કોન્સ્ટેબલ રવિરાજસિંહનાં સસરાએ મૃતક ASI ખુશ્બુ સામે હત્યાની ફરિયાદ નોંધાવી

'અમે જ્યારે પંડિત દિનદયાલનગર સ્થિત મહિલા એ.એસ.આઈ.નાં ફ્લેટ પર પહોંચ્યા ત્યારે બંનેના મૃતદેહ લોહીયાળ હાલતમાં પડયા હતા.'

News18 Gujarati
Updated: July 19, 2019, 8:46 AM IST
કોન્સ્ટેબલ રવિરાજસિંહનાં સસરાએ મૃતક ASI ખુશ્બુ સામે હત્યાની ફરિયાદ નોંધાવી
પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ અને ASI ખુશ્બુની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 19, 2019, 8:46 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : રાજકોટ શહેર પોલીસના યુનિવર્સિટી પોલીસ મથકનાં મહિલા ASI ખુશ્બુ કાનાબાર તથા કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની લવસ્ટોરીમાં લોહીયાણ અંત આવ્યો હતો.

આ મામલામાં મૃતક કોન્સ્ટેબલ રવિરાજસિંહના સસરા કિરીટસિંહ કરણસિંહ ઝાલાએ (રહે. દ્વારકેશ પાર્ક સામેની બંધ શેરી એચ.જે.દોશી હોસ્પિ.પાસે) મૃતક એ.એસ.આઈ. ખુશ્બુ સામે તાલુકા પોલીસમથકે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. કિરીટસિંહ પ્રમાણે છેલ્લે ખુશ્બુનાં હાથમાં બંદૂક હતી.

આ પણ વાંચો : ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસ : રાત્રે મહિલા ASIની વિંગમાંથી બહાર ગયેલી કાર કોની?

તેમની વચ્ચે પ્રેમ હતું તે સસરાએ સ્વીકાર્યું

રવિરાજસિંહના સસરા કિરીટસિંહ કરણસિંહ ઝાલાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે મૃતક રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાને મૃતક ખુશ્બુબેન રાજેશભાઇ કાનાબાર સાથે મિત્રતા અને પ્રેમસંબંધ હતો. જેના કારણે ખુશ્બુબેન તેના ફ્લેટે યેનકેન પ્રકારે સંકડામણમાં લઇ આ પ્રેમસંબંધ બાબતે ફરીયાદીના જમાઇ સાથે કોઇ કારણોસર બોલાચાલી થઇ હતી. અમે જ્યારે પંડિત દિનદયાલનગર સ્થિત મહિલા એ.એસ.આઈ.નાં ફ્લેટ પર પહોંચ્યા ત્યારે બંનેના મૃતદેહ લોહીયાળ હાલતમાં પડયા હતા. ખુશ્બુના હાથમાં પિસ્ટલ હતી. 108ની ટીમને મૃતદેહ હટાવતા તેઓએ નીહાળ્યા હતા. તાલુકા પોલીસે કાયદાકીય કાર્યવાહી મુજબ કિરીટસિંહની ફરિયાદના આધારે મૃતક એ.એસ.આઈ. કાનાબાર સામે હત્યાનો ગુનો નોંધી કાગળ પર કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો : સજની હત્યા કેસઃ જે પ્રેમિકા માટે પત્નીની હત્યા કરી તેની સાથે પણ લગ્ન ન કરી શક્યો!
Loading...

સસરાએ ઘરની અંદર શું જોયું હતું?

કિરીટસિંહે વિગતે જણાવતા કહ્યું કે રવિરાજસિંહે પત્નીનો ફોન ન ઉપાડતા અને સવાર સુધી ઘેર ન આવતાં હું તથા મામા સુખદેવસિંહ ઝાલાને તથા પરીવારના બીજા સૌ લોકો યુનિ.પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાંથી હું ખુશ્બુના ફલેટે ગયો હતો. દરવાજો ખખડાવતા પણ અંદરથી કોઇ અવાજ ન આવતા બીજા ફલેટની ગેલેરીમાંથી ખુશ્બુના ફલેટની ગેલેરીમાં જઈને જોતાં બન્નેનાં મૃતદેહો લોહીથી લથબથ હતા. ખુશ્બુનાં હાથમાંથી પિસ્તોલ નીચે પડેલી સૌ પ્રથમ સસરાએ જોઇ હતી જેથી સસરા કિરીટસિંહે જોતા પોલીસને ફરીયાદ કરી છે.

 
First published: July 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...