રાજકોટમાં ઝડપાયેલા સિરિયલ કિલરે છેલ્લી હત્યા પોતાની પ્રેમિકા સાથે મળીને કરી હતી

News18 Gujarati
Updated: March 12, 2020, 2:52 PM IST
રાજકોટમાં ઝડપાયેલા સિરિયલ કિલરે છેલ્લી હત્યા પોતાની પ્રેમિકા સાથે મળીને કરી હતી
સિરિયલ કિલર

1995માં ધોરણ 10 પાસ કરી સોરઠીયાવાડી સર્કલ પાસે ઘડિયાળનાં કારખાનામાં કામ કરતો હતો.

  • Share this:
રાજકોટ : એક વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર સિરીયલ કિલર (serial killer) નિલેશ ઉર્ફે નિલયની ક્રાઇમ બ્રાંચે (crime branch) ધરપકડ કરી લીધી છે. નિલેશ નામનો આ સિરિયલ કિલરે 6 હત્યા કરી હતી. આ સિરિયલ કિલર ઘણી જ ઘાતકી રીતે લોકોની બ્લેડથી હત્યા કરી નાંખતો હતો. તેનો ઇતિહાસ ઘણો જ ગુનાહિત છે.

આરોપી નિલેશે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1996માં હત્યાનો પ્રથમ ગુનો આચર્યો હતો. 1995માં ધોરણ 10 પાસ કરી સોરઠીયાવાડી સર્કલ પાસે ઘડિયાળનાં કારખાનામાં કામ કરતો હતો. એકાદ વર્ષ પછી વર્ષ 1996માં પોતાની સાથે કારખાનામાં કામ કરતાં સહ કર્મચારી પરેશ રમણીકભાઈ રાઠોડ સાથે ઝઘડો થતાં 4 એપ્રિલ 1996નાં રોજ કારખાનામાં છરીના ઘા ઝીંકી સહકર્મચારીની હત્યા નીપજાવી હતી.

આરોપીએ 2003માં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહ આરોપી રફીક ઈબ્રાહીમ સંધિ તથા ધવલ દિનેશ ટાંક અને રણવિજય સાથે મળીને ટેક્સી ચલાવતા જેસીંગ સોલંકીની રાજકોટ બસ સ્ટેશન પાસેથી ટેક્સી ભાડે કરી કાલાવડ તાલુકાનાં નિકાવા પાસે લઇ જઇ હત્યા કરી હતી. તે સાથે જ હત્યા કરીને રોકડની લૂંટ ચલાવી હતી.

આ પણ વાંચો : રાજકોટ : બ્લેડથી ઘાતકી હત્યા કરતો સિરિયલ કિલર ઝડપાયો, 1 વર્ષથી પેરોલ પર છૂટીને ફરાર હતો

આરોપીએ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોંડલ રોડ ઉપર પેનોરમા કોમ્પ્લેક્સમાં ચોરીના ઈરાદે રફીક સંધિ અકબર શાહ ફકીર સાથે મળીને કોમ્પ્લેક્સ માં પ્રવેશ કર્યો હતો. ત્યારે ગેલેરીમાં સૂઈ રહેતા હરેશભાઈ ખવાસ નામનાં વ્યક્તિ જાગી જતા તેના ગળા ઉપર છરી મારી તેમનું મોત નિપજાવ્યું હતું.

આરોપીએ સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા વિથ લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. વર્ષ 2005માં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે થી પોતે રફીક સંધી, રાજેશ ઠાકુર સાથે આઇસરમાં બેસી ચોટીલા પાસે ડ્રાઈવરની હત્યા કરી હતી. જે બાદ રોકડ રકમની લૂંટ કરી હતી. જે ગુનામાં 2006માં આજીવન કેદની સજા થઇ હતી. વર્ષ 2013માં સજા માફ થતા જેલ મુક્તિ થઈ હતી.આ પણ વાંચો : CoronaVirus Alert: આગ લગાવીને ઓળખી શકાશે તમે પહેરેલું માસ્ક બેકટેરિયા રોકશે કે નહીં?

સુરેન્દ્રનગર જિલ્લાનાં પાણશીણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા વિથ લૂંટ ના ગુનાને અંજામ આપ્યાના 20 દિવસ બાદ ફરી વખત ગ્રીનલેંડ ચોકડી ખાતેથી પોતે રફીક સંધી, રાજેશ ઠાકુર સાથે આઇસરમાં બેસી પાણશીણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રાઈવરની હત્યા કરી હતી. જે બાદ રોકડ રકમની લૂંટ કરી હતી.

વર્ષ 2013માં આજીવન સજામાંથી જેલ મુક્ત થયાનાં દોઢેક મહિના બાદ પોતાની પ્રેમિકા શબાના સાથે મળી રૈયા રોડ આમ્રપલી ફાટક પાસે પંચરત્ન એપારટમેન્ટમાં એકલા રહેતા 78 વર્ષીય વિમલેશ કુમારી બેનની લૂંટનાં ઈરાદે હત્યા નિપજાવી હતી. આ ગુનાના 2018માં આજીવન કેદની સજા થઈ હતી. જે બાદ પેરોલ પર રજા મળતા તે ફરાર થયો હતો.

આ વીડિયો પણ જુઓ : 
First published: March 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading