Home /News /kutchh-saurastra /રાજકોટ : આખો ટ્રક ભરેલો દારૂ કટિંગ થાય તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી, લાખો રૂપિયાનો માલ ઝડપાયો

રાજકોટ : આખો ટ્રક ભરેલો દારૂ કટિંગ થાય તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી, લાખો રૂપિયાનો માલ ઝડપાયો

રાજકોટમાં બૂટલેગરોની માયાજાળ પર ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી

રાજકોટમાં બૂટલેગરો બેફામ, દારૂના કટિંગ વખતે દરોડા પાડી ક્રાઇમ બ્રાન્ચે 13.60 લાખના દારૂ સહિત 31 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

રાજકોટ (Rajkot) શહેર અને જિલ્લામાં જાણે કે બુટલેગરો (bootlegger) બેફામ બન્યા હોય તેમ અલગ અલગ જગ્યા ઉપરથી મોટી માત્રામાં દારૂના જથ્થા ઓ પકડાઈ (Liquor business) રહ્યા છે ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ (Rajkot crime branch) દ્વારા દારૂના કટીંગ સમયે રેડ પાડી (Crime branch raid on liquor unloading) મોટી માત્રામાં દારૂનો જથ્થો તેમજ વાહનો ઝપડી પાડયા છે. સરધાર પાસે હરિપર ગામ પછી આવેલી વિહાભાઈ કુહાડીયા ની વાડી પાસેના ખરાબામાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની માહિતી ના આધારે ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હતી. રાજકોટના જિલ્લા પોલીસના નાક નીચે વેચાવા જઈ રહેલો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કટિંગ થાય ત્યારે જ પોલીસે ખેલ ખલાસ કરી નાખ્યો હતો.

ખરાબામાં ટેન્કર ની અંદર ભરેલા દારૂનું કટિંગ થઇ રહ્યું હતું. પોલીસે વિદેશી દારૂની 3400 બોટલો (3400 bottles of liquor)  ઝડપી પાડી હતી.  પોલીસે 1360000ના (Liquor worht of 13 lacs) વિદેશી દારૂ સહિત કુલ 3110700 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે રાજસ્થાન ના દ્રાઈવર માંગીલાલ વિશ્ર્નોઈ અને ભગભાઈ સોલંકી ની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :  મહીસાગર: બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ લેસ્બિયન સંબંધમાં બંધાઇ,પરિવાર સામે પોલીસ રક્ષણ માંગ્યુ

પોલીસે એક ટેન્કર, ક્વોલિસ કાર, ટાટા સુમો, ઓપટ્રા કાર, ઝેન કાર, બે બાઇક પણ કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂનો જથ્થો કોને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
" isDesktop="true" id="1003480" >



આ પણ વાંચો :  રાજકોટ : તમે વિચારી પણ ન શકો એવી જગ્યાએ કારમાં સંતાડ્યો હતો દારૂનો જથ્થો!

જે રીતે દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે તે રાજસ્થાન થી દારૂ મંગાવવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જોકે આ દારૂના જથ્થા માંથી અલગ અલગ વાહનોમાં અન્ય બુટલેગરો લેવા આવ્યા હતા જોકે હવે પોલીસ આ દારૂનો જથ્થો કોને કોને મંગાવ્યો હતો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Liquor caught, Rajkot Crime, Rajkot police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन