમ્બ્યુલન્સ ગટના સ્થળ પર આવી ચુકી હતી, અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ ચે, અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે મુદ્દે માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, હજુ માર્ચ મહિનામાં જ આવી એક ઘટના બની હતી, જેમાં એક ટ્રક બ્રિજ પરથી ખાબકી હતી, મહત્વવી વાત એ છે કે આ ઘટના પણ રાજકોટ - ભાવનગર રોડ પર બની હતી. જેમાં ભાવનગર-રાજકોટ હાઈ-વે પર રંઘોળા નજીક જાન લઈને જતો ટ્રક બ્રિજ પરથી નીચે ખાબકતાં 32 લોકોના મોત થતાં કમકમાટી મચી ગઈ હતી. ત્યારબાદ મે મહિનામાં પણ ભાવનગર નજીક એક સિમેન્ટ બરેલી ટ્રકે પલટી મારી હતી, જેમાં 19 લોકોના મોત નિપજ્યા હતા.
First published: June 10, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading