Home /News /kutchh-saurastra /રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

પ્રતિકાત્મક તસવીર

જીગ્નેશ દારૂના નશામાં ચકચૂર થઇ મારી સાથે શરીર સુખ માણતા સમયે મારા ગુપ્ત ભાગ પર બચકા ભરી લીધા હતા. જેના કારણે મને અસહ્ય દુખાવો થતાં મેં તેને ડોક્ટર પાસે લઈ જવા આજીજી કરી હતી.  પરંતુ તેણે મને ડોક્ટર પાસે સાથે આવવા બાબતે સ્પષ્ટ ના પાડી દીધી હતી.

વધુ જુઓ ...
રાજકોટઃ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં (Rajkot civil hospital) એક અજીબો ગરીબ કિસ્સો (OMG) સામે આવ્યો છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં (Married woman complaint) જણાવ્યું છે કે દારૂ પીને તેનો પતિ (Husband drunk) તેના ગુપ્ત ભાગે બચકા ભરી શારીરિક સંબંધ (physical relation) બાંધતો હતો. તો થોડાક દિવસ પૂર્વે પરિણીતાને તેના પતિએ કહ્યું હતું કે તારી સાથે હવે મજા નથી આવતી.

આપણા સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે. પરંતુ આજે પણ આપણા સભ્ય સમાજની અંદર સ્ત્રીઓ પર થતા અત્યાચારના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. ત્યારે આ જ પ્રકારનો આપણા સભ્ય સમાજ પર લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક પરણિતાને ફિનાઈલ પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જે બાબતની જાણ પોલીસને થતા પોલીસે પરિણીતાના નિવેદનના આધારે તેના પતિ સાસુ તેમજ નણંદ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જાનવી નામની ( નામ બદલાવવામાં આવેલ છે ) પરણિતાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે.  પરિણીતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે 17 વર્ષની ઉંમરે તેના પ્રથમ લગ્ન આંબેડકર નગર વિસ્તારમાં રહેતા શ્યામ ( નામ બદલાવેલ છે ) નામના વ્યક્તિ સાથે થયા હતા. પરંતુ તે બીજી યુવતીને લઈ ભાગી જતાં તેની સાથે છુટાછેડા લઇ લીધા હતા.

આ પણ વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! બીજા લગ્ન બાદ પણ પહેલા પતિને ન ભુલાવી શકી પત્ની, બે વર્ષની પુત્રી સાથે કરી આત્મહત્યા

ત્યારબાદ મેં બીજા લગ્ન ઉપલેટા નામ માંડાસણ ગામે રહેતા કાનજી ( નામ બદલાવેલ છે ) સાથે કર્યા હતા. પરંતુ કાનજી દારૂ પીને મારકૂટ કરતો હોવાના કારણે તેની સાથે પણ છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ મેં ત્રીજા લગ્ન કાલાવડ રોડ પર આવેલા ભીમ નગર વિસ્તારમાં રહેતા જીગ્નેશ ( નામ બદલાવેલ છે ) તેની સાથે કર્યા છે. લગ્ન થતાની સાથે જ જીગ્નેશ દ્વારા વિચિત્ર માગણીઓ મારી પાસે કરવામાં આવતી હતી.

આ પણ વાંચોઃ-દાહોદનો પ્રેમ કહાનીનો વિચિત્ર કિસ્સો! પુત્રી પ્રેમી સાથે ભાગી ગઈ, પિતાએ ફરિયાદ કરતા પોતે જ ભરાયા

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ પતિને આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની ઉપર હતો શક, નજર રાખવા માટે બની ગયો યુવતી પછી..

પંદર દિવસ પૂર્વે જીગ્નેશ દારૂના નશામાં ચકચૂર થઇ મારી સાથે શરીર સુખ માણતા સમયે મારા ગુપ્ત ભાગ પર બચકા ભરી લીધા હતા. જેના કારણે મને અસહ્ય દુખાવો થતાં મેં તેને ડોક્ટર પાસે લઈ જવા આજીજી કરી હતી.  પરંતુ તેણે મને ડોક્ટર પાસે સાથે આવવા બાબતે સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેના કારણે મેં ડોક્ટર પાસે એકલું જવાનું નક્કી કર્યું હતું.



ડોક્ટર પાસે જય નહીં શકવાના કારણે મારા ગુપ્ત ભાગ પર રસી થઈ ગયા હતા. પરંતુ જાણે કેમ મારા પતિને મારી કંઈ જ પડી ન હોય તે પ્રમાણે તે મારી પર અમાનુષી અત્યાચાર સતત ગુજરાતો રહ્યો છે. જેના કારણે અંતે કંટાળીને ફિનાઈલ ગટગટાવી લીધું હતું. જેના કારણે મને ગંભીર અસર પહોંચતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો સાથે જ પરણિતાએ સાસરિયામાં સાસુ અને નણંદ નો પણ ત્રાસ હોવાનું પોલીસને જણાવ્યું છે.
Published by:Ankit Patel
First published:

Tags: રાજકોટ