રાજકોટ : છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સૌરાષ્ટ્રમાં નશાના કાળા કારોબારનું હબ બની ચૂક્યું છે. ત્યારે તાજેતરમાં જ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા માદક પદાર્થોનું વેચાણ કરનારાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તો થોડા દિવસ પૂર્વે રાજકોટ શહેર પોલીસ દ્વારા વર્ષ 2019-20 દરમિયાન પકડી પાડવામાં આવેલા કરોડોના દારૂ નાશ કરવામાં આવ્યો હતો. પાંચ કરોડ 38 લાખથી પણ વધુનો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે ડેપ્યુટી કલેકટર તેમજ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.
તો બીજી તરફ, ગુનેગારો પણ પોલીસથી બચવા માટે એનકેન પ્રકારના કિમીયાઓ અપનાવતા હોય છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુવાડવા રોડ પર આવેલ ચાંદની નોનવેજની હોટેલ સામેથી વિદેશી દારૂની 7428 જેટલી બોટલ ઝડપી પાડવામાં આવી છે. તો ટ્રક સાથે મળીને કુલ 28 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શીંદર પાલ સિંગની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો - જામખંભાળિયામાં આભ ફાટતા કુલ 18 ઇંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 12 ઈંચ
ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી તેમજ સબ પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આવતીકાલે આરોપીને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે. લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને કોને આપવા જતો હતો કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તે તમામ બાબતની તપાસ કરવામાં આવશે.
આ પણ જુઓ -
સાથોસાથ મહત્વની વાત એ છે કે, ગુનેગારે પોલીસની નજરથી દારૂ અને છુપાવવા માટે તેલના ખાલી ડબ્બાની પાછળ દારૂનો જથ્થો છૂપાવીને રાખ્યો હતો.
આ પણ વાંચો - રાજકોટ : પાણીના ધસમસતા વહેણમાં બોલેરો તણાઈ, 2નો બચાવ, 1 લાપતા, રૂંવાડા ઊભા કરી નાંખતો VIDEO Published by:Kaushal Pancholi
First published:July 06, 2020, 10:25 am