Home /News /kutchh-saurastra /

રાજકોટ : આખરે રાદડિયા જૂથના ગણાતા મહેશ આસોદરિયાની ધરપકડ, મોટા બૂકીઓના નામ ખૂલશે?

રાજકોટ : આખરે રાદડિયા જૂથના ગણાતા મહેશ આસોદરિયાની ધરપકડ, મોટા બૂકીઓના નામ ખૂલશે?

રાજકોટના સટ્ટાકાંડમાં મહેશ આસોદરિયાની ધરપકડ, રાદડિયા જૂથના નેતા માનવામાં આવે છે મહેસશ આસોદરિયાને

Rajkot News : રાજકોટમાં મહેશ આસોદરિયાનું નામ સટ્ટાકાંડમાં આવતા જયેશ રાદિયા જૂથની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર, જાણો શું હતો મામલો, કેવાં પડી શકે છે આ ઘટનાના પ્રત્યાઘાત

રાજકોટ : રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ  (Rajkot Crime Branch)દ્વારા જિલ્લા બેંકનું રાજકોટ લોધીકા સંઘમાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા તેમજ ક્રિકેટ સટ્ટામાં બુકી તરીકે સંડોવાયેલા મહેશ આસોદરીયાની (Mahesh Asodaria ધરપકડ કરવામાં આવી છે. અગાઉ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રતીક દિનેશભાઈ ટોપીયા અને હાર્દિક જીતેન્દ્રભાઈ તારપરાની ધરપકડ કરવામાં આવી હતી. બંનેની પૂછપરછમાં વધુ ત્રણ વ્યક્તિઓના નામ ખુલ્યા હતા. જેમાં મહેશ આસોદરીયા, હિમાંશુ પટેલ તેમજ અજય નટવરલાલ મીઠીયાનું નામ સામે આવ્યું હતું. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ મહેશ આસોદરીયા ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે હિમાંશુ પટેલ અને અજય મીઠીયા ની શોધખોળ હજુ પણ શરૂ છે.

શું હતો સમગ્ર બનાવ

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૧૦ એપ્રિલના રોજ રાજસ્થાન તથા લખનઉ વચ્ચે ચાલી રહેલા આઇપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચ પર હારજીતનો જુગાર રમતા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવતા તેમને આઈડી મહેશ આસોદરીયાએ આપી હોવાનું જણાવ્યું હતું. જે અંતર્ગત હાલ મહેશ આસોદરીયા ની ધરપકડ કરવામાં આવી છે. તેમજ અન્ય બે આરોપી હિમાંશુ પટેલ અને અજય મીઠીયાની શોધખોળ શરૂ છે.

શું કહ્યું હતું ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે? 

મંગળવારના રોજ મીડિયા સાથેની વાતચીતમાં તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલા ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આરોપીઓ પ્રાઇવેટ સર્વર બનાવી મેચ પર હારજીતનો જુગાર રમતા હતા. આરોપીઓ દ્વારા કોની પાસેથી આ પ્રકારની એપ્લિકેશન બનાવડાવામાં આવી છે. અત્યાર સુધીમાં આ એપ્લિકેશનના માધ્યમથી કેટલા રૂપિયાનો ટ્રાન્ઝેક્શન થયું છે. તેમજ સમગ્ર મામલે FSL ની મદદ પણ લેવામાં આવશે.

ત્યારે હવે જ્યારે મહેશ આસોદરીયા ઝડપાઈ ગયો છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ ખરા અર્થમાં અન્ય આરોપીની માફક મહેશ આસોદરીયા સાથે પણ આરોપી જેવું જ વર્તન કરે છે કે કેમ? તેમજ અન્ય આરોપીઓ પાસેથી જે પ્રમાણે તપાસના કામે વધુ વિગતો મેળવતી હોય છે એજ મુજબ વધુ વિગતો મેળવી વધુ બુકીઓના નામ ખૂલે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

શું સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તરફથી છૂટ્યો ભલામણ નો દોર? 

ઘણા લાંબા સમય બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક એવી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જે ભારતીય જનતા પાર્ટી ના દિગ્ગજ આગેવાન સાથે જોડાયેલી હોય. ત્યારે ચર્ચાતી વાતો મુજબ મહેશ આસોદરીયા પ્રત્યે પોલીસ કુણું વલણ દાખવે. તેમજ આગામી સમયમાં કેસપેપર કંઇક એવી રીતે તૈયાર કરવામાં આવે કે જ્યારે આ કેસ કોર્ટમાં ટ્રાયલ અર્થે શરૂ થાય ત્યારે મહેશ આસોદરીયા નો આબાદ રીતે પુરાવાના અભાવે બચાવ થઈ શકે તે પ્રકારની ભલામણોનો દોર છૂટયો હોવાની વાત ચર્ચાઈ રહી છે. ત્યારે ચર્ચાઈ રહેલી વાતો માં કેટલું તથ્ય છે તે તો આવનારો સમય જ બતાવશે.

ક્રાઇમની મીઠી નજર હેઠળ વર્ષોથી ગેરકાયદે ધંધો કરનાર મહેશને ચખાડશે ક્રાઈમ બ્રાન્ચ મેથીપાક? 

બે વર્ષ પૂર્વે ખુદ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ દ્વારા ઓફિશિયલ પોલીસ ગ્રુપમાં 51 વ્યક્તિઓનું લીસ્ટ મૂકવામાં આવ્યું હતું. જે લિસ્ટ માં 31માં નંબર પર જે વ્યક્તિનું નામ હતું તે વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ મહેશ આસોદરીયા હતી.

ત્યારે આ સમય દરમિયાન ક્યારેય પણ મહેશ આસોદરિયાના કોઈપણ પ્રકારના ગેર કાનૂની ધંધા પર ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી તેમજ સ્થાનિક પોલીસે તવાઈ નથી બોલાવી. પરંતુ જે પ્રમાણે કમિશન કાંડમાં રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચ તેમજ રાજકોટ શહેર પોલીસનું મોરલ ડાઉન થયું છે. ત્યારે રાજ્ય સરકાર પ્રજાની અંદર પોલીસનું મોરલ ફરી પાછું સારું બને તે માટે પ્રયત્ન કરી રહી છે. તેના ભાગરૂપે વર્ષોથી ખાલી પડી રહેલી ડીસીપી ક્રાઈમ ની જગ્યા પણ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં અન્ય પણ મોટા ગજાના બુકીઓ ઝડપાય છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:Jay Mishra
First published:

Tags: Jayesh Radadia, ગુજરાતી સમાચાર, રાજકોટ, રાજકોટના સમાચાર, સટ, સટ્ટો

આગામી સમાચાર