રાજકોટ છેડતી : પિતાએ કહ્યું,'જો પરિવાર માટે કંઈ ન કરી શકું તો આવી જિંદગી શું કામની?'

News18 Gujarati
Updated: November 22, 2019, 1:09 PM IST
રાજકોટ છેડતી : પિતાએ કહ્યું,'જો પરિવાર માટે કંઈ ન કરી શકું તો આવી જિંદગી શું કામની?'
રાજકોટમાં પુત્રી યુવાનોની છેડતીનો ભોગ બની હોવાની રાવ સાથે પિતાએ પોલીસ સામે કાર્યવાહીની અપીલ કરી હતી.

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ જોવા આવેલી તરૂણીની કેટલાક શખ્સોએ છેડતી કરી, પરિવારે પ્રતિકાર કર્યો તો માર માર્યો, ઘટનાના CCTV સામે આવ્યા. આરોપીઓએ સામે એટ્રોસિટીની અરજી દાખલ કરવા અરજી કરી

  • Share this:
રાજકોટ : રાજકોટના (Rajkot) ક્રિસ્ટલ મોલમાં (crystal Mall) છેડતીની ઘટના સામે આવી છે. ગુરૂવારના રોજ એક તરુણી (Adolocent) પોતાના પરિવાર સાથે મુવી જોવા ક્રિસ્ટલ મોલમાં પહોંચી હતી ત્યારે કેટલાક શખ્સો દ્વારા તેની છેડતી (abused) કરવામાં આવી હતી જે બાદ તરુણીના પિતાએ (Father) પ્રતિકાર કરતા છેડતી કરનારા શખ્સો (Men) દ્વારા તરુણીના પિતાને તેમજ ભાઇને (Brother) માર મારવામાં (Beaten) આવ્યો હતો તરુણીના પરિવારજનો દ્વારા છેડતી તેમજ માર મારવા મામલે પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે.આ મામલે પીડિત તરૂણીના પિતાએ પોલીસની કાર્યવાહી સામે અસંતોષ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો હતો કે પોલીસે મથકે એક સોનારા સાહેબના એક વ્યક્તિએ કહ્યું હતું 'આવી ઘટનાઓમાં બદનામી થાય સમાધાન કરી લો' યુવતીના પિતાએ જણાવ્યું કે 'જો હું મારા પરિવાર માટે કઈ ન કરી શકું તો આવી જિંદગી શું કામની'. પિતાએ જણાવ્યું કે આ મામલે મને જાણવા મળ્યું છે કે આ છોકરાઓ એમ.જી. હૉસ્ટેલના છે. હું તેમને ઓળખતો નથી એટલે તેમની સામે જાતિ વિષયક ટિપ્પણીઓ કરવાનો કોઈ સવાલ જ નથી સર્જાતો.

તો બીજી તરફ શકશો વિરુદ્ધ આ તમામ આરોપ લાગેલા છે શખ્સોએ (Accused) પણ તરુણીના પરિવારજનો વિરુદ્ધ એટ્રોસિટી (Atrocities) દાખલ કરવા બાબતે યુનિવર્સિટી પોલીસમાં અરજી કરી છે.

આ પણ વાંચો :  રંગીલા રાજકોટમાં ગુંડારાજ, મોલમાં યુવતીની છેડતી કરી પરિવારને માર માર્યો, CCTV ફૂટેજથી ખળભળાટ

આ મામલે યુવતીના પિતાએ આજે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે એક વાતચીતમાં જણાવ્યું, “હું ગઈકાલે રાજકોટમાં આવેલા ક્રિસ્ટલ મોલમાં પરિવાર સાથે મૂવી જોવા માટે આવ્યો હતો. મોલમાં મારી 12 વર્ષની દીકરીને જઈને કેટલાક તત્વોને કોમેન્ટ પાસ કરી હતી જેથી મેં તેમને ઠપકો આપ્યો હતો. મેં ઠપકો આપ્યો એટલે એ શખ્સોએ ઝઘડવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ હું મુવીમાં જતો રહ્યો હતો, ત્યારે મેં મને બે જણા બોલાવવા આવ્યા કે તમને બોલાવે છે. તે વખતે 7-8 જણાએ મારા પર હુમલો કર્યો. અમે પ્રતિકાર કર્યો એટલે જતા રહ્યા હતા. ત્યારબાદ ફરીથી 15-20 જણા લોકોએ હુમલો કર્યો હતો. મેં પોલીસ મથકમાં ફરિયાદ કરી ત્યારે મને અરજી આપવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાવાનું નિશ્ચિત! નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે?'સરકાર બેટી બચાવાની વાતો કરે છે તેવું લાગતું નથી'
યુવતીના પિતાએ જણાવ્યું હતું કે 'સરકાર બેટી બચાવોની વાતો કરે છે પરંતુ મને લાગતું નથી કે આવી વાતો હોય. મને લોકોએ કહ્યું હતું કે છેડતી થયા કરે તેને ઇગ્નોર કરો પરંતુ આવી ઘટનાઓને ચલાવી શકાય નહીં, કાલ સવારે કોઈ દીકરીનું બાવડું પકડે તો શું ચલાવી લેવાય'

 

 
First published: November 22, 2019, 11:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading