Home /News /kutchh-saurastra /

રાજકોટ : 'બાપ અને દીકરા સહિત 10 લોકોએ અકીલ શેખને રહેંસી નાખ્યો', શું છે ઘટના? કેમ જીવ લઈ લીધો?

રાજકોટ : 'બાપ અને દીકરા સહિત 10 લોકોએ અકીલ શેખને રહેંસી નાખ્યો', શું છે ઘટના? કેમ જીવ લઈ લીધો?

સાડીના કારખાનામાં મર્ડર

સાડી છાપવાના કારખાનામાં એવું તો શું થયું કે, 10 લોકો એક વ્યક્તિ પર ધોકા પાઈપ લઈ તૂટી પડ્યા અને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો

  મુનાફ બકાલી, જેતપુર : જયારે વ્યક્તિને ઝૂનુન ચડી જાય ત્યારે નાની એવી વાતમાં પણ ગુના કરી નાખતો હોય છે અને તે પછી કોઈની હત્યા કેમ ના હોય, આવી જ એક ઘટના જેતપુરના ધારેશ્વર વિસ્તારના સાડી છાપવાના કારખાનામાં બની કે જ્યાં માત્ર પાણી પીવા જવી બાબતે થોડી બોલાચાલી થઇ અને એક કારખાન મજુરની હત્યા કરવામાં આવી અને તેના મટે જેતપુર પોલીસે 10 લોકો સામે ગુનો નોંધીને કાયર્વાહી કરતા 8 લોકોને ઝડપી પાડેલ છે.

  ગત દિવસે જેતપુર ધારેશ્વરમાં આવેલ વિનાયક ફિનિશિંગ નામના કારખાનામાં એક પર પરપ્રાંતીય યુવકની બપોરે 3 વાગ્યે લાકડા ધોકા વડે માથામાં હત્યા કરવામાં આવી હતી અને જેતપુર પોલીસે આ હત્યા માટે 10 લોકો સામે ગુનો નોંધ્યો હતો, જેમાંથી 8 આરોપીને પકડીને કાયદેસરની કાયર્વાહી શરુ કરેલ છે અને 2 આરોપી ફરાર છે.

  શું છે ઘટના? કોણે છે મૃતક? શા માટે હત્યા થઇ?

  જેતપુરના ધારેશ્વરમાં વિનાયક ફિનિશિંગ નામના કારખાનામાં છેલ્લા બે વર્ષથી બિહારના ચેનપુર જિલ્લામાંથી અહીં કામ કરવા આવેલ અને અહીં પોતના પરિવાર સાથે જેતપુરના અલગ અલગ કારખાનામાં કામ કરતા હતા, અકીલ અહમદ શેખ અને તેનો ભાઈ જમીલ શેખ અહીં કામ કરતા હતા, બે દિવસ પહેલા તેવો કારખાનાના શેડમાં બેઠા હતા ત્યારે અહીં જ આ કારખાનામાં કાપડના કાંજી કરવાનું કામ કરતો કાર્તિક બાબુ વડેચા બાજુમાં રહેલ પાણી પીવાના જગ્યા ઉપર આવ્યો હતો ત્યારે અહીં અકીલ શેખ અને તેનું ગ્રુપ વાતોના ગપાટા મારતા હતા અને હસતા હતા, ત્યારે અહીં પાણી પીવા આવેલ કાર્તિક વડેચાને મનમાં એવું થયુ કે અકીલ અને તેનું ગ્રુપ તેની મજાક અને ગાળું આપે છે, તેમ કહીને માથાકૂટ શરુ થઇ, લાંબી બોલાચાલી બાદ કાર્તિક ત્યાંથી નીકળી ગયો હતો.

  આ પણ વાંચોવલસાડમાં કરૂણાંતિકા: Corona દર્દીને હોસ્પિટલમાં જગ્યા ન મળી, ટ્રેન નીચે કૂદી પટેલ યુવાને કર્યો આપઘાત

  કાર્તિક વડેચા કારખાના માં અકીલ શેખ સાથે બોલાચાલી કરી ને કારખાનેથી નીકળી ગયોઃ હતો, જે બપોરે 3 વાગે તેના પિતા બાબુ વડેચા અને ભાઈ જયેશ વડેચા અને બીજા તેના 8 જેટલા સાગરીતો સાથે ફરી અહીં આવ્યો હતો અને કારખાનાની અંદર અને બહાર માથાકૂટ શરૂ કરી હતી, અકીલ શેખને ગોતી અને તેને માર મારવાનું શરૂ કર્યું હતું, જેમાં કાર્તિક વડેચા બાબુ વડેચાના 10 જેટલા સાથીદારોએ અકીલ શેખને ઢીંકા પાટુના મારા મર્યો હતો, સાથે અહીં પડેલા લાકડાના મોટા ધોકાથી મારતા અકીલને તે માથામાં મરણતોલ ઘા વાગેલ જેને લઈને માથામાં મોટી માત્રમાં ઇજા થતા તેને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો ને ત્યાં અકીલનું મોત થયું છે.

  આ પણ વાંચો - લૈલા-મજનુનું હાઇ-વોલ્ટેજ ડ્રામા : પત્નીના પ્રેમ પ્રસંગની જાણ થતા પતિ પત્નીને પ્રેમીના ઘરે મુકી આવ્યો, થયું જોવા જેવું

  કોણ છે હત્યારા ? શા માટે હત્યા કરી? શું છે ગુનાહિત ઇતિહાસ?

  હત્યાની આ ઘટનામાં મુખ્ય આરોપી કાર્તિક બાબુ વડેચા તેના પિતા બાબુ વડેચા અને તેનો ભાઈ જયેશ બાબુ વડેચા મુખ્ય આરોપી છે, કાર્તિક અને મૃતક અકીલ શેખ બંને એકજ કારખાનામાં કામ કરતા હતા જ્યાં બંનેને કોઈ કારણો સર બોલાચાલી થઇ ને મામલો ઉગ્ર બનતા હત્યામાં પલ્ટાયો હતો. બાપ અને બે દીકરાએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો હતો, અને આ કૃત્યના તેને સાથીદાર હતા, રણજિત પ્રેમજી ઝીઝુવાડિયા, મનોજ ઉર્ફે ભોળો, મકવાણા જનિત, મુકેશ મકવાણા, જીગ્નેશ મેરામ બાટવીયા, મહેશ ભડેલિયા, તુષાર લાલીગર ઉર્ફે લેલો ગોસ્વામી અને જયરાજ લાલુ કહર.

  હાલ તો જેતપુર પોલીસે આ 10 માંથી 8 લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે, જોવા જઈ તો માત્ર પાણી પીવાની બાબતમાં થયેલ એક માથાકૂટમાં નિર્દોષને રહેંસી નાખવામાં આવ્યો છે, ત્યારે હત્યારાને કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Jetpur Murder, Rajkot crime news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन