Home /News /kutchh-saurastra /

રાજકોટ : કોરોનાકાળમાં પણ સાસરીયાઓનો આતંક! સંક્રમિત મહિલાને ત્રણ દિવસ ભોજન ન આપ્યું

રાજકોટ : કોરોનાકાળમાં પણ સાસરીયાઓનો આતંક! સંક્રમિત મહિલાને ત્રણ દિવસ ભોજન ન આપ્યું

પ્રતિકાત્મક તસવીર

કોરોના પોઝિટિવ મહિલાએ ત્રણ દિવસ ફક્ત ગરમ પાણી પીને પસાર કર્યા, હેમખેમ જીવ બચ્યો પણ રાક્ષસી માનસિકતા વાળા લોકોનું હ્રદય ન પીગળ્યું

રાજકોટના કુવાડવામાં (Rajkot) કોરોના સંક્રમિત પરણિતાને (Corona Positive Woman) સાસરિયાઓએ ત્રણ દિવસ ભોજન ન આપતા ગરમ પાણી પીને કાઢ્યા હતા. કોરોના સંક્રમિત પત્નીને પતિએ કહ્યું હતું કે, મરી જા. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના કુવાડવા (Kuvadava Rajkot) ગામે કોરોના સંક્રમિત સુમિતા (નામ બદલાવેલ છે) નામની મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન માં ફોન કરીને જણાવ્યું હતું કે, તેને છેલ્લા ત્રણ દિવસથી જમવાનું આપવામાં આવ્યું નથી. પીડિતાનો ફોન મળતા જ 181 મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા સેજલબેન જોષી સહિતના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ પીડિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બાળક અને પતિ થોડો સમય સાસુ ના ઘરે જતા રહ્યા હતા.

પીડિતાને તેના ઘરના ઉપરના રૂમમાં quarantine કરવામાં આવી હતી. પીડિત અને ત્રણ ચાર દિવસ બે ટાઇમ જમવાનું આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ તેને જમવાનું આપવાનું બંધ કરી દેતા તે માત્ર ગરમ પાણી પીતી હતી.

આ પણ વાંચો : આ પણ વાંચો : મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદ

પેટમાં ખાલી ગરમ પાણી પીવાથી મહિલા ને પેટમાં પણ બળતું હતું. જેના કારણે તેને પતિને ફોન કરી જાણ કરી હતી. ત્યારે પતિએ ફોનમાં કહ્યું હતું કે મરીજા. સમગ્ર મામલે 181 ની ટીમ દ્વારા પીડિતાના પતિ નો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. 181 ની ટીમ દ્વારા તેના પતિનું પણ કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું કાઉન્સેલિંગ દરમિયાન પતિને પોતાની ભૂલ સમજાઈ હતી. ત્યારબાદ પતિ પોતાની પત્નીને સારવાર માટે સોમવારે લઈ ગયો હતો.

આ પણ વાંચો : મોરબી : પંચાસરના ગરાસિયા પ્રૌઢની હત્યાના કેસમાં તમામ છ આરોપીનો નિર્દોષ છુટકારો

જ્યાં બીજી વખત પત્ની નો રિપોર્ટ કરાવતાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે હાલ મહિલા ઘરમાં કવોરન્ટાઈન છે. તો સાથે જ 181 ની ટીમને પીડિતાના પતિ એ ખાતરી આપી છે કે તેઓ પોતાની પત્નીનું સારી રીતે ધ્યાન રાખશે પૂરતું જમવાનું આપશે તેમજ સારવાર માટે પણ તેનું ધ્યાન રાખવામાં આવશે.

આ પણ વાંચો :  સુરત : તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલી યુવતીને લોકોએ બચાવી, ઘટનાનો Live Video વાયરલ

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત દર્દીઓ સાથે તેમના જ પરિવારજનો યોગ્ય વ્યવહાર ન કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ નિપજતા તેમના પરિવારજનો ના ફોન સ્વીચ ઓફ આવતા મૃતદેહની અંતિમ વિધિ પણ અટકી પડી હોવાના બે જેટલા કિસ્સા માત્ર 17 દિવસના સમયગાળા દરમિયાન સામે આવી ચૂક્યા છે.
Published by:Jay Mishra
First published:

Tags: Breaking News, Corona positive woman kept hungry for three days, Rajkot crime news, Rajkot domestic violence case, Rajkot News, ગુજરાતી ન્યૂઝ

આગામી સમાચાર