રાજકોટ: ક્રાઈમ બ્રાંચે દારૂનો જથ્થો ઝડપ્યો, ડ્રાઈવર નીકળ્યો બુટલેગર

રાજકોટ: ક્રાઈમ બ્રાંચે દારૂનો જથ્થો ઝડપ્યો, ડ્રાઈવર નીકળ્યો બુટલેગર
આરોપી.

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ અનુસાર દારૂ અને જુગારના વધુમાં વધુ કેસ શોધી કાઢવા માટે ખાસ પ્રકારની ડ્રાઇવ યોજવામાં આવી હતી.

  • Share this:
રાજકોટ: હોળી (Holi 2021) અને ધુળેટીના તહેવાર અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Manoj Agrawal)ના આદેશ અનુસાર દારૂ અને જુગાર (Gambling)ના વધુમાં વધુ કેસ શોધી કાઢવા માટે ખાસ પ્રકારની ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Rajkot city crime branch) દ્વારા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે બી ડિવિઝન પોલીસ (B division police station) દ્વારા જુગાર રમતા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ જેબલિયા અને તેમની ટીમના માણસોને બાતમી મળી હતી કે અમુલ સર્કલ બેંક ઑફ બરોડાના પાછળના ભાગે આઇસર ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ સંઘરી રાખવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલા ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે આઈસર ટ્રક સહિત કુલ 3,08,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ પણ વાંચો: સંબંધની હત્યા: ભાભી સાથે આડા સંબંધમાં ભાઈએ કરી મોટાભાઈની હત્યા!

પોલીસની પૂછપરછમાં આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ સામે નથી આવ્યો. પરંતુ આરોપીના જણાવ્યા પ્રમાણે તે રાજકોટ શહેરમાં છેલ્લા છથી સાત વર્ષથી વસવાટ કરે છે. જુદા જુદા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતો હોવાથી તે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચવા માટે રાજકોટ લાવ્યો હતો.

આ પણ વાંચો: હોળીની જ્વાળા પરથી વરતારો: અંબાલાલ પટેલે આ વર્ષે 98 ટકા વરસાદ પડવાની આગાહી કરી


આ પણ વાંચો: હેલ્મેટ ન પહેરવાના ગુનામાં પોલીસે 8 મહિનાની પ્રેગનેન્ટ મહિલાને ત્રણ કિલોમીટર ચલાવી, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સસ્પેન્ડ


બીજી તરફ પોલીસના દરોડામાં જુગારીએ ઝડપાયા છે. આ અંગે ન્યૂઝ18 ગુજારીતી સાથેની વાતચીતમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બી. ઔસુરાએ જણાવ્યું હતું કે, પીએસઆઇ બીબી કોડીયાતર અને તેની ટીમને બાતમી મળી હતી કે માર્કેટયાર્ડ પાછળ જય હિન્દ સ્કૂલ વાળી શેરીમાં કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપા વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા પાંચ જેટલા શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. રાજકોટ શહેર પોલીસ દ્વારા અન્ય ત્રણ દરોડામાં 22 જેટલા પત્તા પ્રેમીઓ ઝડપાયા હતા.
Published by:Vinod Zankhaliya
First published:March 30, 2021, 07:53 am

ટૉપ ન્યૂઝ