રાજકોટ: દારૂની હેરાફેરી માટે મગફળીના ભૂસાનો 'આઇડિયા' પણ કામ ન આવ્યો!

રાજકોટ: દારૂની હેરાફેરી માટે મગફળીના ભૂસાનો 'આઇડિયા' પણ કામ ન આવ્યો!
રાજકોટ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો.

Rajkot police seized liquor stock: પોલીસે બોલેરો પીકઅપ વાન સહિત કુલ 6 લાખ 33 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત વિદેશી દારૂનો જથ્થો (Liquor stock) ઝડપી પાડ્યો છે. દરોડાં દરમિયાન વિદેશી દારૂનો જથ્થો લાવનાર બોલેરો પીકઅપ વાન ચાલક ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર (Rajkot City) તેમજ જિલ્લામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો, દારૂ અને જુગારના કેસ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચ (Rajkot crime branch)ની ટીમે દરોડ કરતા મગફળીના ભૂસાની આડમાં લાવવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

હાલ રાજકોટ શહેર સહિત જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેના અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તરફથી શહેરભરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સઘન પેટ્રોલિંગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદે હથિયારો, ગેરકાયદે દારૂના વેપલા અને જુગાર સંબંધિત કેસ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.





આ પણ વાંચો: અમદાવાદ: વિઝા મેળવવા માંગતા લોકો સાવધાન, બંટી-બબલીએ 10 લાખ પડાવી લીધા

આ મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ હસમુખ ધાંધલિયા અને તેમની ટીમના રાજેશ ભાઈ બાળા, સુભાષભાઈ ચૌધરી, સિધ્ધરાજસિંહ જાડેજા અને શક્તિસિંહ ગોહિલને બાતમી મળી હતી કે, ગોંડલ રોડ પર આવેલા નુરાનીપરામાં વિદેશી દારૂના જથ્થાનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો કરતા બોલેરો પીકઅપ વાનમાંથી એક કંપનીની 672 બોટલ, તેમજ અન્ય એક કંપનીની 60 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે બોલેરો પીકઅપ વાન સહિત કુલ 6 લાખ 33 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચો: વલસાડ: ભરબજારમાં વિફરેલી ગાયોનો શ્વાન અને તેના માલિક પર હુમલો, બનાવ સીસીટીવીમાં કેદ

મળતી માહિતી પ્રમાણે બોલેરો પીકઅપ વાનમાં મગફળીના ભુસાની આડમાં વિદેશી દારુનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડ કરતા બોલેરો પીકઅપ વાનનો ચાલક નાસી ગયો હતો. હાલ તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાથોસાથ આ ગુનાહિત કૃત્યોમાં કારચાલક સહિત અન્ય કોણ-કોણ વ્યક્તિ સામેલ છે તે સહિતની બાબતો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:February 16, 2021, 14:09 pm

ટૉપ ન્યૂઝ