Home /News /kutchh-saurastra /

રાજકોટઃ 'મારા જેઠે અસભ્ય વર્તન કર્યું', આડા સંબંધની શંકા રાખી, સગર્ભા પરિણીતાને ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મૂકી

રાજકોટઃ 'મારા જેઠે અસભ્ય વર્તન કર્યું', આડા સંબંધની શંકા રાખી, સગર્ભા પરિણીતાને ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મૂકી

પ્રતિકાત્મક તસવીર

મારા જેઠે અસભ્ય વર્તન કર્યું હતું. તારે બીજા કોઈ સાથે આડા સંબંધ છે એવી ખોટી શંકા કરી મારી ઉપર આરોપ નાખ્યા હતા. મારો લગ્ન સંસાર ન બગડે તે માટે હું મૂંગા મોઢે બધું જ સહન કરતી હતી.

રાજકોટ: શહેરમાં સગર્ભા હાલતમાં પરિણીતા (pregnant woman) પર શંકા કરી ત્રાસ ગુજારી તેને ઘરમાંથી કાઢી (domestice violence) મૂકવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા મારુતિ નગર હેડ ક્વાર્ટરમાં રહેતા પતિ સાસુ જેઠ જેઠાણી સામે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાઇ છે.  પ્રાપ્ત માહિતી અનુસાર જ્યોતિબેન પરેશભાઈ સોલંકી નામની પરિણીતાએ મારુતિ નગર પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા પતિ પરેશભાઈ વિનોદભાઈ સોલંકી, સાસુ સરલાબેન સોલંકી, જેઠ વિશાલ ભાઈ સોલંકી અને જેઠાણી મિતલબેન સોલંકી વિરુદ્ધ આઈપીસીની કલમ 498 (ક), 504, 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન એક વર્ષ પહેલા અમારી જ્ઞાતિના પરેશ સોલંકી સાથે થયા હતા. હાલમાં મારે ચાર મહિનાનો ગર્ભ છે. છેલ્લા એક મહિનાથી ગોકુલધામ આરએમસી કવાટરમાં હું મારા માવતર સાથે રહું છું.

લગ્ન બાદ હું મારા પતિ, સાસુ-સસરા જેઠ-જેઠાણી સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્ન બાદ પાંચેક મહિના સુધી મારો લગ્ન સંસાર ખૂબ જ સારી રીતે ચાલ્યો હતો. થોડા સમય બાદ મારા સસરાનું અવસાન થતાં મારા સાસુ એ મારા ઉપર માનસિક ટોર્ચર શરૂ કર્યું હતું. મારા સાસુ મને કહેતા હતા કે તું આખો દિવસ મોબાઈલ ફોનમાં વાત કર્યા કરે છે. તારે બીજા કોઈ સાથે આડા સંબંધ છે એવી ખોટી શંકા કરી મારી ઉપર આરોપ નાખ્યા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! ના બેડ મળ્યો ના એમ્બ્યુલન્સ, ચાલુ બાઈક ઉપર જ વકીલનું મોત, માતા-ભાઈનું આક્રંદ

સમગ્ર મામલે જ્યારે મારા પતિને વાત કરતી ત્યારે તેઓ પણ મારા સાસુનો સાથ આપતા હતા. અવારનવાર મારા સાસુ અને ઘરકામ બાબતે ટોર્ચર કરતા હતા. તો સાથે જ મારા પતિને પણ ખોટી ચઢવણી કરીને કહેતા હતા કે તારી પત્ની ને કહેજે કે એને એના માવતરે ફોન કરવો નહીં. સાસુના લીધે જેઠાણી પણ મને મેણા ટોણા મારતા હતા. તેઓ પણ કહેતા હતા કે તારે તારા માવતર એ વાત કરવાની શું જરૂર છે હું પણ મારા માવતરે વાત નથી કરતી.

આ પણ વાંચોઃ-માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

મારો લગ્ન સંસાર ન બગડે તે માટે હું મૂંગા મોઢે બધું જ સહન કરતી હતી. મને મારા પતિએ અને સાસુને ત્રણ-ચાર મહિના સુધી માવતરે પણ જવા નહોતી દીધી. 13 સામાન હોળીનો તહેવાર હોય જેના કારણે હું પંદર દિવસ માવતરે રોકાઈ હતી. આ સમયે પણ મારા પતિ ફોન મારી સાથે સરખી વાત કરતા નહોતા.Whatsapp માં મને મારા પતિએ કહ્યું હતું કે તું માવતરના ઘરે થી તારી રીતે આવતી રહેજે હું તને તેડવા નહીં આવું. હું પ્રેગ્નન્ટ હોવાના કારણે 1લી સાસરે જઈ શકું તેવી હાલત ન હોય જેના કારણે મારા પિતા મને સાસરે મૂકી ગયા હતા. આ સમયે સાસરે મુકવા આવેલા મારા પિતા સાથે મારા જેઠે અસભ્ય વર્તન કર્યું હતું.  મારા પિતા મને સાસરે મૂકીને જતા રહ્યા હતા ત્યારબાદ સાસુ એ મને કહ્યું હતું કે અમે તને તેડાવી નથી તો શા માટે તું અહીં આવી છો અત્યારે જ તું અમારા ઘરમાંથી નીકળી જા.
Published by:ankit patel
First published:

Tags: Domestice violence, ગુજરાત, ગુનો, રાજકોટ

આગામી સમાચાર