રાજકોટઃ11 જિલ્લાના 4 હજાર દિવ્યાંગોએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો,લિમ્કા બુકમાં રેકોર્ડ

VINOD LEUVA | Pradesh18
Updated: January 15, 2017, 3:17 PM IST
રાજકોટઃ11 જિલ્લાના 4 હજાર દિવ્યાંગોએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો,લિમ્કા બુકમાં રેકોર્ડ
રાજકોટઃરાજકોટમાં આજે દિવ્યાંગો માટે એક ખાસ પ્રકારનો પતંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનુ સંપુર્ણ આયોજન પ્રયાસ સંસ્થા અને પોલિસ સહાય સેતુ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા હતા. તો આ તક્કે દિવયાંગ માતા પિતા અને તેમના બાળકોએ એક કરુણતા દર્શાવતો ડાન્સ રજુ કર્યો હતો. જે જોઈને સૌ કોઈ રડવા મંડ્યા હતા. ખુદ મુખ્યપ્રધાન પણ આ પ્રકારનો ડાન્સ જોઈ ભાવવિભોર થઈ ગયા હતા.
VINOD LEUVA | Pradesh18
Updated: January 15, 2017, 3:17 PM IST
રાજકોટઃરાજકોટમાં આજે રેસકોર્ષ મેદાન ખાતે દિવ્યાંગો માટે એક ખાસ પ્રકારનો પતંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનુ સંપુર્ણ આયોજન પ્રયાસ સંસ્થા અને પોલિસ સહાય સેતુ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા હતા. તો આ તક્કે દિવયાંગ માતા પિતા અને તેમના બાળકોએ એક કરુણતા દર્શાવતો ડાન્સ રજુ કર્યો હતો. જે જોઈને સૌ કોઈ રડવા મંડ્યા હતા. ખુદ મુખ્યપ્રધાન પણ આ પ્રકારનો ડાન્સ જોઈ ભાવવિભોર થઈ ગયા હતા.4 હજાર દિવ્યાંગોએ પતંગ ઉડાડતા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.

તુ કિતની અચ્છી હૈ, તુ કિતની પ્યાર હૈ, પ્યારી પ્યારી હૈ ઓ....મા ઓ.... મા. આ ગીત પર આજે ડાન્સ કર્યો હતો દિવયાંગ બાળકો અને તેમના માતા પિતાઓએ. આ પ્રકારનો ડાન્સ રાજકોટમાં આજ પહેલાં ક્યારેય કોઈએ જોયો નહી હોઈ. કારણકે આ ડાન્સમાં દિવ્યાંગોના મનની વાત તો તેમના માતા પીતાની કરુણ વ્યથા અને તેમના મનમા રહેલો દર્દ દર્શાવવામાં આવ્યો હતો.


વિજય રૂપાણીની હાજરીમાં જ પતંગોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગીત સંગતીના કાર્યક્રમમાં દિવ્યાંગો વ્હિલચેર પર ડાન્સ કર્યો હતો. તેમજ વ્હિલચેર પર બેઠા બેઠા જ દિવ્યાંગોએ પતંગો પણ ચગાવી હતી. તો કાર્યક્રમના પ્રારંભે એક હાથે ડ્રમ વગાડી એક દિવ્યાંગ યુવાને બધાને ખુશ કરી દીધા હતાં. 
First published: January 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर