રાજકોટ : સાત સીનિયર સિટિઝનો વાડીમાં જુગાર રમતા ઝડપાયા

રાજકોટ : સાત સીનિયર સિટિઝનો વાડીમાં જુગાર રમતા ઝડપાયા
જુગાર રમતા પકડાયેલા લોકો.

ધરપકડ કરવામાં આવેલા તમામ લોકોની ઉંમર 60 વર્ષથી વધારે, વાડીમાં જુગારધામ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી.

  • Share this:
રાજકોટ : સામાન્ય રીતે ઘર, વાડી કે ફાર્મ (Farm house) હાઉસમાં જુગાર રમાતો હોય છે. અનેક વખત મહિલાઓ પણ જુગાર રમતા પકડાતી હોય છે. રાજકોટ પોલીસે દરોડાં પાડીને જુગાર રમતા સિનિયર સિટિઝનો(Senior Citizen) ને પકડી પાડ્યા છે. એટલે કે 60 વર્ષથી મોટી વયના લોકોના જુગારધામ (Gambling)પર પોલીસે દરોડો પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ ક્રાઈમ બ્રાંચે (Rajkot Crime Branch) શહેરના ભરાડ વિશ્વ વિદ્યાલય પાછળ છગનભાઈ પરસાણાની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડાં પાડ્યાં હતાં. જેમાં સાત લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે પોલીસે પાડેલા દરોડાંમાં જુગાર રમનારા તમામ લોકો મોટી ઉંમરના હતા.

પોલીસે જુગાર રમી રહેલા છગનભાઈ પરસાણા ૬૬ વર્ષ, જેન્તીભાઈ ગઢીયા ૬૦ વર્ષ, પ્રાગજીભાઈ પરસાણા ૬૩ વર્ષ, રવજીભાઈ પટેલ ૬૮ વર્ષ, પરસોતમભાઈ પટેલ ૬૬ વર્ષ, ધીરજલાલ પટેલ ૭૪ વર્ષ, પોપટભાઈ પરસાણા ૭૨ વર્ષ સહિતના લોકોને જુગાર રમતા પકડી પાડ્યાં છે.આ પણ વાંચો :  રાજકોટમાં આમ આદમી પાર્ટી કરી રહી છે 'કિલ્લેબંધી'! ઉદ્યોગપતિઓ પણ જોડાશે

પોલીસે સાત લોકો પાસેથી કુલ 39970 રૂપિયા રોકડા પણ કબજે કર્યા છે. ઉલ્લેખનીય છે કે જે રીતે પોલીસ અવારનવાર જુગારધામ પર દરોડાં પાડે છે જેમાં સૌથી વધુ સ્થાનિક ઘરોમાં આ પ્રમાણે જુગારધામ ચાલતું હોઈ છે. આવા જુગારધામમાં સ્થાનિક લોકો, અમુક કિસ્સાઓમાં મહિલાઓ જુગાર રમતા ઝડપાતી હોય છે. જોકે, રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા જે વાડીમાં દરોડાં પાડવામાં આવ્યા ત્યાં જુગારધામમાં સિનિયર સિટિઝનોને જુગાર રમતા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ પણ વાંચો :  રાજકોટઃ 'તમે હનીમૂનમાં જઇને શું કરો છો, સસરાએ પુત્રવધૂને રૂમમાં બોલાવી અડપલાં કર્યા
First published:March 04, 2020, 11:44 am

टॉप स्टोरीज