રંગીલા રાજકોટની ક્રાઇમ કુંડળી : 2019માં વિદેશી દારૂની 1 લાખ બોટલ ઝડપાઈ, 7.21 કરોડ દંડ વસૂલાયો

રંગીલા રાજકોટની ક્રાઇમ કુંડળી : 2019માં વિદેશી દારૂની 1 લાખ બોટલ ઝડપાઈ, 7.21 કરોડ દંડ વસૂલાયો
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પત્રકારોને વર્ષ 2019ના ક્રાઇમ રિપોર્ટની માહિતી આપી હતી.

રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરના એક વર્ષ દરમિયાન થયેલા ગુનાની માહિતી આપી. 2018 કરતાં ક્રાઇમ રેટમાં 18 ટકા ઘટાડો થયો

  • Share this:
રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં છાશવારે બનતી ક્રાઇમની ઘટનાઓએ સમાચાર માધ્યમોમાં ખૂબ સ્થાન મેળવ્યું હતું. મારપીટ અને ખૂની ખેલની વચ્ચે ધબકી રહેલા રંગીલા રાજકોટમાં વર્ષ 2019માં વર્ષ 2018ની સરખામણીએ 18 ટકા ગુના ઓછા નોંધાયા છે. શહેરના પોલિસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રેસ કૉન્ફરન્સ કરી અને રાજકોટની વર્ષ 2019ની ક્રાઇમ કુંડળી રજૂ કરી હતી. શહેરમાં પોલીસે અનેક નવી પહેલ કરી છે. પોલીસના આંકાડાઓમાં ઉડીને આંખે વળગે તેવા આંકડા ટ્રાફિકના નિયમના ભંગ બદલ વસૂલાયેલા દંડના આંકડા છે. વર્ષ 2019માં પોલીસે 7 કરોડ 2 લાખનો દંડ વસૂલ કર્યો છે. વિદેશ અને દેશી દારૂની ધૂમ વચ્ચે પોલીસે પ્રોહિબિશનના કેસમાં 1 લાખ બોટલ વિદેશી દારૂ પણ ઝડપી પાડ્યો છે.

વર્ષ 2019ની રાજકોટની ક્રાઇમ કુંડળી પર એક નજરનોધાયેલા ગુના : વર્ષ 2018માં રાજકોટ પોલીસના ચોપડે 2,437 ગુના ચોપડે નોંધાયા હતા. વર્ષ 2019માં 1995 ગુના નોંધાયા છે. વર્ષ 2018 ની સરખામણીએ 2019માં ગુના માં 18% ઘટાડો થવા પામ્યો છે.

1 લાખ વિદેશી બોટલ દારૂ ઝડપાયો : 2019માં રાજકોટ પોલીસ દ્વારા પ્રોહિબિશનના 3588કેસ કરવામાં આવ્યા. 2349 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. 22,494 લીટર દેશીદારૂ, 1,00,000 વિદેશી દારૂની બોટલ કબજે કરવામાં આવી છે. કુલ 7,16,05,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે જુગારના 491 કેસ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 2402 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે 94,87,221 રૂપિયાની રોકડ રકમ કબજે કરવામાં આવી છે.

આ પણ વાંચો : તાલુકા-જિ.પંચાયત પેટાચૂંટણી : 33માંથી 29 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો

1251 ગુનેગારો પર નજર : રાજકોટ શહેર પોલીસ દ્વારા સુરક્ષા કવચ એપ બનાવવામાં આવી છે. જેના મારફતે પ્રોહીબીશન બુટલેગર 420 ટપોરીઓ 245 mcr 447 એચ.એસ 139. તમામ હેડના આરોપી મળી કુલ 1251 થવા પામેલ છે. સમયસર તમામ આરોપીઓની મૂવમેન્ટ પર પણ નજર રાખવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય પોલીસ એક્સપો દ્વારા ટેકનોલોજી કેટેગરીનો પોલીસ એક્સેલેન્સ એવોર્ડ 2019 રાજકોટ પોલીસને આપવામાં આવ્યો છે.

7 કરોડનો દંડ વસૂલાયો : પોલીસે 2019માં 6લાખ 88 હજાર 845 ઇ ચલણ ઇસ્યુ કર્યા.ઇ ચલણ દન્ડ 7 કરોડ 21 લાખ 93 હજાર407 વસૂલ કરાયો હતો. ટ્રાફિકના નવા નિયમો બાદ કડક કાર્યવાહીના ભાગરૂપે પોલીસે નિયમ તોડનારાઓ પર તવાઈ બોવાવી હતી.

આ પણ વાંચો :  ગુજરાત : ધોરણ 10 અને 12 સા.પ્રવાહની પરીક્ષાઓની તારીખ જાહેર, 38 નવા કેન્દ્રો ફાળવાયા

95 લાખ રૂ. ફરિયાદીઓને પરત અપાવ્યા : ચાલુ વર્ષ દરમિયાન સાઇબર ક્રાઇમને લગતી 581 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જે અરજીઓ પૈકી 95,19099 રૂપિયા રાજકોટ પોલીસે પરત અપાવ્યા છે. રાજકોટ પોલીસે 1,531 મોબાઈલ ફોન પરત અપાવ્યા છે.જેની કિંમત બે કરોડ 6 લાખ તેત્રીસ હજાર થાય છે.

ક્રાઇમ રેટ 18 ટકા ઘટ્યો : રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં નોંધવામાં આવેલા ગુનાઓ મુજબ શહેરનો ક્રાઇમ રેટ વર્ષ 2018ની સરખામણીએ 18 ટકા ઘટ્યો છે. શહેરમાં 2018માં

 
Published by:News18 Gujarati
First published:December 31, 2019, 16:13 pm

ટૉપ ન્યૂઝ