Home /News /kutchh-saurastra /

રાજકોટ : જીલ્લા પંચાયતના પ્રમુખનાં બનેવીએ કરોડો રૂપિયાની લેતીદેતી મામલે ગટગટાવ્યું ફિનાઇલ

રાજકોટ : જીલ્લા પંચાયતના પ્રમુખનાં બનેવીએ કરોડો રૂપિયાની લેતીદેતી મામલે ગટગટાવ્યું ફિનાઇલ

Rajkot District Panchayat, Presient Son in Law scores crores of Rupees, Suicide Note, Rajkot Crime, Rajkot City, Rajkot News, News in Gujarati, Gujarati News, રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખનાં બનેવીએ કરોડો રૂપિયાની લેતીદેતી મામલે ગટગટાવ્યું ફિનાઇલ, બનેવીએ પૂર્વ મેયર સહિતનાં નામો લખ્યાં સ્યુસાઈડ નોટમાં, રાજકોટ સમાચાર, રાજકોટ જીલ્લા પંચાયત,

Rajkot District Panchayat, Presient Son in Law scores crores of Rupees, Suicide Note, Rajkot Crime, Rajkot City, Rajkot News, News in Gujarati, Gujarati News, રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખનાં બનેવીએ કરોડો રૂપિયાની લેતીદેતી મામલે ગટગટાવ્યું ફિનાઇલ, બનેવીએ પૂર્વ મેયર સહિતનાં નામો લખ્યાં સ્યુસાઈડ નોટમાં, રાજકોટ સમાચાર, રાજકોટ જીલ્લા પંચાયત,

વધુ જુઓ ...
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો (Rajkot City) કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ (Rajkot Jilla Panchayat) ભૂપત બોદરના બનેવીએ બે કરોડ રૂપીયાની લેતીદેતી મામલે ફિનાઇલ ગટગટાવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે જિલ્લા પંચાયતનાં પ્રમુખનાં બનેવી (Rajkot Crime) જે.ડી. ઠુમ્મરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટનાની જાણ પોલીસને થતાં સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે.



પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરનાં બનેવીએ ફિનાઈલ પી આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. તેમજ આત્મહત્યા પૂર્વે પોતે એક સુસાઈડ નોટ પણ લખી છે કે જેમાં કોની પાસેથી તેમને કેટલા રૂપિયા લેવાના નીકળે છે. સમગ્ર મામલે તેમની સુસાઇડ નોટમાં બેથી અઢી કરોડ રૂપિયાની લેતી દેતી હોવાનું તેમને જણાવ્યું છે. તો સાથે જ રાજકોટ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા સહિત દસથી બાર જેટલા લોકો તેમને રૂપિયા પરત ન આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

જે. ડી. ઠુમ્મરે આત્મહત્યા કરવાની કોશિશ કરી હોવાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક અસરથી કુવાડવા રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસ પણ તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી. તેમજ જયંતીભાઈ ઠુંમર નું નિવેદન લેવામાં પણ આવ્યું હતું. જયંતીભાઈ ઠુંમર સુસાઇડ નોટમાં લખ્યું છે કે વારંવાર રૂપિયા માંગવા છતાં મને મારા રૂપિયા પરત નથી મળી રહ્યા જેથી હું કંટાળી ગયો છું. મારો પરિવાર પણ ચિંતામાં મુકાઇ ગયો છે અને મિલકત વેચાઈ જવાની બીક લાગી રહી છે જેના કારણે અન્ય કોઈ રસ્તો ન મળવાથી હું આ પ્રકારનું પગલું ભરવા જઈ રહ્યો છું. પોલીસ કમિશનર તેમજ પોલીસ સ્ટાફને યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવા અપીલ કરી રહ્યો છું.

આ પણ વાંચો-ફરવા જવાનું પ્લાનિંગ હોય તો ઝડપથી ટિકિટ બુક કરવી લો, દિવાળી પહેલા જ ટ્રેનમાં લાંબુ વેઇટિંગ

ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જયંતીભાઈ ઠુંમર દ્વારા લગાવવામાં આક્ષેપોને ફગાવતા જણાવ્યું છે કે, જયંતીભાઇ દ્વારા લગાવવામાં આવેલ તમામ આક્ષેપો ખોટા છે. બે વર્ષ પૂર્વે પણ મારી ઉપર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. જે તે સમયે પણ મેં પોલીસ સમક્ષ મારું નિવેદન નોંધાવ્યું હતું. મારે કોઈ પણ પ્રકારની પૈસાની લેતી-દેતી જયંતી સાથે કરવાની રહેતી નથી. તેમ છતાં પોલીસ તપાસમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં હું પોલીસને મારા તરફથી સહકાર આપીશ.
Published by:Margi Pandya
First published:

Tags: Rajkot city, Rajkot Crime, Rajkot News

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन