રાજકોટ માટે રાહતના સમાચાર: કોરોનાથી રિકવરી રેટ 76% થયો, OPDમાં ઘટાડો

News18 Gujarati
Updated: September 21, 2020, 11:30 AM IST
રાજકોટ માટે રાહતના સમાચાર: કોરોનાથી રિકવરી રેટ 76% થયો, OPDમાં ઘટાડો
ફાઇલ તસવીર.

રાજકોટમાં ખાલી બેડની જાણકારી મેળવવા માટે પહેલા 85 જેટલા કોલ આવતા હતા, જ્યારે હવે 40 કોલ આવી રહ્યા છે.

  • Share this:
રાજકોટ: રાજકોટ જિલ્લા માટે આનંદના સમાચાર છે. તાજેતરની માહિતી પ્રમાણે રાજકોટમાં કોરોના દર્દીનો રિકવરી રેટ (Rajkot Corona Recovery Rate) વધીને 76 ટકા થયો છે. બીજી તરફ રાજ્ય સભાના સાંસદ અભય ભારદ્વાજ (RS MP Abhay Bhardwaj)ની તબિયતમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા (Rahul Gupta)ના નિવેદન પ્રમાણે રાજકોટમાં કોરોનાના ડિક્લાઇન રેશિયા (ઘટાડાની શરૂઆત)ની શરૂઆત થઈ ગઈ છે. બીજી તરફ રાજકોટમાં OPDમાં પણ ઘટાડો નોંધાયો છે.

આજ રોજ રાજકોટ નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ જણાવ્યું છે કે, રાજકોટમાં કોરોના દર્દીનો રિકવરી રેટ 76 ટકા થયો છે. બીજી તરફ કોરોના હેલ્પલાઇન 104માં આવતા કોલમાં પણ ઘટાડો થયો છે. 15 સપ્ટેમ્બરના રોજ 293 કોલ આવતા હતા, જે ઘટીને હવે 101 આસપાસ પહોંચ્યા છે. ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ 108માં પણ કોલમાં ઘટાડો નોંધાયો છે. 11મી સપ્ટેમ્બર રોજ 111 કોલ હતા જે હવે ઘટીને 70 પર પહોંચ્યા છે.

રાજકોટમાં ખાલી બેડની જાણકારી મેળવવા માટે પહેલા 85 જેટલા કોલ આવતા હતા, જ્યારે હવે 40 કોલ આવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં ગંભીર દર્દીઓ 40 હતા જે હવે ચાર થયા છે. આ ઉપરાંત રાજકોટમાં આજની તારીખે 1,088 ખાલી બેડ છે.

આ પણ વાંચો: મહિસાગર: કોરોનામાં જીવના જોખમે મુસાફરી, 100 મુસાફર ભરેલી ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી

અભય ભારદ્વારજની તબિયત સારી

ડૉક્ટર રાહુલ ગુપ્તાના કહેવા પ્રમાણે ECMO સારવાર બાદ રાજ્ય સભાના સાંસદ અભય ભારદ્વારજની તબિયત સારી છે. ઉલ્લેખનીય છે કે કોરોના બાદ સાંસદ અભય ભારદ્વાજની પણ રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. તેઓને શ્વાસ લેવામાં તકલિફ થતાં સુરત અને રાજકોટથી ડૉક્ટરોની ટીમ બોલાવવામાં આવી હતી. સુરતની ડૉક્ટરોની ટીમના માર્ગદર્શન હેઠળ હાલ તેમની ECMO સારવાર ચાલી છે. આ દરમિયાન તેમના ફેંફસામાં સંક્રમણ ઘટી રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે.

રાજકોટમાં 21 દર્દીમાં મોત

રાજકોટમાં રવિવાર બાદ સોમવારે પણ કોરોનાનાં 21 દર્દીનાં મોત થયા હતા. નોંધનીય છે કે આ પહેલા રાજકોટમાં કોરોનાથી 30-35 દર્દીનાં મોત થયા હતા. અહીં એ નોંધવું પણ જરૂરી છે કે સિવિલ હૉસ્પિટલ અને ખાનગી હૉસ્પિટલમાં થતાં મોતનો આખરી નિર્ણય ડેથ કમિટી તરફથી લેવામાં આવે છે. જેના પગલે સરકારી ચોપડે મોતની ટકાવારી ત્રણથી ચાર જ બતાવવામાં આવે છે.
Published by: Vinod Zankhaliya
First published: September 21, 2020, 11:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading