રાજકોટ : ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો, માલની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ

રાજકોટ : ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો, માલની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ
ગાદલાની આડમાં સંતાડેલો લાખોનો દારૂ ઝડપાયો

31 ડિસેમ્બરની પાર્ટીઓ માટે રાજકોટ શહેરમાં ઘુસાડવામા આવતો દારૂનો જંગી જથ્થો ઝડપાયો, દારૂબંધી ફક્ત કાગળીયે જ!

  • Share this:
31 ડિસેમ્બરની (31st December) આડે હવે બસ એક મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ (Rajkot Crime Branch caught Liquor) દ્વારા વધુ એક વખત ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, આ દારૂની હેરફેર માટે ડનલપના ગાદલાની આડ લેવામાં આવી હતી. જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી પરંતુ પોલીસની બાતમી ચોક્કસ હોવાના કારણે આ દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી છે.

આ મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ન્યુ પાર્ટી નજીક આવતી હોવાથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા દારૂની થતી હેરાફેરી અટકાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત પીએસઆઇ જેબલિયા અને તેની ટીમ ને બાતમી મળી હતી કે, રાજસ્થાન થી ત્રણ લોકના ગાદલાની આડમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી છે.આ પણ વાંચો :  રાજકોટ : લૂંટેરી દુલ્હન લગ્નના બે વર્ષ બાદ થઈ ફરાર, પોતાની કૂખે જણેલા દીકરાને પણ વેચી નાખ્યો

જે ચોક્કસ બાતમીના આધારે પીએસઆઇ જેબલિયા અને તેમની ટીમ દ્વારા રાજકોટ થી ગોંડલ તરફ જવાના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર નુરાની પરા પાસેથી નંબર પ્લેટ વગરના અશોક લેલન કંપની ના સફેદ કલરના માલ વાહક વાહન માં ડનલોપ ના ગાદલા ની આડમાં મેકડોવેલ્સ નંબર વન વિસ્કી બોટલ નંગ 348, એપિસોડ ગોલ્ડ વીસકી બોટલ નંગ 576 સહિત કુલ 4,99800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ગુનેગારોની મોડસ ઓપરેન્ડી જણાવતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોય જેથી બુટલેગર દ્વારા પોતાનો આર્થિક હેતુ સિદ્ધ કરવા અવારનવાર અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય છે. ત્યારે હાલના ગુનામાં આરોપીઓએ માલવાહક વાહનમાં ડનલોપ ગાદલા ઉભરી અને રાજસ્થાનથી આવતા હોવાનું જણાય તે રીતે the ડનલોપ ના ગાદલા માં વચ્ચેના ગાદલા કાપી તેમાં ખાનું બનાવી તેમાં ઇંગ્લિશ દારૂ સંતાડી પ્રથમ દ્રષ્ટિએ ફક્ત ગાદલા ઓ લઇ જતા હોવાનું જણાય તે રીતે અલગ પદ્ધતિ અપનાવી ગુનો આચરવામાં આવ્યો છે.

ડનલપના ગાદલાની આડમાં છૂપાવેલી દારૂની પેટીઓ


આ પણ વાંચો : રાજકોટ : પતિએ પોલીસની હાજરીમાં પત્નીને લાફો ઝીંકી દીધો, માસ્કના મામલે થયેલી તકરારનો વીડિયો થયો Viral

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કેટલાક વ્યક્તિઓ બોલેરો પીકપ વનમાં શાકભાજી ના કેરેટ ની આડ માં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુવાડવા રોડ નેશનલ હાઈવે સોખડા ગામના રસ્તા પહેલા ઇન્ડિયન ગેસ બોટલિંગ પ્લાન હઝરત જલાલશા પીર ની દરગાહ પાસેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. કુલ ત્રણ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
Published by:Jay Mishra
First published:November 30, 2020, 12:59 pm

ટૉપ ન્યૂઝ