રાદડિયા Vs સખીયા : રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ સામસામે


Updated: July 9, 2020, 4:07 PM IST
રાદડિયા Vs સખીયા : રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ સામસામે
ડી.કે. સખીયા, જયેશ રાદડિયા.

મંત્રી જયેશ રાદડીયાએ શૈલેષ ગઢીયાને મેદાનમાં ઉતરતાં વિજય સખીયા રાદડિયા જૂથ સામે મેદાનમાં આવ્યા છે.

  • Share this:
રાજકોટ : રાજકોટ જિલ્લા બેંક (Rajkot District Bank Election)ની ચૂંટણીમાં આજે રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડિયા (Minister Jayesh Radadiya) સહિત તમામ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. જેમાં મોટાભાગની બેઠકો બિન હરીફ થવાની શક્યતા છે. પરંતુ રાજકોટ તાલુકાની બેઠકમાં ભાજપ (BJP)નાં જ અમુક આગેવાનો તરફથી બળવો કરવામાં આવ્યો છે. ભાજપના જ એક જૂથે વિજય સખીયાનું ફોર્મ ભર્યું છે.

આજે રાજ્ય સરકારના મંત્રી અને બેંકના વર્તમાન ચેરમેન જયેશ રાદડિયા સહિત ભાજપ-કૉંગ્રેસના આગેવાનોએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. આ સમયે ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યો સાંસદો અને સહકારી તથા ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ તાલુકાની બેઠકમાં ભારે ખેંચતાણ બાદ ભાજપના એક જૂથના આગેવાન વિજય સખીયાએ ફોર્મ ભર્યું હતું. આ મામલે મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, એક બેઠકની ચૂંટણીથી બેંકને કોઈ ફેર નહીં પડે. સમજાવટના અમારા પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો :  સુરતમાં 10 તારીખથી હીરા બજાર શરૂ થશે : નવી ગાઇડલાઇન જાહેર, આટલા નિયમો પાળવા પડશે

રાજકોટ તાલુકાની બેઠકમાં પહેલા જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે સખીયા અને વિજય સખીયાનું નામ ચર્ચામાં હતું. પરંતુ કોઇ કારણોસર મંત્રી જયેશ રાદડિયાએ શૈલેષ ગઢીયાને મેદાનમાં ઉતરતાં વિજય સખીયા રાદડિયા જૂથ સામે મેદાનમાં આવ્યા છે.

આ પણ વાંચો : ડિજિટલ 'યુદ્ધ' : 'મને ખબર નથી' સામે 'પાકી ખબર છે મને'નો ટ્રેન્ડ ચાલ્યો

આ સમયે તેમને જણાવ્યું હતું કે, મંત્રી જયેશ રાદડિયાએ પહેલા અમને તાલુકાની બેઠક માટે વચન આપ્યું હતું. પરંતુ કોઇ કારણોસર શૈલેષ ગઢીયાને મેદાનમાં ઉતારતાં મારે ના છૂટકે તેમની સામે ઉમેદવારી ભરવાની ફરજ પડી છે. સાથે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે સખીયા, સહકારી આગેવાન હરદેવસિંહ જાડેજા, રા.લો સંઘના ચેરમેન નીતિન ઢાંકેચા અને જિલ્લા ભાજપના આગેવાન ભાનુભાઈ મહેતા છે.
વિજય સખીયાએ ફોર્મ ભર્યું.


રાજકોટના સહકારી આગેવાન નીતિન ઢાંકેચા અને હરદેવસિંહ જાડેજાએ પણ જયેશ રાદડિયાની સામે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે મંત્રી જયેશ રાદડીયાએ અમને વચન આપ્યું હતું કે ડી.કે સખીયાને લડાવામાં આવશે અથવા તો વિજય સખીયાને લડાવવામાં આવશે.

નીચે વીડિયોમાં જુઓ : આજના ખાસ સમાચાર

જોકે, મંત્રી રાદડિયાએ શૈલેષ ગઢીયાને ઉમેદવારી પત્ર ભરવાનું કહેતા ખળભળાટ મચી ગયો છે. એક સમયના વિઠ્ઠલ રાદડિયાના સાથે હરદેવસિંહ જાડેજાએ તો એમ પણ કહ્યું હતું કે, ઘીના ઠામમાં ઘી નહીં પડે તો યુદ્ધ એ જ કલ્યાણ. આગામી દિવસોની અંદર રાજકોટ લોધીકા સંઘ, માર્કેટિંગ યાર્ડ અને ડેરીની ચૂંટણી આવી રહી છે. ત્યારે બેંકની ચૂંટણી સમયે જ ભાજપના બે જૂથો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડીયા શું પરિણામ લાવે છે તેના પર સૌ કોઇની નજર છે.
Published by: Vinod Zankhaliya
First published: July 9, 2020, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading