Home /News /kutchh-saurastra /રાજકોટ: આઠ વર્ષનો પુત્ર જમવા ન બેસતા પિતાએ લાકડીથી માર માર્યો, મોત નીપજતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું

રાજકોટ: આઠ વર્ષનો પુત્ર જમવા ન બેસતા પિતાએ લાકડીથી માર માર્યો, મોત નીપજતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ પિતા સામે કાર્યવાહી કરશે.

Rajkot news: ગઈકાલે જમવા માટે બોલાવવા છતાં તે જમવા આવ્યો ન હતો અને તોફાન કરતો હતો. જેથી મેં લાકડીના પાંચથી છ ફટકા માર્યા હતા: પિતા

રાજકોટ: રાજકોટ શહેર (Rajkot city)માં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં આઠ વર્ષના સૌરભ (Saurabh) નામના બાળકને તેના પિતાએ લાકડીથી ફટકારતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (Forensic postmortem) કરાવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા ત્યારબાદ બાળકના મૃત્યુ અંગેનું સાચું કારણ જાણી શકાશે. બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાળકનો પિતા સિદ્ધરાજ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. ગઇકાલના રોજ સિદ્ધરાજે તેના પુત્રને જ નહીં પરંતુ તેની પત્નીને પણ માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ નંદનવન સોસાયટીમાં નેપાળી તરીકે ફરજ બજાવતાં સિદ્ધરાજ નેપાળીના પુત્ર સૌરભને સારવાર અર્થે સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ સૌરભને ફરજ પર હાજર રહેલા તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: પોલીસ કોન્સ્ટેબલે પાલડી પોલીસ સ્ટેશનમાં જ લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સૌરભ રમતાં રમતાં પડી જતા માથાને શરીરના ભાગે ઇજાઓ થતાં બેભાન થઈ ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું. જે બાબતની એન્ટ્રી હોસ્પિટલ ચોકીના હેડ કોન્સ્ટેબલ રણછોડભાઈ સાંબડે તાલુકા પોલીસમાં નોંધાવી હતી. સમગ્ર બનાવની જાણ તાલુકા પોલીસને થતા પી.એસ.આઈ મોરવાડિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: Income Tax Returns: તમારી આવક ટેક્સેબલ ન હોવા છતાં ફાઇલ કરો ઈન્કમ ટેક્સ રિટર્ન, થશે આ 6 ફાયદા

પંચનામા દરમિયાન પોલીસે બાળક સૌરભના મૃતદેહનું નિરીક્ષણ કરતાં તેના શરીર પર પડખાના ભાગે, સાથળ પાસે તેમજ ગોઠણના નીચેના ભાગે માર મારવામાં આવ્યો હોવાના નિશાનો જોવા મળ્યા હતા, જેથી પોલીસને શંકા ઉપજી હતી. જે બાદમાં તાલુકા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે. તાલુકા પોલીસે સૌરભના પિતા સિદ્ધરાજની પૂછપરછ કરતા તેણે પુત્ર રમતાં રમતાં પડી ગયો હોવાની વાત પકડી રાખી હતી. પરંતુ બાદમાં પોલીસને જણાવ્યું હતું કે, તેણે ગઈકાલે સાંજે પોતાના દીકરાને લાકડીથી ફટકાર્યો હતો.

આ પણ વાંચો: તમારે કેટલી રકમ અને કેવું વીમા કવચ લેવું જોઈએ? આ મેથડથી કરો નક્કી 

પોલીસ પૂછપરછમાં સિદ્ધરાજે જણાવ્યું હતું કે, "મારો દીકરો સૌરભ બહુ તોફાની છે. તે મારી વાત માનતો ન હતો. ગઈકાલે જમવા માટે બોલાવવા છતાં તે જમવા આવ્યો ન હતો અને તોફાન કરતો હતો. જેથી મેં લાકડીના પાંચથી છ ફટકા માર્યા હતા. ત્યારબાદ તે જમવા પણ બેસી ગયો હતો. જમી લીધા પછી ફરીથી તે તોફાને ચડતા હું તેની પાછળ લાકડી લઈને મારવા દોડી ગયો હતો. એ સમયે તે પડી જતા તેનું માથું ભટકાતા ઈજા પહોંચી હતી. ત્યારબાદ તે રાત્રે સૂઈ ગયો હતો. રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ તે ચીસો પાડવા લાગતા અને તેને આચકી ઉપડી હોવાનું લાગતા મે તેને ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા."
" isDesktop="true" id="1114510" >


આ પણ વાંચો: હોમ લોન લેવા માંગતા લોકો માટે ખાસ સમાચાર: આ બેંકો આપી રહી છે 7%થી ઓછા દરે હોમ લોન


સમગ્ર મામલે બાળકનું કયા કારણોસર મોત નીપજ્યું છે તે જાણવા માટે પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Father, Rajkot police, ગુનો, પુત્ર, પોલીસ, રાજકોટ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन