Home /News /kutchh-saurastra /

રાજકોટ: એક સમયનો કરોડપતિ નામચીન પંટર સંજય ઉર્ફે એસ્ટ્રોન ઝડપાયો

રાજકોટ: એક સમયનો કરોડપતિ નામચીન પંટર સંજય ઉર્ફે એસ્ટ્રોન ઝડપાયો

આરોપી સંજય.

"તમે મારા ઘરે જતા નહીં. મેં મારી તમામ મિલકતોનુ રાજુભાઈને આપી દીધું છે. રાજુભાઈ તમને બોલાવી ને તમારા પૈસા આપી દેશે. જો હવે તમે મારા ઘરે ગયા તો તમને જીવતા નહીં રહેવા દઉં."

રાજકોટ: રાજકોટ શહેરમાં છેલ્લા છ દિવસમાં કરોડો રૂપિયાની છેતરપિંડી (Cheating) કર્યાની બે જેટલી ફરિયાદો નોંધાઇ છે. એક ફરિયાદ રામેશ્વર શરાફી મંડળી (Shri Rameshwar Sharafi Sahkari Mandali)ના સંચાલકો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થવા પામી છે તો બીજી ફરિયાદ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ (Rajkot crime branch)માં નામચીન પંટર સંજય (Sanjay) ઉર્ફે એસ્ટ્રોન સામે નોંધાઈ છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે સંજય ઉર્ફે એસ્ટ્રોનની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે 31મી ડિસેમ્બરના રોજ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં શ્રી રામેશ્વર શરાફી મંડળીના ત્રણ જેટલા હોદ્દેદારો વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે. જે અંતર્ગત ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ ત્રણેય આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે ત્યારે રિમાન્ડ દરમિયાન તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથોસાથ ત્રણેયની મિલકતો અંગે પણ વિગતો એકઠી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 'મારા પતિને મારામાં રસ ન હતો, દારૂ પીતો ત્યારે ક્રૂરતાપૂર્વક સંબંધ બાંધતો,' રાજકોટની યુવતીએ કેનેડામાં રહેતા પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચમાં એક સમયના કરોડપતિ અને પોલીસના નજીકના ગણાતા એવા નામચીન પંટર સંજય ઉર્ફે એસ્ટ્રોન સામે 1.25 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવા પામી છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરનાર દીપકસિંહ દોલતસિંહ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ઢેબર રોડ પર આઇશ્રી ખોડિયાર ક્રેડિટ કો.ઓ.સોસાયટીના નામે ધીરાણ આપવાનો ધંધો કરે છે. વર્ષ 2018માં મિત્ર સંજયે પોતાને નાણાંની જરૂરિયાત હોય અને થોડા સમયમાં રકમ પાછી આપી દેશે તેમ કહી સિક્યુરીટી પેટે સંજયે તેની પત્ની કાજલબેનના નામનું ચંદન પાર્કનું મકાન તેમજ પોતાના માણસ આર્યન જયંતીલાલ જોશીના નામનો વેસ્ટમાં આવેલા ફ્લેટની ફાઈલ આપશે એવું કહ્યું હતું. બાદમાં બંને ફ્લેટની ઓરિજનલ મિલકતની ફાઈલ પણ આપી હતી. તેમજ જો એક વર્ષમાં નાણાં પરત ન ચૂકવે તો બંનેના દસ્તાવેજ કરી આપીશ એવી પણ ખાતરી આપી હતી. બંને ફાઈલ પર અન્ય કોઈ લખાણ કર્યા વિના સંજયને સવા ટકે 1.25 કરોડ રૂપિયા ફરિયાદીએ આપ્યા હતા.

તસવીરોમાં જુઓ- વિચિત્ર અકસ્માતમાં રીક્ષા ચાલક આવી સ્થિતિમાં કલાકો સુધી દબાયેલો રહ્યોબાદ સંજયે સમયમર્યાદા પૂરી થયા છતાં પૈસા આપ્યા ન હતા. દેવું થઈ ગયું હોવાથી તે રાજકોટ મૂકીને જતો રહ્યો હતો. સાથોસાથ ફોન પણ બંધ કરી દીધો હતો. પૈસા માટેની ઉઘરાણી અર્થે ઘરે જતા સંજયના પત્નીએ મંડળી સંચાલકો વિરુદ્ધ પોલીસમાં અરજી પણ કરી હતી.

આ પણ જુઓ-

બાદમાં સંજયનો ફરિયાદી દીપકભાઈને ફોન પણ આવ્યો હતો કે, "તમે મારા ઘરે જતા નહીં. મેં મારી તમામ મિલકતોનુ રાજુભાઈને આપી દીધું છે. રાજુભાઈ તમને બોલાવી ને તમારા પૈસા આપી દેશે. જો હવે તમે મારા ઘરે ગયા તો તમને જીવતા નહીં રહેવા દઉં તેવી ધમકી પણ આપી હતી." આ મામલે છેતરપિંડીની ફરિયાદ દાખલ થયા બાદ તપાસ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ વનરાજસિંહ જાડેજાએ કરવામાં આવશે. આ મામલે ક્રાઇમ બ્રાંચ તરફથી વિવિધ પુરાવા પણ એકઠા કરવાામં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Rajkot police, ક્રાઇમ બ્રાંન્ચ, ઠગાઇ, રાજકોટ

આગામી સમાચાર