રાજકોટ ક્રાઈમ બ્રાંચે કુખ્યાત એજાઝ ખિયાણીને ઝડપી પાડ્યો, GUJCTOC હેઠળ નોંધાયો છે ગુનો

રાજકોટ ક્રાઈમ બ્રાંચે કુખ્યાત એજાઝ ખિયાણીને ઝડપી પાડ્યો, GUJCTOC હેઠળ નોંધાયો છે ગુનો
એજાઝ ખિયાણી.

નવેમ્બર માસમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ (Organized crime)ને અટકાવવા માટે રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ તરફથી એજાઝ ખીયાણી, ઇમરાન મેણું સહિત 11 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

  • Share this:
રાજકોટ: શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Rajkot police commissioner)ના આદેશ બાદ શહેરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને અટકાવવા માટે પ્રદ્યુમનનગર પોલીસ મથક (Pradyuman Nagar police station)માં એજાઝ ખીયાણી અને તેની ટોળકીના દસ સભ્યો વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચે (Rajkot crime branch) મુખ્ય સૂત્રધાર એવા એજાઝ ખીયાણીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ ચાવડાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ હતુ કે, નવેમ્બર માસમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ (Organized crime)ને અટકાવવા માટે રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ તરફથી એજાઝ ખીયાણી, ઇમરાન મેણું સહિત 11 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં મુખ્ય સૂત્રધાર સિવાયના તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા. રિમાન્ડ દરમિયાન તમામ આરોપીઓની સંપત્તિ, બેંક વિગતો તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી. પ્રદ્યુમન નગર પોલીસ તરફથી હવે ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડેલા મુખ્ય આરોપીનો કબજો મેળવવામાં આવશે. આરોપી છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો તો તે કઈ જગ્યાએ રહેતો હતો? કોના દ્વારા તેને આશરો આપવામાં આવ્યો હતો? ફરાર હતો તે સમય દરમિયાન તેને કોઈ ગુનાહિત કૃત્ય આચર્યું છે કે કેમ સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.આરોપી એજાઝ ખીયાણી અને તેની ટોળકીએ અત્યાર 2011થી 2020 સુધી કુલ 76 ગુના આચર્યાં છે. આ અંગે GUJCTOC હેઠળ ગુનો નોંધી થોડા દિવસો પૂર્વે પ્રદ્યુમનગર પોલીસે ઇમરાન મેણું સહિત 6 આરોપીની ધરપકડ કરી હતી. સાથે જ ગત 11 ડિસેમ્બરના રોજ પ્રદ્યુમનગર પોલીસ દ્વારા અન્ય ગુનાના કામે જેલમાં રહેલા ચાર આરોપીઓનો જેલમાંથી કબજો મેળવી તમામની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

આ મામલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યુ હતુ કે, GUJCTOC હેઠળના ગુનામાં મુખ્ય સૂત્રધાર એવો એજાઝ છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પીએસઆઈ હસમુખ ધાંધલીયા અને તેમની ટીમના રઘુવીરસિંહ વાળા સુભાષભાઈ ચૌધરી તેમજ શક્તિસિંહ ગોહિલને બાતમી મળી હતી કે, એજાઝ ખીયાણી વાંકાનેર તરફ આવી રહ્યો છે. ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને કુવાડવા રોડ પર આવેલા ખેરવા ગામના પાટિયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

કયા આરોપી વિરૂદ્ધ કેટલા ગુના?

મુખ્ય આરોપી એજાઝ ખીયાણી સામે 13, રાજન ખીયાણી સામે 10, ઇમરાન મેણું સામે 9, મુસ્તફા ખીયાણી સામે 5, યાસીન ઉર્ફે ભૂરો સામે 7 ગુના નોંધાઇ ચુક્યા છે. આ ઉપરાંત અન્ય તમામ આરોપીઓ સામે 3થી વધુ ગુના નોંધાઇ ચુક્યા છે. GUJCTOC હેઠળ નોંધાયેલ ગુનાના 11 આરોપીઓ પૈકી આરોપી મુસ્તફા અને માજીદે પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં PSI કે.ડી.પટેલને માથાના ભાગે ઇજા પહોંચી હતી.
Published by:Vinod Zankhaliya
First published:December 25, 2020, 13:26 pm

ટૉપ ન્યૂઝ