રાજકોટ: આપના ઉમેદવારનો ભાઈ ઘરમાં ચલાવતો હતો જુગારધામ, બિયરનો જથ્થો પણ મળ્યો

રાજકોટ: આપના ઉમેદવારનો ભાઈ ઘરમાં ચલાવતો હતો જુગારધામ, બિયરનો જથ્થો પણ મળ્યો
ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયેલા આરોપી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે રોકડ રૂપિયા 2,11,000 મોબાઈલ ફોન નંગ-7 તેમજ ગંજીપત્તા સહિત કુલ 4,01,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે (Rajkot city crime branch) વધુ એક જગ્યાએ રહેણાક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું છે. સાથે જ રહેણાક મકાનમાંથી બીયરના ટીન મળી આવતા પ્રોહિબિશનનો ગુનો (Prohibition act) પણ દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં જુગારધામ બીજું કોઈ અન્ય નહીં પરંતુ તાજેતરમાં વોર્ડ નંબર એકમાં આમ આદમી પાર્ટી (Aam Adami Party) પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડેલા અશ્વિન વલ્લભભાઈ ઠાસરાના નાનાભાઈ નિલેશભાઈ વલ્લભભાઈ ઠાસરા રમાડતા હોવાનું ખૂલ્યું છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, ધર્મરાજ સોસાયટી શેરી નંબર-1 પાટીદાર ચોકમાં રહેતા નિલેશભાઈ વલ્લભભાઈ ઠાસરા નામનો વ્યક્તિ પોતાના ઘરમાં જુગારધામ ચલાવી રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો કરતા નિલેશભાઈ વલ્લભભાઈ ઠાસરાના મકાનમાંથી પાંચ જેટલા શખ્સો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રોકડ રૂપિયા 2,11,000 મોબાઈલ ફોન નંગ-7 તેમજ ગંજીપત્તા સહિત કુલ 4,01,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ પછી 'દવા'નો ડામ! ભાવમાં 20% સુધીનો તોળાતો વધારોજુગારધામ ઝડપાઇ ગયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રહેણાંક મકાનમાં તપાસ કરતા બીયરના 16 જેટલા ટીન મળી આવતા આરોપી નીલેશ વલ્લભભાઈ ઠાસરા વિરુદ્ધ પ્રોહિબિશનનો વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઇમબ્રાંચના પીએસઆઇ વનરાજસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં આરોપી નીલેશ વલ્લભભાઈ ઠાસરા વર્ષ 2016માં જુગારના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

આ પણ વાંચો: માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કરો અને મહિને લાખો રૂપિયાની કમાણી કરવાની તક!

બીજી તરફ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બે જેટલી જગ્યાએ દારૂની રેડ પાડવામાં આવી હતી. જે અંતર્ગત એક જગ્યાએથી 30 હજાર રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. જ્યારે બીજી જગ્યાએથી 36 હજાર રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. આમ, ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ દ્વારા જુગાર અને પ્રોહિબીશનને લગતા જુદા જુદા કેસ કરવામાં આવ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:March 22, 2021, 07:35 am

ટૉપ ન્યૂઝ